મેગી મસાલા રેસિપી : માત્ર 15 મિનિટમાં તૈયાર કરો મેગીનો ચટપટો મસાલો, જાણો રેસિપી.

જેને દરેક શાકમાં નાખવાથી શાકનો સ્વાદ થઇ જાય છે બમણો, જાણો તે મેગી મસાલાની સરળ રેસિપી. મેગી મસાલાનો સ્વાદ મોટાભાગના લોકોને પસંદ હોય છે. તેનાથી કોઈ પણ સામાન્ય ડીશને ઘણી વિશેષ બનાવી શકાય છે. જો તમે ધારો તો માત્ર 15 મિનીટમાં ઘરે જાદુઈ મેગી મસાલો તૈયાર કરી શકો છે. તેને બનાવવા માટે ઘરમાં રહેલી વસ્તુથી જ કામ ચાલી જશે.

2 મિનીટમાં બનવાનો દાવો કરવા વાળી મેગીનો સ્વાદ તેના મસાલા વગર અધુરો છે. ઘણા લોકો તો દાળથી લઈને રાજમા અને ફ્રાઈડ રાઈસ સુધી ઘણી બધી વાનગીઓમાં મેગી મસાલો નાખે છે. ઘણા લોકો નુડલ્સના પેકેટમાંથી મસાલા કાઢીને રાખી લે છે, તો ઘણાની ગ્રોસરી શોપિંગની યાદીમાં મેગી મસાલો જરૂર શામેલ હોય છે. તમે ધારો તો ઘરમાં રહેલી વસ્તુઓમાંથી તેને જાતે જ અને ઝટપટ તૈયાર કરી શકો છો.

ઘરમાં બનાવો જાદુઈ મેગી મસાલો : બાળકો હોય કે મોટા, મેગી મસાલાનો સ્વાદ બઘાને ગમે છે. તેનો સ્વાદ બીજા મસાલાઓમાં મળવો થોડો મુશ્કેલ હોય છે. ફીકા અને સ્વાદ વગરના ભોજનનો સ્વાદ પણ મેગી મસાલાથી વધારી શકાય છે. ઘણા લોકોને લાગે છે કે, કંપની તેમાં કોઈ સિક્રેટ વસ્તુ નાખે છે, આથી તેનો સ્વાદ જાદુઈ બની જાય છે. જો તમે પણ દાળથી લઈને રાજમા સુધીમાં મેગી મસાલા નાખવાનું પસંદ કરો છો, તો હવે બજારમાંથી ખરીદવાને બદલે તેને ફટાફટ ઘરે જ તૈયાર કરી લો.

બનાવવાનો સમય – 15 મિનીટ

મેગી મસાલાની સામગ્રી :

3 ટેબલસ્પુન સુકા આખા ધાણા

½ ટેબલસ્પુન જીરુ

½ ટેબલસ્પુન વરીયાળી

4 આખા લાલ મરચા

1 નાનો ટુકડો તજ

¼ ટેબલસ્પુન મેથીના દાણા

1 નાનું જાયફળ

4 નાની ઈલાયચી

25-30 કાળા મરી

4 લવિંગ

½ ચમચી હળદર પાવડર

½ ચમચી ખાંડ

1 ટેબલસ્પુન આમચુર પાવડર

1 ટેબલસ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર

½ ચમચી મીઠું

1 ચમચી કોર્નફ્લોર (મકાઈનો લોટ)

½ ચમચી આદુ-લસણનો પાવડર

1 ચમચી ડુંગળી પાવડર

મેગી મસાલો બનાવવાની રીત :

(1) સુકા આખા ધાણામાં જીરુ, વરીયાળી, આખા લાલ મરચા, તજ, મેથીના દાણા, જાયફળ, ઈલાયચી, કાળા મરી અને લવિંગ મિક્સ કરો. તેને ખાંડણી-દસ્તાથી ખાંડી લો.

(2) ખાંડેલા મસાલાને ગરમ વાસણમાં નાખીને પછી ફ્લેમને મીડીયમ કરી દો. તેને 5-10 મિનીટ શેક્યા પછી ગેસ ઉપરથી ઉતારીને ઠંડો કરી લો.

(3) પછી આ મસાલાને મીક્ષરના જારમાં નાખો. સાથે હળદર પાવડર, ખાંડ, આમચુર પાવડર, કાશ્મીરી લાલ મરચું, મીઠું, કોર્નફ્લોર પાવડર, આદુ-લસણનો પાવડર અને ડુંગળી પાવડર પણ નાખો.

(4) બધા મસાલા સારી રીતે બ્લેન્ડ કરીને તેનો બારીક પાવડર બનાવી લો.

તમારો મેજિક મસાલો તૈયાર છે. તેને એયરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લો. શાક, દાળ, રાજમા કે કોઈ પણ ડીશ બની ગયા પછી છેલ્લે આ મસાલો નાખીને મિક્સ કરી દો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.