મદીના મા ‘શિયા હો’? પૂછ્યુંને માં સામે જ 6 વર્ષના બાળકનું ગળું કાપવાનો આરોપ.

સઉદી અરબમાં એક માંની સામે તેના છ વર્ષના છોકરાનું ગળું કાપી નાખવામાં આવ્યું. બાળકનું નામ હતું જકારિયા અલ જબેર. આ મદીના શહેરની વાત છે. અહિયાં ધોળા દિવસે એક ટેક્સી ડ્રાયવર એ કાંચના ટુકડાથી બાળકનું ગળું કાપી નાખ્યું. શિયા સંગઠનોનો આરોપ છે કે બાળકને એટલા માટે મારવામાં આવ્યો કેમ કે તે શિયા હતો. અમુક જગ્યાએ આ ઘટના અલગ રીતે જ રીપોર્ટ થઇ રહ્યો છે. આ રીપોર્ટસનું કહેવું છે કે જેણે માર્યો, તે માનસિક રીતે બીમાર છે. તે રીપોર્ટસ શિયા એંગલને દુર કરે છે.

(આ આર્ટીકલ ફેક નથી આ આર્ટીકલ દેશ નાં પ્રતિષ્ઠિત મીડીયા માં આવેલો છે)

પહેલા અમને લાગ્યું કે કદાચ આ ખોટા સમાચાર હોય. કેમ કે ઘણી વખત પોતાના કોઈ એજન્ડાને રીડીમ કરવા માટે આવા પ્રકારના ખોટા સમાચારો બનાવીને ચલાવી દે છે લોકો. પરંતુ પછી અમે ચેક કર્યું. કઈ ન્યુઝ એજન્સીઓ અને વેબસાઈટ ઉપર અમને આ સમાચાર મળ્યા. સઉદિ અરબની પણ વેબસાઈટ ઉપર પણ આ સમાચર જોયા.

ડ્રાઈવરએ મારતા પહેલા પૂછ્યું, શિયા છો શું?

શિયા મુસ્લિમોના એક સંગઠન ‘શિયા રાઈટ્સ વોચ’ ના જણાવ્યા મુજબ જબેર પોતાની માં સાથે હજરત મુહમ્મદની કબર ઉપર જઈ રહ્યો હતો. તે મદીના માં છે. બન્ને ટેક્સી માં હતા. રસ્તામાં એક જગ્યાએ બાળકની માં એ કોઈ દુવા વાચી. આ દુવા ખાસ શિયા મુસ્લિમ જ વાંચે છે. તે સાંભળીને ટેક્સી ડ્રાઈવર એ તેને પૂછ્યું. કે શું તે શિયા મુસલમાન છે. બાળકની માં એ જવાબ આપ્યો હા. ત્યાર પછી બાળકને ભૂખ લાગી. તેણે માં પાસે કાંઈ ખાવાનું માગ્યું. માં એ ડ્રાઈવરને રોડના કિનારે કાર રોકવાનું કહ્યું. જેથી તે પાસેની કોઈ દુકાન માંથી થોડું ખાવા પીવાની વસ્તુ ખરીદી શકે.

બોટલ ફોડી, પછી તૂટેલા કાચથી ગળું કાપી નાખ્યું :-

ડ્રાઈવર એ એક સાઈડમાં કાર રોકી અને બાળકને ખેંચીને બહાર કાઢ્યો. ઘણી જગ્યાએ એ પણ રીપોર્ટ થઇ રહ્યો છે કે ડ્રાઈવર એ પોતે જ કાર રોકી હતી. પછી તેણે કાચની બોટલ ફોડી. અને તે તૂટેલા કાચના ટુકડાથી બાળકનું ગળું કાપી નાખ્યું. શિયા રાઈટ્સ વોચના જણાવ્યા મુજબ ડ્રાઈવર એ જબેર એ માથાની પાછળની તરફથી કાપ્યું. જયારે તે એ કરી રહ્યો હતો. ત્યારે બાળકની માં ત્યાં હાજર હતી. તે રડી રહી હતી.

બુમો પાડી રહી હતી. પછી તે બેભાન જેવી થઇ ગઈ. આ ઘટના દિવસના અજવાળામાં થઇ. આજુબાજુ લોકો હાજર હતા. તેમણે બધું જ બનતા જોયું, પરંતુ કોઈ ડ્રાઈવરને રોકવા આગળ ન આવ્યું. સન ન્યુઝના જણાવ્યા મુજબ પાસે જ રહેલા એક પોલીસવાળા એ ડ્રાઈવરને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે બાળકને ન બચાવી શક્યો.

આ ઘટનાનું એક બીજું વર્જન છે :-

સઉદિ ગજેટના જણાવ્યા મુજબ ૩૫ વર્ષના જે માણસની હત્યા કરવામાં આવી તે માનસિક રીતે બીમાર છે, ઘટનાના દિવસે તે એક કોફી શોપની બહાર બઠો હતો. તેણે જોયું, એક બાળક (જબેર)પોતાની માં સાથે જઈ રહ્યો છે, હત્યારો તેની ઉપર તૂટી પડ્યો. બાજુમાં એક બોટલ પડી હતી.

તેને ફોડી અને તે તૂટેલા કાચથી બાળક ઉપર હુમલો કરી દીધો. એ ન્યુઝના જણાવ્યા મુજબ, જબેરની માં જેહાદમાં રહે છે. તેને હ્રદયની બીમારી છે. તે મદીના દુવા માગવા આવી હતી. જે સમયે ઘટના બની, તે સમયે તે જબેર સાથે એક રેસ્ટોરન્ટ જઈ રહી હતી. ન્યુઝના જણાવ્યા મુજબ આ ઘટનાને શિયા વાળી એન્ગલ આપવી ખોટું છે.

આમ તો આ રીપોર્ટ માં જે ઘટનાક્રમ જણાવવામાં આવ્યો છે, તે પણ માનવામાં આવે તેવું નથી. કોઈ કોફી શોપ ઉપર બેઠું છે. તેણે એક એક એક અજાણી મહિલા અને તેના બાળકને જોયો. બોટલ ફોડી અને બાળકને મારી નાખ્યો. માનસિક બીમાર હોય, તે પણ એ ઘણું જ વિચિત્ર છે.

સઉદિમાં ઓછા પ્રમાણમાં છે શિયા :-

શિયા સમાજ કહી રહી છે કે આ સંપ્રદાયિક નફરતની બાબત છે. કે બાળકનું શિયા હોવાને કારણે જ કતલ કરવામાં આવી. સઉદિ સુન્ની મુસલમાનોની રજૂઆત કરે છે. ઇસ્લામની તેમની પરિભાષા શિયાઓને મુસલમાન જ નથી માનતી. અહિયાં શિયા ઓછા પ્રમાણમાં છે, જેની ઉપર કોઈ પણ સમયે હુમલા થાય છે.

શિયા સંગઠન જબેર માટે ન્યાય માગી રહ્યો છે. ટ્વીટર ઉપર હેશટેગ JusticeForZakaria ચાલી રહ્યું છે. જબેરનું શિયા હોવાને કારણે જ મારવામાં આવ્યો કે કોઈ બીજા કારણથી, તે સત્ય કાંઈ નથી જાણતા. પરંતુ એ વાત ભયાનક છે કેમ કે દુનિયામાં કોઈના છ વર્ષના બાળકનું ગળું કાપવાનું કોઈ કારણ મળી ગયું. છ વર્ષનું બાળક.