માથાનો દુખાવો જો બીજા ત્રીજા દિવસે થવા લાગે તો ધ્યાન બહાર ન કરસો નહિ તો વધી શકે છે તકલીફ

 

બ્રેન ટ્યુમર ના મહત્વના લક્ષણો ને ન કરવા જોઈએ ધ્યાન બહાર, થઇ શકે છે ઘણી તકલીફ આમ તો માથાનો દુઃખાવો થવો એક સામાન્ય વાત છે પણ પણ તે વધુ થવા લાગે કે દર બીજા ત્રીજા દિવસે થવા લાગે તો તેને ધ્યાન બહાર ન કરવું જોઈએ. ક્યારેક ક્યારેક માથાનો દુઃખાવો બ્રેન ટ્યુમર નું કારણ બની શકે છે. આ એક એવી બીમારી છે જેની જાણ યોગ્ય સમયે ન થવાથી વ્યક્તિનું મૃત્યુના મુખમાં પણ જઇ શકે છે. આ એડવાન્સ દુનિયામાં સર્જરી બ્રેન ટ્યુમર નો સૌથી મોટો ઈલાજ છે. યોગ્ય સમયે આ બીમારી ની જાણ ન થવાથી સર્જરીની મદદ થી ટ્યુમર કાઢવામાં સરળતા રહે છે.

બ્રેન ટ્યુમર ને ગુજરાતીમાં મગજની ગાંઠ પણ કહેવામાં આવે છે. આ બીમારીમાં મગજની કોશિકાઓ અસાધારણ રીતે વધવા લાગે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને બ્રેન ટ્યુમરના શરૂઆતના લક્ષણો વિષે જણાવીશું. જો તમને પણ આમાંના કોઈ લક્ષણ છે તો તેને ધ્યાન બહાર કરવાને બદલે વહેલામાં વહેલી તકે ડોક્ટરને બતાવો.

અમે એવું નથી કહી રહ્યા કે બધા માથાના દુઃખાવા બ્રેન ટ્યુમર ના લક્ષણ હોય છે. પણ આ બ્રેન ટ્યુમર ની શરુઆતના લક્ષણ જરૂર હોઈ શકે છે. જો તમને સવારના સમયે માથાના દુખાવાની તકલીફ રહે છે તો થોડા સાવચેત થઇ જાવ. બ્રેન ટ્યુમર નો રોગ ખાસ કરીને સવારના સમયે થઇ શકે છે. જેમ જેમ ગાંઠ વધે છે માથાનો દુઃખાવો પણ વધવા લાગે છે. આવા લક્ષણો જોવામાં આવે એટલે તરત ડોક્ટર નો સંપર્ક કરવો.

બ્રેન ટ્યુમર થવાથી માણસને ઉલટી ની તકલીફ થવા લાગે છે. તે તકલીફ પણ ખાસ કરીને સવારના સમયે થાય છે. એક સ્થળ થી બીજા સ્થળે જવાથી પણ ઉલટી જેવો અહેસાસ થવા લાગે છે. જો તમારી સાથે પણ આવા લક્ષણ છે તો તરત ડોક્ટરને બતાવો.

સેરીબૈલ્મ માં ટ્યુમર થવાથી વ્યક્તિ ની હલન ચલન ઉપર અસર થવા લાગે છે. તે પોતાનું શારીરિક સંતુલન પણ જાળવી શકતા નથી. આવી તકલીફ થાય તો ડોક્ટર ને બતાવો.

જો વ્યક્તિના ટેમ્પોરલ લોબમાં ગાંઠ છે તો તેને બોલવામાં તકલીફ થશે. આવી સ્થિતિમાં વ્યક્તિ દ્વારા બોલવામાં આવતી વાતો સામાવાળા ને સમજી નથી શકતા. તેથી જો તમને પણ અચાનક જ બોલવામાં તકલીફ થવા લાગે તો જઈને ડોક્ટરને જરૂર મળો.

આંખથી ઓછું દેખાવું

બ્રેન ટ્યુમર થાય ત્યારે આંખોની દ્રષ્ટિ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આ તકલીફ એટલી હદે વધી જાય છે કે રંગો અને વસ્તુઓ ઓળખવામાં મુશ્કેલી થવા લાગે છે. ગાંઠ વધવાથી આંખોમાં ઝાંખું દેખાવા લાગે છે.

જો બ્રેન ટ્યુમર તમારા ફ્રંટલ લોબ માં છે તો તમે તમારા વ્યવહારમાં ફેરફાર નો અનુભવ કરશો. અને તે જગ્યાએ ગાંઠ થવાથી વ્યક્તિ ખુબ વધુ ગુસ્સા વાળો અને ચિડીયો બની જાય છે. જો તમે તમારા વ્યવહારમાં મોટો ફેરફાર અનુભવો તો એક વખત ડોક્ટર પાસે જઈને સલાહ જરૂર લેવી.

ગાંઠ નાં ઈલાજ જાણવા નાં આર્ટીકલ વાંચવા માટે ક્લિક કરો >>>>  શરીરની ગાંઠો ટીબી થી લઈને કેન્સરની બીમારી ના શરૂઆતના ચિન્હો હોય છે, એટલે જાણો તેના ઈલાજ

ગાંઠ નાં ઈલાજ જાણવા નાં આર્ટીકલ વાંચવા માટે ક્લિક કરો >>>>  આ ફૂલ ગાંઠને ઓગાળે છે, કેન્સરને ઠીક કરે છે, કુબડાપણ ને દુર કરે છે, હલતા દાંતને ફીટ કરે છે

ગાંઠ નાં ઈલાજ જાણવા નાં આર્ટીકલ વાંચવા માટે ક્લિક કરો >>>>  શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, રસોળી કે ટ્યુમ્બર નો ઘરઘથ્થુ ઉપચાર, સાવધાની થી બચશો કેન્સર થી

ગાંઠ નાં ઈલાજ જાણવા નાં આર્ટીકલ વાંચવા માટે ક્લિક કરો >>>> જાણો કેવીરીતે : આ 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગાંઠને ઓગાળી નાખે છે. વાળ માટે પણ છે વરદાન