મેગીના લાડુ થઇ રહ્યા છે ફેમસ, તેને જોઈને લોકો બોલ્યા : આંખને સેનિટાઇઝ કરવી પડશે…

દૂધ અને દહીં વાળી મેગી પછી હવે માર્કેટમાં આવી ગયા છે મેગીના લાડુ, જાણો લોકોએ તેના પર કેવું રિએક્શન આપ્યું?

મહામારીમાં ઘણા લોકોએ લાડુ, જલેબી, બરફી આ બધી વસ્તુઓની સ્વાદ ચાખ્યો નથી. હાલમાં બસ મેગી જ એક એવી વસ્તુ જે ઘરમાં જયારે ઈચ્છો ત્યારે બનાવીને ખાઈ શકો છો. એટલા માટે લોકોએ હવે મેગીમાં પણ લાડુનો સ્વાદ શોધી કાઢ્યો છે. હા, સોશિયલ મીડિયા પર મેગીના લાડુ ઘણા ફેમસ થઇ રહ્યા છે, જેના પર લોકો અલગ અલગ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યા છે.

વરુણ બહલ નામના યુઝરે ટ્વીટર પર મેગીના લાડુની પોસ્ટ મૂકી છે. તે દેખાવમાં તો સરસ દેખાઈ રહ્યા છે, પણ આ લાડુને જોઈને એવું કહી શકીએ કે, મેગીના સ્વાદને લઈને દુનિયામાં જેવો ક્રેઝ છે, તેવો આમાં જોવા નહિ મળે. લોકોને તેનો ટેસ્ટ અલગ અલગ લાગશે.

વરુણે મેગીના લાડુના ફોટા પોસ્ટ કરતા કેપશન આપ્યું છે : આ દુનિયામાં બધું જોઈ લીધું છે. મેગીના લાડુ….

પહેલા પણ આવું કંઈક થઇ ચૂક્યું છે, જયારે લોકો દહીં સાથે મેગી ખાઈ ચુક્યા છે, તો દૂધ વાળી મેગી બનાવી ચુક્યા છે અને મેગીની ચોકલેટ પણ બની ચુકી છે. પરંતુ હાલમાં મેગીના લાડુ ઘણા ફેમસ થઇ રહ્યા છે.

જે લોકો મેગીના ફેન છે, તેમને આ લાડુ નથી ગમી રહ્યા. અને તેઓ પોતાનું દુઃખ જાહેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આંખને સેનિટાઇઝ કરવી પડશે. તો એક યુઝરે લખ્યું કે, આ જ જોવાનું બાકી રહી ગયું હતું. એક યુઝરે તો સોરી ઈન એડવાન્સ લખીને માની લીધું કે લોકોને આ ગમ્યું નથી.

બીજી તરફ કેટલાક લોકોને આ નવો એક્સપેરિમેન્ટ ગમી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે શાનદાર એક્સપેરિમેન્ટ.

કેટલાક કહે છે કે, કઈ પણ બનાવી લો, અહીં બધું ચાલે છે. જયારે એક યુઝરે લખ્યું કે આને તમે અજાણ્યું કરી શકતા નથી.

આ માહિતી ઇંડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.