આ વસ્તુઓનો ઉપયોગ કરીને મિનિટોમાં બનાવો “મગની ચટપટી ચાટ”, નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.

મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.

મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.

મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.

તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.

મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે.

સામગ્રી :

100 ગ્રામ મગ ચટપટી

1 ઝીણી સમારેલી ડુંગળી

1 ઝીણું સમારેલું ટમેટું

2 ચમચી સમારેલી કાકડી

1 ચમચી સમારેલું લીલું મરચું

1 ચમચી લીંબુનો રસ

2 ચમચી સમારેલી કોથમીર

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/4 ચમચી સંચળ પાવડર

સ્વાદાનુસાર મીઠું

1/2 ચમચી ચાટ મસાલો

2 ચમચી મસાલા બુંદી

2-3 ચમચી ઝીણી સેવ

રીત :

સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

એક બાઉલમાં વારાફરતી બધી સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો.

હવે સર્વીંગ બાઉલમાં કાઢી લો ઉપર સેવ અને સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો.

– ઊર્મિ દેસાઈ.