જાણો મહાભારતના 5 પ્રમુખ શ્રાપ, જેનો પ્રભાવ આજે પણ એટલોજ છે.

જાણો મહાભારતના પાંચ મુખ્ય શ્રાપ, જેની અસર આજે પણ થઇ રહેલ છે !!

હિંદુ ધર્મ ગ્રંથોમાં અનેક શ્રાપોનું વર્ણન છે અને દરેક શ્રાપોમાં કોઈને કોઈ કારણ છુપાયેલ હતું. ઘણા શ્રાપોમાં વિશ્વના ફાયદા નિમીત હતા, તો ઘણા શ્રાપોનું તેની પાછળ છુપાયેલ વાર્તાઓમાં મહત્વની ભૂમિકા હતી.

આજે અમે તમને એવા પાંચ શ્રાપો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ઈતિહાસમાં તો મહત્વનું યોગદાન છે જ પણ તેની અસર હાલમાં પણ સાબિતી તરીકે જોઈ શકાય છે.

૧. યુધીષ્ઠીરે આપ્યો હતો તમામ સ્ત્રીઓને આ શ્રાપ :

પ્રસિદ્ધ ગ્રંથ મહાભારત મુજબ જયારે યુદ્ધ સમાપ્ત થયું, તો માતા કુંતીએ પાંડવોની પાસે જઈને તેમને એ રહસ્ય જણાવ્યું કે કર્ણ તેમનો ભાઈ હતો. બધા પાંડવ આ વાત સાંભળીને દુ:ખી થયા. યુધિષ્ઠિરે રીતી રીવાજ મુજબ કર્ણના અંતિમ સંસ્કાર કર્યા અને શોકમય થઈને માતા કુંતી પાસે ગયા, અને તે ક્ષણે તેમણે તમામ સ્ત્રી જાતિને આ શ્રાપ આપી દીધો કે આજથી કોઈ સ્ત્રી કોઈપણ પ્રકારની ખાનગી વાતનું રહસ્ય નહી છુપાવી શકે.

૨. શ્રુંગી ઋષિનો પરીક્ષિત શ્રાપ :

જયારે પાંડવો સ્વર્ગલોક તરફ જઈ રહ્યા હતા, તો તેમણે પોતાનું આખું રાજ્ય અભિમન્યુના પુત્ર પરીક્ષિતના હાથમાં સોંપી દીધું. રાજા પરીક્ષિતના શાસનકાળમાં તમામ પ્રજા સુખી હતી. એક વખત રાજા પરીક્ષિત વનમાં આખેટ રમવા ગયા ત્યારે તેમને ત્યાં શમીક નામના ઋષિ જોવા મળ્યા. તે પોતાની તપસ્યામાં મગ્ન હતા અને તેમણે મૌન વ્રત ધારણ કરેલ હતું.

જયારે રાજાએ તેમણે કેટલીય વખત બોલાવવાનો પ્રયત્ન કર્યો તો પણ તેમણે મૌન રાખ્યું, તો ક્રોધમાં આવીને તેમણે ઋષિના ગળામાં મરેલો સાંપ નાખી દીધો. જયારે આ વાતની ઋષિ શમીકના પુત્ર શ્રુંગીને ખબર પડી તો તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો, કે આજથી સાત દિવસ પછી રાજા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી થઇ જશે. રાજા પરીક્ષિતના જીવિત રહેવાથી કળયુગમાં એટલી હિમ્મત ન હતી કે તે છવાઈ શકે પણ તેમના મૃત્યુ પછી જ કલયુગ આખા વિશ્વ ઉપર છવાઈ ગયો.

૩. શ્રીકૃષ્ણનો અશ્વસ્થામાંને શ્રાપ :

મહાભારત યુદ્ધના અંત સમયમાં જયારે અશ્વસ્થામાંએ દગાથી પાંડવ પુત્રોનો વધ કરી નાખ્યો, ત્યારે પાંડવ ભગવાન શ્રીકૃષ્ણ સાથે અશ્વસ્થામાંનો પીછો કરીને મહર્ષિ વૈદવ્યાસના આશ્રમ સુધી પહોચી ગયા. ત્યારે અશ્વસ્થામાંએ પાંડવો ઉપર બ્રહ્માસ્ત્રથી હુમલો કરેલો. તે જોઇને અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું.

મહર્ષિ વ્યાસે બન્ને અસ્ત્રોને અથડાવવાથી અટકાવ્યા, અને અશ્વસ્થામાં અને અર્જુન પાસેથી પોત પોતાના બ્રહ્માસ્ત્ર પાછા લઇ લેવા કહ્યું. ત્યારે અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું લઇ લીધું. પણ અશ્વસ્થામાં આ વિદ્યા જાણતા ન હતા, તેથી તેમણે પોતાના અસ્ત્રની દિશા બદલીને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ કરી દીધી.

આ જોઇને ભગવાન શ્રીકૃષ્ણએ અશ્વસ્થામાંને શ્રાપ આપેલ કે તું ત્રણ હજાર વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ભટકતો રહીશ અને કોઈ પણ જગ્યાએ કોઈ પુરુષ સાથે તું વાતચીત કરી શકીશ નહી. તારા શરીરમાંથી પરું સને લોહીની ગંધ આવશે. તેથી તૂ મનુષ્ય વચ્ચે નહી રહી શકે. ઊંડા જંગલમાં જ પડી રહીશ.

૪. ભાંડવ ઋષિનો યમરાજને શ્રાપ :

મહાભારતમાં ભાંડવ ઋષિનું વર્ણન આવે છે. એક વખત રાજાએ અજાણતા ન્યાયમાં ભૂલ કરી દીધી અને પોતાના સૈનિકોને ઋષિ ભાંડવને શૂળી ઉપર ચડાવવાનો હુકમ આપ્યો. પણ ઘણા લાંબા સમય સુધી પણ શૂળી ઉપર લટકવા છતાં પણ ઋષિનો જીવ ન ગયો, તો રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ઋષિ ભાંડવને શૂળી ઉપરથી ઉતરાવ્યા અને પોતાની ભૂલની ક્ષમા માગી.

ત્યાર પછી ઋષિ ભાંડવ યમરાજને મળવા ગયા અને તેમને પૂછ્યું કે ક્યા કારણથી મને ખોટા આરોપની સજા મળી. જ્યારે તમે ૧૨ વર્ષના હતા તો તમે એક નાના કીડાની પૂંછડીમાં સોય ઘુસાડી હતી, જેના કારણે તમારે આ સજા ભોગવવી પડી.

ત્યારે ઋષિ ભાંડવએ યમરાજને કહ્યું કે કોઈને પણ ૧૨ વર્ષની ઉંમરમાં આ વાતનું જ્ઞાન હોતું નથી કે શું ધર્મ છે અને શું અધર્મ. કેમ કે તમે એક નાના અપરાધ માટે મને ઘણી મોટી સજા આપેલ છે. છેલ્લે તમને શ્રાપ આપું છું કે તું શુદ્ર યોનીમાં દાસીના પુત્ર તરીકે જન્મ લઈશ. ભાંડવ ઋષિના આ શ્રાપને કારણે યમરાજને વિદુર તરીકે જન્મ લેવો પડ્યો.

૫. ઉર્વશીનો અર્જુનને શ્રાપ :

મહાભારત કાળમાં એક વખત અર્જુન દિવ્યશસ્ત્ર મેળવવા માટે સ્વર્ગ લોક ગયા. ત્યાં ઉર્વશી નામની એક અપ્સરા તેમના ઉપર આકર્ષિત થઇ ગઈ. જ્યારે ઉર્વશીએ આ વાત અર્જુનને જણાવી તો તેમણે ઉર્વશીને પોતાની માતા સમાન ગણાવી. આ વાત ઉપર ઉર્વશી ગુસ્સે થઇ ગઈ અને તેમણે અર્જુનને કહ્યું, કે તું એક નપુંસકની જેમ વાત કરી રહ્યો છે. હું તને શ્રાપ આપું છું કે તું નપુંસક થઇ જઈશ અને સ્ત્રીઓ વચ્ચે તારે નર્તકી બનીને રહેવું પડશે.

જયારે આ વાત અર્જુને દેવરાજ ઇન્દ્રને જણાવી તો ઇન્દ્રએ સંતાવના આપતા કહ્યું, કે તારે ગભરાવાની જરૂર નથી. આ શ્રાપ તારા વનવાસ સમય દરમિયાન કામ કરશે અને અજ્ઞાતવાસ સમયે તું નર્તકીના વેશમાં કૌરવોની નજરમાંથી બચતો રહીશ.