મહાનાયકે કરી ખુબજ ભાવુક ટ્વીટ, લખ્યું – દીકરો થવાથી મારા ઉત્તરાધિકારી નહિ થાય, જે થશે તે…..

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અમે આજે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય પરંતુ સોશિયલ મીડિયા ઉપર સમય આપવાનું જરાપણ ભૂલતા નથી. તેમનો આ અંદાઝ દરેક ઉંમરના લોકોને તેમની સાથે જોડે છે અને અમિતાભ બચ્ચન આ ઉંમરમાં પણ સૌના ફેવરીટ બનેલા છે પરંતુ હવે તો તે ફિલ્મો માંથી નિવૃત્ત થવા માટે વિચારે છે અને હવે તે વાતને લઈને મહાનાયકે કર્યું ઘણું ભાવુક ટ્વીટ. આ ટ્વીટમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી વિષે જણાવ્યું જે પંક્તિ તેમના પિતા અને પ્રસિદ્ધ કવી હરિવંશરાય બચ્ચનની કવિતા સંગ્રહ માંથી લેવામાં આવી છે.

મહાનાયકે કર્યું ઘણું ભાવુક ટ્વીટ

અમિતાભ બચ્ચન બોલીવુડના મોટી ઉંમરના અભિનેતા છે અને ઉંમરના આ સ્ટેજ ઉપર પણ તે સતત પોતાની ફિલ્મો અને કામમાં વ્યસ્ત રહે છે. બીગ બીનો હોસ્ટેડ શો ‘કોન બનેગા કરોડપતિ’ ની આ સીઝન પણ સુપરહિટ રહી અને આ દિવસોમાં તે પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ના શુટિંગમાં પણ વ્યસ્ત રહે છે.

આ વ્યસ્તતા અને પ્રોફેશનલ કમીટમેંટ વચ્ચે બીગ બી હાલમાં જ પોતાના પિતાના સન્માન માટે એક કાર્યક્રમમાં ભાગ લેવા પોલેન્ડ ગયા. અમિતાભ બચ્ચને મંગળવારે મોડી રાત્રે પોતાના ટ્વીટર ઉપર એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું છે, મારા દીકરા, દીકરા થવાથી મારા ઉત્તરાધિકારી નહિ ગણાય.

મહાનાયકનું આ ટ્વીટ જોઈ ઘણા લોકો આ ટ્વિટને તેમના દીકરા અભિષેક બચ્ચનને જોડીને જોવા લાગ્યા પરંતુ તે બીગ બી પોતાના દીકરા માટે નહિ, પરંતુ પોતાના પિતા અને પ્રસિદ્ધ કવી હરિવંશ રાય બચ્ચનજીની વાત છે જે તેમણે પોતાના દીકરા એટલે અમિતાભ માટે કહી હતી. આ ટ્વીટમાં બીગ બી એ લખ્યું, મારા દીકરા, દીકરા હોવાથી મારા ઉત્તરાધિકારી નહી ગણાય, જે મારા ઉત્તરાધિકારી હશે, તે મારા દીકરા હશે, હરિવંશ રાય બચ્ચન. અને હું સતત પ્રયાસ કરીશ કે હું તેમનો ઉત્તરાધિકારી બની શકું.

અમિતાભ બચ્ચનના પિતા અને ભારતના મહાન કવી હરિવંશ રાય બચ્ચનને પોલેન્ડમાં સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમિતાભ પણ પોલેન્ડ ગયા અને ત્યાં ગયા પછી એરપોર્ટ ઉપરથી થોડા ફોટા શેર કરતા તેમણે લખ્યું, આ તો એ દેશ છે વિદેશમાં, જે પૂજ્ય બાબુજીને સન્માનિત કરવા જઈ રહ્યા છે. એક પુત્ર માટે તેનાથી મોટી ભાગ્યશાળી વાત બીજી કાંઈ નથી હોઈ શકતી.

હરિવંશરાય બચ્ચનને શ્રદ્ધાંજલિ આપતા અમિતાભ બચ્ચન યુરોપના સૌથી જુના ચર્ચથી એક તસ્વીર શેર કરી. ચર્ચની અંદરની સુંદર કલાકારી અને સુંદરતા જોવા લાયક છે. હવે જો મહાનાયકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘બ્રહ્માસ્ત્ર’ ના શુટિંગ સાથે જ તે ‘ગુલાબો સીતાબો’ અને ‘ચહેરા’ જેવી ફિલ્મોના શુટિંગ પણ કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.