21 ફેબ્રુઆરીએ છે મહાશિવરાત્રી, આ દિવસે કરો રાશિ પ્રમાણે મંત્રનો જાપ, પુરી થઇ જશે દરેક ઈચ્છા

મહાશિવરાત્રીનું પર્વ આ વર્ષે 21 ફેબ્રુઆરીના દિવસે આવી રહ્યું છે. મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધ ચડાવવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે જો શિવજીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે તો આ બંને ભગવાનોની કૃપા બની જાય છે. એટલા માટે આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે શિવજી અને વિષ્ણુજીની પૂજા એક સાથે જરૂર કરો.

આ રીતે કરો પૂજા :

મહાશિવરાત્રીના દિવસે સવારે સ્નાન કરીને મંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગની પૂજા કરો. પૂજા કરવા માટે સૌથી પહેલા શિવલિંગ પર જળ અર્પણ કરો.

જળ ચઢાવ્યા પછી શિવલિંગ પર દૂધ, ઘી, દહીં અને શાકર નાખો અને તેનાથી શિવલિંગને સ્નાન કરાવો.

આ બધી વસ્તુ સારી રીતે શિવલિંગ પર લગાવ્યા પછી તેના પર દૂધ અર્પણ કરો.

ફરીથી શિવલિંગ પર પાણી નાખો અને તેની મદદથી શિવલિંગને સાફ કરો. હવે શિવલિંગને ચંદનનું તિલક લગાવો અને તેના પર બીલીપત્ર, ફૂલ અને ફળ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

એક ઘી નો દીવો પ્રગટાવો અને શિવજીની નીચે રહેલી આરતી ગાવ.

जय शिव ओंकारा ॐ जय शिव ओंकारा ।

ब्रह्मा विष्णु सदा शिव अर्द्धांगी धारा ॥ ॐ जय शिव…॥

एकानन चतुरानन पंचानन राजे ।

हंसानन गरुड़ासन वृषवाहन साजे ॥ ॐ जय शिव…॥

दो भुज चार चतुर्भुज दस भुज अति सोहे।

त्रिगुण रूपनिरखता त्रिभुवन जन मोहे ॥ ॐ जय शिव…॥

अक्षमाला बनमाला रुण्डमाला धारी ।

चंदन मृगमद सोहै भाले शशिधारी ॥ ॐ जय शिव…॥

श्वेताम्बर पीताम्बर बाघम्बर अंगे ।

सनकादिक गरुणादिक भूतादिक संगे ॥ ॐ जय शिव…॥

कर के मध्य कमंडलु चक्र त्रिशूल धर्ता ।

जगकर्ता जगभर्ता जगसंहारकर्ता ॥ ॐ जय शिव…॥

ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका ।

प्रणवाक्षर मध्ये ये तीनों एका ॥ ॐ जय शिव…॥

काशी में विश्वनाथ विराजत नन्दी ब्रह्मचारी ।

नित उठि भोग लगावत महिमा अति भारी ॥ ॐ जय शिव…॥

त्रिगुण शिवजीकी आरती जो कोई नर गावे ।

कहत शिवानन्द स्वामी मनवांछित फल पावे ॥ ॐ जय शिव…॥

ભગવાન વિષ્ણુની પૂજા :

મહાશિવરાત્રીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ શુભ ફળ આપે છે. એટલા માટે આ દિવસે શિવજીની પૂજા કર્યા પછી વિષ્ણુજીનું પૂજન પણ કરો. વિષ્ણુજીનું પૂજન કરવા માટે સૌથી પહેલા પૂજા ઘરમાં એક બાજઠ રાખો. આ બાજઠ પર પીળા રંગનું વસ્ત્ર પાથરી દો અને વિષ્ણુજીનો ફોટો સ્થાપિત કરો. એ પછી વિષ્ણુજીને પીળા રંગના ફૂલ અર્પણ કરો અને તેમને ભોગ ધરાવો.

બાજઠ પર એક દીવડો પ્રગટાવી દો અને પૂજા શરૂ કરો. પૂજા કરતા સમયે સૌથી પહેલા પૂજાનો સંકલ્પ લો. પૂજા કરતા સમયે વિષ્ણુજી સાથે જોડાયેલા પાઠ વાંચો અને અંતમાં વિષ્ણુજીની આરતી ઉતારો. સાંજના સમયે ફરીથી આ રીતે વિષ્ણુજીની પૂજા કરો અને તુલસીની સામે દીવો પણ પ્રગટાવો.

જરૂર કરો આ મંત્રોનો જાપ :

મહાશિવરાત્રીના દિવસે જો સાચા મનથી પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો દરેક કામ પુરા થઈ જાય છે. એટલા માટે તમે મહાશિવરાત્રીનું વ્રત જરૂર રાખો. વ્રત રાખવાની સાથે જ નીચે જણાવેલ મંત્રનો જાપ કરો. પોતાની રાશિ અનુસાર આ મંત્રોનો જાપ કરવાથી શિવજી પ્રસન્ન થઈ જશે.

મેષ રાશિ : ॐ વિશ્વરુપાય નમઃ નો જાપ કરો.

વૃષભ રાશિ : ॐ ઉપેન્દ્ર નમઃ નો જાપ કરો.

મિથુન રાશિ : ॐ અનંતાય નમઃ નો જાપ કરો.

કર્ક રાશિ : ॐ દયાનિધિ નમઃ નો જાપ કરો.

સિંહ રાશિ : ॐ જ્યોતિરાદિત્યાય નમઃ નો જાપ કરો.

કન્યા રાશિ : ॐ અનિરુદ્ધાય નમઃ નો જાપ કરો.

તુલા રાશિ : ॐ હિરણ્યગર્ભાય નમઃ નો જાપ કરો.

વૃશ્ચિક રાશિ : ॐ અચ્યુતાય નમઃ નો જાપ કરો.

ધનુ રાશિ : ॐ જગતગુરુવે નમઃ નો જાપ કરો.

મકર રાશિ : ॐ અજયાય નમઃ નો જાપ કરો.

કુંભ રાશિ : ॐ અનાદિય નમઃ નો જાપ કરો.

મીન રાશિ : ॐ જગન્નાથાય નમઃ નો જાપ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.