શિયાળામાં જરૂર ખાવ મગફળી, છે ફાયદા જ ફાયદા ક્લિક કરી ને જાણો મગફળી નું મહત્વ

શિયાળો આવતા જ સૌ પહેલા યાદ આવે છે મગફળી.શિયાળાના તડકામાં બેસીને કે પછી સાંજની ચા સાથે ફોતરા કાઢી કાઢીને ગરમ ગરમ મગફળી ખાવાની એક જુદો જ આનંદ છે. મગફળી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પ્રોટીન, વિટામિન્સ, જિંક, આયરન શરીર માટે ખુબ જરૂરી છે. આવો અમે જણાવીએ છીએ કે તેના ચોક્કસ ફાયદા વિષે.

* મગફળી વિટામીન E અને B6 થી ભરપુર છે. તે ખાવાથી શરીરને શક્તિ મળે છે.

* મગફળી થી કબજીયાતની તકલીફ પણ દુર થઇ જાય છે.

* મગફળી ઓમેગા 6 થી ભરપુર છે. જે ત્વચામાં નમી જાળવી રાખે છે.

* મગફળી ના સેવનથી હ્રદયની બીમારીઓ નો ભય ઓછો થઇ શકે છે.

* રોજ થોડી થોડી મગફળી ખાવાથી હાડકા મજબુત બને છે.

* મગફળી માં રહેલા એન્ટી- ઓક્સીડેંટસ વધતી ઉંમર દેખાવા નથી દેતી.

ગર્ભવતી મહિલાઓએ મગફળી ખાવાથી ગર્ભમાં ઉછરી રહેલ બાળક નો પણ વિકાસ સારી રીતે થાય છે.

તમે તેને સાદાઈ થી જ નહિ પણ તેને ઘણી બધી વસ્તુઓ પણ બનાવીને ખાઈ શકો છો. જેવી કે :

* મગફળીની ચીક્કી : શિયાળામાં ગોળ અને મગફળી ને મિક્સ કરીને બનાવવામાં આવતી મગફળીની ચીક્કી ખુબ સારી લાગે છે.

* મગફળીની કતરી : મગફળીની કતરી નો સ્વાદ કોઈ કાજુ ક્ત્રીના સ્વાદ થી ઓછો નથી અને તે ઘરમાં જ બનાવવું પણ ખુબ સરળ છે.

* મગફળીની ચટણી : કોથમીર ના પાંદડા કે લસણ સાથે બનાવેલ મગફળીની ચટણી ખાવામાં ખુબજ સરસ લાગે છે

* પીનટસ બટર : તમે સામાન્ય માખણ ને બદલે સેન્ડવીચ બનાવવામાં જો પીનટસ બટર નો ઉપયોગ કરશો તો સ્વાદ ખુબ જ સરસ લાગશે.

* મગફળીની ફ્રાઈ : તમે મગફળીને ફ્રાઈ કરીને કે શેકીને પોંવા, ઉપમા કે નમકીન સેવ માં પણ નાખી શકો છો.

* મગફળીના લાડવા : મગફળી ને શેકીને તેમાંથી બનેલા લાડુ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ઠ લાગે છે.

* મસાલા મગફળી : મસાલા મગફળી ચા ની સાથે ખાવા માટે એક ઉત્તમ સ્નૅકસ છે.

* અગિયારસ માં સીન્ગપાક બનાવી ને ખાયો

પલાળેલી મગફળી નાં ફાયદા ક્લિક કરી જાણો >>>>> પલાળેલી મગફળીના 9 ચમત્કારી ફાયદા જાણીને રોજ ખાવાનું શરુ કરી દેશો તમે ક્લિક કરી ને જાણો