મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

મોટામાં મોટું સંકટ દૂર કરવા માટે મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, નિષ્ફ્ળતા થશે દૂર

જ્યારે વ્યક્તિને કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી આવે છે અથવા કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી હોય છે ત્યારે તે સીધો ભગવાનના શરણોમાં આવી જાય છે અને તે તેની સમસ્યાઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. એવું કોઈ વ્યક્તિ નથી ઇચ્છતા કે તે પોતાના જીવનમાં દુઃખી રહે, પરંતુ ન ઇચ્છતા હોવા છતાં પણ સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિ અને આપણી કુંડળીમાં કોઈ પ્રકારના દોષ આપણેને તે મુશ્કેલીઓમાં મૂકી દે છે, આપણા જીવનમાં શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહ ઘણી મોટી સમસ્યાઓનું કારણ બને છે અને આ બધા દ્વારા આપવામાં આવેલા તમામ દુઃખોમાંથી છૂટકારો મેળવવા માટે માણસ પાસે હનુમાનજીની પૂજા કરવાનો જ એક માત્ર રસ્તો હોય છે, કલયુગમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે, જે તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમના જીવનમાં આવનારી તમામ અડચણો દુર કરે છે, હનુમાનજીથી બધા દુષ્ટ ગ્રહો ડરતા રહે છે, તેમની પૂજા કરવાથી માનવ જીવનના તમામ દુઃખો દૂર થાય છે.

જો તમે રોજ નિયમિત રીતે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાનાષ્ટક, બજરંગ બાણના પાઠ કરો છો અને મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીના દર્શન કરો છો, તો તેનાથી તમને તમારી બધી મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે, પરંતુ તેમ છતાં પણ કેટલીક બાબતો છે, જે ધ્યાનમાં રાખવી જરૂરી છે, તે એ છે કે હનુમાનજીની પૂજા દરમિયાન, તેની કઈ મૂર્તિ કે ફોટાના દર્શન કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે? આજે અમે તમને આ લેખ દ્વારા આ વિષય અંગેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

નોકરીમાં પ્રગતી મળે

જો તમે તમારી નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે સફેદ સ્વરૂપ અને રંગીન કપડામાં મહાબલી હનુમાનજીની પૂજા કરો, તેનાથી તમારી પ્રગતિમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર થશે અને તમારી પ્રગતિની સંભાવનાઓ પ્રબળ બનશે. તે ઉપરાંત જે વ્યક્તિ નોકરીની શોધમાં આમ તેમ ભટકતા હોય છે, તેમની એ સમસ્યા પણ ટૂંક સમયમાં હલ થઇ જશે.

ખરાબ નસીબથી છૂટકારો મેળવવા માટે

જે વ્યક્તિને તેના ખરાબ નસીબથી છૂટકારો મેળવવો છે, તો તેના માટે તે મહાબલી હનુમાનજીની એવી તસવીરની પૂજા કરે જેમાં હનુમાનજી શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાના ચરણોમાં બેઠા હોય, જો તમે એમ કરો છો, તો તેનાથી મહાબલી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે.

હિંમત વધારવા માટે

જો તમે તમારી બહાદુરી અને હિંમત વધારવા માંગો છો, તો તેના માટે તમારે મહાબલી હનુમાનજીની એ તસવીરોની પૂજા કરવી જોઈએ, જેમાં તેઓ તેમના સાહસ, પરાક્રમ, અને આત્મવિશ્વાસથી ભરેલા જોવા મળતા હોય.

એકાગ્રતા અને શક્તિ પ્રાપ્તિ માટે

જે તસ્વીરમાં મહાબલી હનુમાનજી ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે, જો તમે આવી તસ્વીરની પૂજા કરો છો, તો તેનાથી તમને માનસિક શક્તિ મળે છે, તેની સાથે જ તમારી એકાગ્રતામાં પણ વધારો થાય છે.

ઘર પારિવારમાં સુખ માટે

જો તમે તમારા ઘરમાં કોઈ ભગવાનનો ફોટો લાવો છો, તો દેવી-દેવતાઓનું સ્થાન ઉત્તર દિશામાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે, તેથી જે ફોટામાં હનુમાનજીનું મોઢું ઉત્તર દિશા તરફ છે તે ફોટાની તમે પૂજા કરો. એવા ફોટાને ઉત્તર મુખી ફોટો કહેવામાં આવે છે, જો તમે આ સ્વરૂપની પૂજા કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)