તમને કોઈ નહિ જણાવે આ દુર્લભ વાતો જાણો મફતમાં.

એવી મજાની વાત, જે તમારું જ્ઞાન તો વધારશે જ તમને ઢંઢોળશે પણ. હાજર છે દુનિયા ભરની એવી જ મજાની વાતો.

(૧.) બે કેળામાં ૯૦ મિનીટ સુધી કસરત કરવા જેટલી ઉર્જા હોય છે. કેળાને આનંદ આપવા વાળું ફળ પણ કહેવામાં આવે છે. (૨.) જે લોકો શરમાઈ જાય છે તે વધુ દયાળુ અને વિશ્વાસપત્ર હોય છે. (૩.) તમે જેને પ્રેમ કરો છો તેની પડખામાં સુવાથી ન માત્ર ડીપ્રેશન ઓછું થાય છે, પણ તમારી ઉંમર પણ વધે છે. તમને ઊંઘ જલ્દી આવે છે અને તમે ગાઢ ઊંઘમાં સુવો છો.

(૪.) આપણા મગજમાં સારી યાદોથી વધુ ખરાબ યાદોને યાદ રાખવાની ક્ષમતા હોય છે. (૫.) ડાબા હાથથી કામ કરતા લોકો જમણા હાથથી કામ કરવા વાળા લોકોની સરખામણી કોમ્પ્યુટર ગેમ અને રમતમાં વધુ ઝડપથી કામ કરે છે. (૬.) માત્ર એક કલાક સુધી જો હેડ ફોનનો ઉપયોગ કરવામાં આવે, તો તમારા કાનમાં બેક્ટેરિયા ૭૦૦ ગણા વધારે વધી જાય છે.

(૭.) જો તમે કોઈને મદદ માટે બોલાવી રહ્યા છો, તો અમુક લોકોને ખાસ કરીને પસંદ કરો, જેમ કે જેમણે લાલ રંગનું શર્ટ પહેરેલ હોય. કારણ કે તે લોકોને જવાબદારીનું ભાન હશે અને તમને મદદ મળવાની શક્યતા વધી જશે. (૮.) તમારી ઉંચાઈ ખાસ કરીને તમારા પિતા ઉપર જાય છે, જયારે મગજની ક્ષમતા, ભાવનાત્મક મજબુતી અને શરીરની બનાવટ માતા ઉપર. (૯.) કામ કરતી વખતે પોતાની સાથે વાત કરવાથી ધ્યાન ભટકવાનું ઓછું થઇ જાય છે.

(૧૦.) ૩૦ થી ૩૫ મીનીટના વાંચન પછી ૧૦ મિનીટનો આરામ લેવો. એ વાંચેલું યાદ રાખવાની સૌથી અસરકારક પદ્ધતિ છે. (૧૧.) જે લોકો ડાબી તરફ પડખું લઈને સુવે છે તેમને બિહામણા સપના દેખાવાની શક્યતા, જમણી તરફ પડખું લઈને સુવા વાળાની સરખામણીમાં વધુ હોય છે.

(૧૨.) ઘાટી આંખો વાળા લોકો રમવામાં વધુ સારા હોય છે, અને આછી રંગની આંખો વાળા લોકો યોજના બનાવવામાં હોશિયાર હોય છે. (૧૩.) ઓછી ઊંઘથી મગજની વસ્તુને ખોટી રીતે યાદ રાખવાની શક્યતા વધી જાય છે.

(૧૪.) મચ્છર કરડવાથી થતી ખંજવાળની અસરથી બચવા માટે કરડેલ જગ્યા ઉપર એક ગરમ ચમચી રાખી દો તેનાથી પ્રોટીન જેનાથી ખંજવાળ આવે છે, તેની અસર દુર થઇ જશે. (૧૫.) ૬૪ ટકા અમેરિકીઓ ‘સેંસ ઓફ હ્યુમર’ ને સંબંધોની સફળતામાં સૌથી ખાસ ગુણ સમજે છે. (અને એટલે જ લગ્નની સંખ્યા ૫ ની એવરેજ પાર કરી ગઈ છે.)

(૧૬.) દુનિયાની સૌથી લાંબી ગુફા વિયેતનામમાં છે. તે એટલી લાંબી છે કે તેમાં એક નદી જંગલ અને વાતાવરણ છે. (૧૭.) જો તમે એક રૂમમાં ૨૦ લોકો છો, તો ૫૦ ટકા શક્યતા છે કે કોઈ બેની જન્મ તારીખ સરખી હોય. (૧૮.) જો તમે વાત કરતી વખતે હાથનો ઉપયોગ વધુ કરો છો, તો તમે વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસી છો.

(૧૯.) રૂપિયાને અડવાથી દર્દ ઓછું થઇ શકે છે અને સામાજિક રીતે એકલતામાં પણ ઘટાડો આવે છે. (ડીજીટલ પૈસા નહિ કામ કરે.) (૨૦.) તમારા શરીરને ઊંઘની જરૂર છે. સતત બે અઠવાડિયા સુધી જાગવાથી તમારો જીવ પણ જઈ શકે છે. (૨૧.) તમારા મિત્રને તમારી જરૂર છે. તેમની સાથે હોવાથી તમારા શરીરની ક્ષમતા ૭૫ ટકા સુધી વધી જાય છે.

(૨૨.) જે લોકો બીજાની મદદ કરવામાં આનંદ અનુભવે છે, તેમની ઉંમર વધુ હોય છે અને તેમને ઓછું માનસિક દબાણ રહે છે. (૨૩.) જો તમારે કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડી રહી છે તો એક સિક્કો હવામાં ઉછાળો. તેના પરિણામ ઉપર તમારે નિર્ણય નથી લેવાનો પણ સિક્કો જયારે હવામાં જ હશે તે સમયે જ તમને ખબર પડી જશે કે તમે ખરેખર શું ઈચ્છો છો.

(૨૪.) જયારે તમે ખુશ હોવ છો તો તમે ગીતના સંગીતનો આનંદ ઉઠાવો છો, અને જો તમે દુ:ખી હોવ છો તો તમે ગીતના શબ્દોને સમજો છો. (૨૫.) નખના શરૂઆતના ભાગથી છેલ્લા ભાગ સુધી વધવામાં ૬ મહિના લાગે છે. (૨૬.) જો તમે ઓછું સુવો છો તો તમારા વજન વધવાની શક્યતા વધી જાય છે.

(૨૭.) જો તમે ગુગલમાં ‘Tilt’ શબ્દ શોધશો તો પેજ પોતે થોડું નમેલું જેવું રહેશે. (૨૮.) ટુથપેસ્ટને કપડા ઉપરનાં દાગ ઉપર લગાવીને સૂકવવા માટે મૂકી દો પછી ધોઈ લીધા પછી ડાઘ નીકળી જાય છે. (૨૯.) અરુણ (નેપ્ચ્યુન) અને વરુણ (યુરેનસ) ગ્રહોના જુદા વાતાવરણને કારણે ત્યાં હીરાનો વરસાદ થાય છે. (૩૦.) સુવા જતા પહેલા પથારી ઉપર ૯૩ ટકા લોકો પોતાને સુવા માટે મળતા કલાક ગણે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતું)