મફતમાં આખો દેશ ફરીને આવ્યો અલ્હાબાદનો યુવક, પદ્ધતિ તદ્દન અલગ

કોણ કહે છે કે આકાશમાં કાણું નથી પાડી શકાતું, એક પત્થરને ઉછાળી તો જુઓ મિત્રો.. કહેવામાં આવે છે કે દુનિયામાં કંઈપણ અશક્ય નથી. આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિની જેને દેશ દુનિયા ફરવાનો શોખ હતો પણ આ શોખને પૂરો કરવા માટે પૈસાનો સહારો ન લીધો.

અલ્હાબાદ ટેકનીકલ મહાવિદ્યાલય માંથી એમસીએ અને એમબીએ નો અભ્યાસ કરીને ને 28 વર્ષના અંશ મિશ્રા વગર પૈસાએ દેશના 29 રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 250 દિવસોમાં પ્રવાસ કરી ને છેલ્લે જબલપુર પહોચ્યો.
અંશે 3 ફેબ્રુઆરી, 2017 એ વગર પૈસે પ્રવાસ શરુ કર્યો અને વાહનોની મદદ લઈને ડ્રાઈવરો અને લોકોની મદદથી વગર પૈસે મુસાફરી અને ભોજન કરીને પોતાની આ યાત્રા પૂરી કરી.

અંશે આ યાત્રા ત્રણ ઉદેશથી શરુ કરી હતી. પહેલો તે તેવા લોકોની ગેરસમજણ દુર કરવી, જે લોકો વિચારતા હતા કે ફરવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે. બીજું લોકોને મગજમાં ભારતના ઘણા વિસ્તારોને લઈને ગેરસમજણ છે, જેમ કે મણીપુર અને નાગાલેંડ જેવા વિસ્તારોમાં એકલા જવું સુરક્ષિત નથી વગેરે.

ત્રીજું કારણ લોકોની માનસિકતા છે. અંશનું કહેવું છે આપણે ત્યાં લોકોને તેના કામને લીધે ઈજ્જત મળે છે. ટ્રક ડાયવર અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોને લોકો અભણ અને ઈજ્જત વગરનો ધંધો માને છે, જેના લીધે આપણું અર્થતંત્ર ચાલી રહ્યું છે. અંશે પોતાની આખા પ્રવાસ દરમિયાન લગભગ 1800 ટ્રક ડ્રાયવરો પાસેથી લીફ્ટ લીધી અને દરેક ટ્રક ડ્રાયવરોએ તેને સાથ આપ્યો.

અંશે આ કર્યું પણ પહેલાના સમય માં લોકો ચારધામ ની યાત્રા કરતા તે પણ પૈસા વિના આખો સંઘ નીકળે તો ક્યાંક ધાર્મશાળા ઓ અને અન્નક્ષેત્રો પર જમી શકાતું ત્યારે લોકો માં પરોપકાર ની અને એકબીજા પાર વિશ્વાસ ની ભાવના વધુ હતી આજે તો કોઈ ને લિફ્ટ આપવા માં પણ આપનાર ગાડી એટલે નથી રોકતા કે કોઈ લિફ્ટ ના બહાને લૂંટી લેશે એટલે અજાણ્યા માણસો થી લોકો દૂર રહે છે. એનું સૌથી મોટું કારણ ઝુઠું બોલતા અને પોતાના સ્વાર્થ માટે લોકો ને એકબીજા સાથે લડાવતા નેતાઓ અને લોકો માં ઘટતી ધાર્મિકતા છે.