મહાભારત મુજબ આ 4 ભૂલોથી થઇ રહ્યું છે માણસનું આયુષ્ય ઓછું, વિજ્ઞાન પણ સ્વીકારી ચુક્યું છે સત્ય.

આ દુનિયામાં દરેક જીવ જંતુ પોતાની એક ચોક્કસ ઉંમર ભોગવવા માટે જ જન્મ લે છે. આપણે માણસ જીવનના મોહમાં મૃત્યુને ભૂલી જઈએ છીએ પરંતુ મૃત્યુ એક એવું સત્ય છે, ને આપણે ઇચ્છીએ તો પણ ફેરવી નથી શકતા. શાસ્ત્રોના જણાવ્યા મુજબ વ્યક્તિના જન્મથી પહેલા જ મૃત્યુનો સમય નક્કી કરી દેવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણા કર્મોના ફળને લઇને આ જીવન અને મૃત્યુમાં પરિવર્તન પણ થઇ શકે છે. જેથી વ્યક્તિનું ક્યારે પણ કટાણે મૃત્યુ થઇ શકે છે.

તે વાત જો મહાભારતની કરીએ તો મહાત્મા વિદુર એ હસ્તિનાપુરના સમ્રાટ ધૃતરાષ્ટ્ર એ ઉંમર ઓછી કરવાના કારણ વિષે બતાવ્યું હતું. વૈદો અને પુરાણોમાં લખેલા તથ્યો મુજબ માણસની ઉંમર ૧૦૦ વર્ષની બતાવવામાં આવી છે. પરંતુ અમુક કારણો અને ભૂલોને લઇને તેને કટાણે મૃત્યુનો સામનો કરીને વહેલા પ્રાણ ત્યાગવા પડે છે.

ધરતી ઉપર એવા કોઈ વ્યક્તિ નથી જે કાયમ માટે જીવી શકતા હોય. ત્યાં સુધી કે મોટા મોટા દેવી દેવતાઓને પણ પોતાનું શરીર ત્યાગવું પડ્યું હતું. પરંતુ વાત જો આજના સમયની કરીએ તો કળયુગના આ સમયમાં પાપ એટલા વધી ગયા છે કે લોકો અજાણતામાં થોડી એવી ભૂલો કરી રહ્યા છે, જે તેમની ઉંમર ઓછી કરવાનું કારણ બની રહ્યું છે.

મહાભારત ઉપરાંત અષ્ટાંદશમાં પણ જણાવવામાં આવ્યું છે કે લાલચ, સ્વાર્થીપણું વગેરે જેવી ભાવનાઓ માણસની ઉંમર ઓછી કરવાની મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિશેષ લેખમાં અમે તમને એવા 4 કારણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે માણસની ઉંમર ઓછી કરવા માટે જવાબદાર છે.

અભિમાન કરવું :-

માણસની સૌથી મોટી ખરાબી તેનો ઘમંડ જ હોય છે. જે વ્યક્તિ સૌને એક સરખા સમજે છે, તે હીન ભાવનાઓથી દુર રહે છે. પરંતુ જે વ્યક્તિના મનમાં ઘમંડ ઘર બનાવી લે છે, તે માત્ર પોતાને ઊંચા સમજે છે અને બીજા લોકોને તુચ્છ સમજીને તેનો તિરસ્કાર કરવા લાગે છે. તેનાથી તે વ્યક્તિની ઉંમર ઉપર ઊંડી અસર થાય છે.

વધુ બોલવું :-

માણસના વધુ બોલવાને કારણે પણ મૃત્યુ નજીક જવાનું એક કારણ છે. ખાસ કરી ને જે માણસ સમજ્યા વિચાર્યે હદ કરતા વધુ બોલે છે અને સામે વાળાને ધ્યાન બહાર કરી દે છે, તે ક્યારે પણ કોઈનું ભલું નથી કરી શકતા. એટલા માટે મહાભારત મુજબ એવા વ્યક્તિની ઉંમર ધીમે ધીમે ઓછી થઇ શકે છે.

માણસનો ગુસ્સો :-

ગુસ્સો એક એવી વસ્તુ છે, જે કોઈનું પણ ભલું નથી થવા દઈ શકતું. એવા સમયે જો માણસ દરેક સમયે ગુસ્સે રહે છે, તે પોતાના દિલ અને મગજનું નથી સાંભળી શકતા અને ન તો સારા ખરાબની ઓળખ કરી શકે છે. શાસ્ત્રો મુજબ માણસનો ગુસ્સો તેનો સૌથી મોટો દુશ્મન છે. જે તેની ઉંમર ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

દગો દેવાની ભાવના:-

દગો કોઈ પાપથી ઓછો નથી. આપણે જયારે પણ કોઈ વ્યક્તિ સાથે દગો કરીએ છીએ, તો તેનો વિશ્વાસ આપણી ઉપરથી હંમેશા માટે ઉઠી જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં દગો દેવો સૌથી નીચ કામ માનવામાં આવે છે. તેની સીધી અસર માણસના જીવન ઉપર પડે છે.

મોટા મોટા વેજ્ઞાનિકો પણ મહાભારતના આ તથ્યોને બદલી નથી શક્યા. ડોક્ટર્સ મુજબ જે વ્યક્તિ જલ્દી ગુસ્સો કરે છે તેને જલ્દી ગઢપણ આવે છે. તે ઉપરાંત ઘમંડ, સ્વાર્થ, ખોટું વગેરે ટેવો માણસના આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. મહાભારતના વિદુરના જણાવ્યા મુજબ.

अतिमानोअतिवादश्च तथात्यागो नराधिप।

क्रोधश्चात्मविधित्सा च मित्रद्रोहश्च तानि षट्।।

एत एवासयस्तीक्ष्णा: कृन्तन्यायूंषि देहिनाम्।

एतानि मानवान् घ्नन्ति न मृत्युर्भद्रमस्तु ते।।

અર્થ : ઘમંડ કરવો, વધુ બોલવું, ત્યાગનો અભાવ, ગુસ્સો, સ્વાર્થીપણું, દગો એવા મૂળ કારણ છે, જેનાથી માણસની ઉંમર સીધી અસર પડે છે. આ માંથી જો એક પણ ટેવ કોઈ માણસમાં આવી જાય તો તેની ઉંમર ધીમે ધીમે ઓછી થવા લાગે છે.