37 વર્ષ પછી દિવાળી પર બની રહ્યો છે મહાસંયોગ, આ મુહૂર્તમાં કરો માં લક્ષ્મીની પૂજા, આખુ વર્ષ ધનનો વરસાદ થશે

આ વર્ષે દિવાળીનો મહાપર્વ રવિવારના દિવસે આવી રહ્યો છે. રવિવાર સૂર્યદેવનો દિવસ હોય છે. એવામાં સૂર્યદેવનો દિવસ, ચિત્રા નક્ષત્ર અને અમાસનો આ મહાસંયોગ 37 વર્ષ પછી બની રહ્યો છે. આ સંયોગનો સંપૂર્ણ લાભ દરેક ભક્તોને મળવાનો છે. તેઓ માં લક્ષ્મીની અપાર કૃપાના પાત્ર બની શકે છે. સાથે જ માં કાળીની પૂજા કરવાથી પણ ખુબ લાભ મળશે.

દર વર્ષે દિવાળી આસો માસની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે તે 27 ઓક્ટોબરના રોજ રવિવારે આવી રહી છે. આ આસો માસની વર્ષની સૌથી મોટી રાત પણ હોય છે. શાસ્ત્રોનું માને તો દિવાળી પર દીવો બળવો અનિવાર્ય હોય છે. દીવા વિના દિવાળી અધૂરી હોય છે. દિવાળી પર કેટલાક ખાસ કામ કરી તમે માં લક્ષ્મીને પ્રસન્ન પણ કરી શકો છો.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ :

દિવાળી પર ઘરની પૂર્ણ સાફ સફાઈ થયેલી હોવી જોઈએ. એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને માં લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. ઘરના મુખ્ય દ્વારા પર વિશેષ સાફ સફાઈ હોવી જોઈએ. દરવાજાની સામે તમારે બુટ, ચપ્પલ મુકવા નહિ. સાથે જ ઘરની બહાર રંગોળી જરૂર બનાવો. દિવાળીના દિવસે ઘરની બહાર હળદર વાળું પાણી છાંટવું શુભ હોય છે. તે ઘરમાં ખરાબ શક્તિઓને આવવા દેતું નથી અને સાથે જ સકારાત્મક ઉર્જા ફેલાવે છે. દિવાળીના દિવસે રસોડા પર એઠા વાસણ રાખવા નહિ, આનાથી દરિદ્રતા આવે છે.

સાથે જ રસોડાની અંદર એક દીવો જરૂર પ્રગટાવો જોઈએ, એનાથી અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે. તમે ઈચ્છો તો માં અન્નપૂર્ણા દેવીની પૂજા પણ કરી શકો છો. એના સિવાય દિવાળી પર માં લક્ષ્મીની સામે ઓછામાં ઓછા 5 પ્રકારના ફળ જરૂર રાખો. ઉપરાંત કોઈ મીઠી વસ્તુ જેવી કે મીઠાઈ, લાડુ વગેરે પણ રાખી શકો છો.

દિવાળી વાળા દિવસે તમારે બધાએ પોતાના ઘરમાં રાખેલા ધન અને દાગીનાની પૂજા પણ કરવી જોઈએ. આનાથી આખું વર્ષ ઘરમાં બરકત બની રહેશે. માં લક્ષ્મીને કમળનું ફૂલ અને ગણેશજીને દુર્વા ઘાસ અને ધૂપ અર્પણ કરો.

દિવાળીના દિવસે આ કામ ભૂલથી પણ કરો નહિ :

દિવાળીના દિવસે ઘરમાં ગંદગી ફેલાવો નહિ. એનાથી નકારાત્મક ઉર્જા જન્મે છે જેનાથી માં લક્ષ્મી તમારા ઘરે આવશે નહિ. આ વાતનું પણ ધ્યાન રાખો કે દિવાળી પર પરિવારના સભ્યો વચ્ચે કોઈ પ્રકારની લડાઈ થાય નહિ. આ ઝગડો જ એક પ્રકારે નકારાત્મકતા ફેલાવે છે. અને આમ પણ તમારે માં લક્ષ્મીની પૂજા સાફ અને શાંત મનથી કરવી જોઈએ. આ દિવસે ઘરમાં મહિલાઓ અને દીકરીઓ સાથે કોઈ ખરાબ વ્યવહાર કરવું જોઈએ નહિ. તે ઘરની લક્ષ્મી હોય છે. સાથે જ દિવાળી પર લોકોને પૈસા ઉધાર આપવાથી બચો, આ શુભ હોતું નથી.

પૂજા મુહૂર્ત :

દિવાળી પર માં લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. એવામાં તમારે આ પૂજા એક યોગ્ય સમયે એટલે કે મુહૂર્ત પર જ કરવી જોઈએ. આનાથી તમને ખુબ લાભ થશે. આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબર 2019 ના રોજ બોપોરે 12 વાગીને 23 મિનિટથી શરૂ થશે અને 28 ઓક્ટોબર 2019 ના રોજ સવારે 9 વાગીને 8 મિનિટ સુધી ચાલશે. એવામાં માં લક્ષ્મીની પૂજાનો ઉત્તમ સમય(મુહૂર્ત) 27 ઓક્ટોબરે સાંજે 6 વાગીને 42 મિનિટથી રાત્રે 8 વાગીને 12 મિનિટનો રહેશે. આનો કુલ સમય 1 કલાકને 30 મિનિટનો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.