મગફળીમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. એવામાં જો તમે કોઈ કારણસર દૂધ નથી પી શકતા તો વિશ્વાસ રાખો મગફળીનું સેવન તેનો એક ઉત્તમ વિકલ્પ છે.
મગફળી સ્વાદમાં તો ઉત્તમ હોય જ છે પણ ઓછા લોકોને ખબર હશે કે તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. હમેશા લોકો તેને સ્વાદ માટે જ ખાતા હોય છે પણ વિશ્વાસ રાખો તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
માત્ર ટાઈમ પાસ કરવા માટે જ નહી પણ વજન પણ ઘટાડે છે મગફળી, જાણો એવા જ બીજા ફાયદા
ખાસ વાત
* મગફળી વજન ઘટાડવામાં મદદ કરે છે
* મગફળી પાચન ક્રિયા ને સારી બનાવે છે
* મગફળી કેન્સર થી બચાવે છે
પ્રોટીન, સારા ફેટ્સ અને પોષક તત્વોથી ભરપુર હોય છે મગફળી. એક મુઠી મગફળીનું રોજ સેવન વજન ઘટાડે અને હ્રદય સબંધી તકલીફો ઓછી કરવામાં મદદ મળે છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્સસ ડીજેજેજ (એનઆઇએઆઈડી) માં થયેલ એક અભ્યાસ મુજબ જો બાળકોને શરૂઆતમાં મગફળી વાળા ખાદ્ય પદાર્થ ખવરાવવામાં આવે તો તેમને આગળ જતા એલર્જી નો ભય 81 ટકા ઓછો થઇ જાય છે. તે ઉપરાંત મગફળી માં જરૂરી પ્રમાણમાં આયરન, કેલ્શિયમ અને જીંક પણ મળી આવે છે, જે ખાવાથી શરીરને શક્તિ મળે છે. આ વિટામીન ‘ઈ’ અને વિટામીન ‘બી6’ થી ભરપુર હોય છે. અહિયાં જાણો તેના 7 ફાયદા વિષે.
(1) મગફળી વજન ઘટાડવામાં મદદ કરે છે. ચરબી અને કેલેરીઝ નું પ્રમાણ વધુ હોવા છતાં પણ તે વજન વધવા દેતી નથી. ઘણા અભ્યાસમાં જાણી શકાયું છે કે મહિલાઓ ને લો ફેટ ડાયટ માં મગફળી ખવરાવવામાં આવે તો તેનું વજન વધતું નથી, પણ ફિગર ને મેન્ટેન કરવામાં મદદ મળે છે.
(2) તે હ્રદયને પણ હેલ્દી બનાવે છે. મગફળીમાં રહેલા મેગ્નેશિયમ, નીયાસીન, કોપર, ઓયલેક એસીડ અને ઘણા એન્ટીઓક્સીડેટ્સ હ્રદયને સુરક્ષિત રાખે છે.
(3) મગફળી પાચન ક્રિયાને સારી બનાવે છે. હમેશા જોવામાં આવે છે કે શિયાળામાં પેટ સાથે જોડાયેલી તકલીફો વધી જાય છે. તેથી આ ઋતુ માં તેમણે ભોજન પછી એક મુઠ્ઠી મગફળી ખાવાથી પેટ સારું થઇ જાય છે.
(4) તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમન અને વિટામીન ‘ડી’ હોય છે જેનાથી દાંત અને હાડકા મજબુત બને છે.
(5) મગફળી પ્રેગ્નેટ મહિલાઓ માટે ખુબ ફાયદાકારક હોય છે. તેના સેવનથી થનાર બાળકને ન્યુરલ ટ્યુબ ડીફેકટસ હોવાનો ભય ઓછો થઇ જાય છે.
(6) તે ખાંસીમાં રાહત આપે છે. શિયાળામાં પેટની સાથે સાથે શરદી-ખાંસી પણ મોટી તકલીફ હોય છે. પણ મગફળી નું રોજ સેવ શરીરને ગરમ રાખે છે અને આ તકલીફોથી છુટકારો આપાવે છે.
(7) મગફળી કેન્સર થી પણ બચાવે છે. તેમાં રહેલા પોલીફીનાલીક નામનું એન્ટીઓક્સીડેંટ કેન્સરના ભયને ઓછો કરે છે.
મગફળી વિષે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>>> પલાળેલી મગફળીના 9 ચમત્કારી ફાયદા જાણીને રોજ ખાવાનું શરુ કરી દેશો તમે ક્લિક કરી ને જાણો
મગફળી વિષે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>>> ઉત્તરાયણ નજીક આવી રહી છે સૌની ફેવરેટ કેડબરી થી વધુ ટેસ્ટી સીંગની ચીક્કી બનાવવાની રીત