મહાભારત યુદ્ધ સાથે જોડાયેલું એક વિચિત્ર રહસ્ય જે તમે નથી જાણતા

જો મહાભારતને વિશ્વનું પ્રથમ વિશ્વયુદ્ધ કહેવામાં આવે તો કોઈ નવાઈ ન થવી જોઈએ. આ વિશાળ યુદ્ધમાં વિશ્વની ઘણી સેનાઓ એ ભાગ લીધો હતો. સ્વયં કૃષ્ણ ભગવાનની આંખો સામે થયેલું આ ધર્મયુદ્ધ કોઈ રહસ્યથી ઓછું નથી.

મહાભારતમાં જે લખવામાં આવ્યું છે કે અહિયાં જે કાંઈ પણ લખ્યું છે, તે તમને દુનિયાના કોઈપણ પુસ્તકમાં લખેલું મળી જશે, પરંતુ અહિયાં જે કાંઈ નથી લખ્યું તે ક્યાય પણ નહિ મળે એટલે મહાભારતમાં સંપૂર્ણ ધર્મ, દર્શન, સમાજ, સંસ્કૃતિ, યુદ્ધ અને જ્ઞાન વિજ્ઞાનની વાતો રહેલી છે. એવું કાંઈ પણ નથી, જે મહાભારતમાં ન હોય.

તેની સાથે મહાભારત યુદ્ધના ઘણા એવા રહસ્ય પણ છે, જેને હજુ સુધી ઉકેલવામાં નથી આવ્યા. એ રહસ્યો માંથી એક રહસ્ય છે ૧૮ની સંખ્યાનું. કહે છે કે મહાભારત યુદ્ધમાં ૧૮ની સંખ્યાનું ઘણું મહત્વ છે.

આવો જાણીએ આ સંખ્યાનું મહત્વ અને રહસ્યોને. :-

૧૮ નું રહસ્ય : કહે છે કે મહાભારત યુદ્ધમાં ૧૮ની સંખ્યાનું ઘણું મહત્વ છે. મહાભારતના પુસ્તકમાં ૧૮ અધ્યાય છે. કૃષ્ણ એ કુલ ૧૮ દિવસ સુધી અર્જુનને જ્ઞાન આપ્યું. ૧૮ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ગીતામાં પણ ૧૮ અધ્યાય છે. કૌરવો અને પાંડવોની સેના પણ કુલ ૧૮ અક્ષાહીની સેના હતી. જેમાં કૌરવોની ૧૧ અને પાંડવોની ૭ અક્ષોહીની સેના હતી. આ યુદ્ધના મુખ્ય સુત્રધાર પણ ૧૮ હતા. આ યુદ્ધમાં કુલ ૧૮ યોદ્ધા જ જીવતા રહ્યા હતા.

એ બધા જાણે છે કે મહાભારતનું યુદ્ધ કુલ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. તે દરમિયાન ભગવાન કૃષ્ણએ ૧૮ દિવસ સુધી અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એ કારણે શ્રીમદ્દગવત ગીતામાં કુલ ૧૮ અધ્યાય છે.

અર્જુનવિષા યોગ, સાંખ્ય યોગ, યોગ, જ્ઞાનકર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાનવિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યારાજગૃહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપદર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞવિભાગ યોગ, ગુણત્રયવિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુરસંપ્પદ યોગ, ક્ષત્રાયવિભાગ યોગ અને મોક્ષસન્યાસ યોગ. જાણતા હશો કે ગીતા મહાભારત ગ્રંથનો એક ભાગ છે.

ઋષિ વૈદવ્યાસએ મહાભારત ગ્રંથની રચના કરી જેમાં કુલ ૧૮ પર્વ છે. આડી પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, અશ્વમેઘીક પર્વ, મહાપ્રસ્થાનીક પર્વ, સૌપ્તિક પર્વ, શાંતિ પર્વ, અનુશાશન પર્વ, મૌસમ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સ્વર્ગારોહણ પર્વ અને આશ્રમ્વાસીક પર્વ. જાણતા હશો કે વૈદવ્યાસ એ ૧૮ પુરાણ પણ રચ્યા છે.

કૌરવો પાંડવોની સેના અને તેના યોદ્ધાઓની સંખ્યા :-

કૌરવો અને પાંડવોની સેના પણ કુલ ૧૮ અક્ષોહીની સેના હતી. જેમાં કૌરવોની ૧૧ અને પાંડવોની ૭ અક્ષોહીની સેના હતી.

આ યુદ્ધના મુખ્ય સુત્રધાર પણ ૧૮ હતા જેના નામ આ મુજબ છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, કૃમવર્મા, શ્રીકૃષ્ણ, યુધીષ્ઠીર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી અને વિદુર. ૧૮ ની સંખ્યા છેવટે આશ્ચર્ય એ છે કે મહાભારતના યુદ્ધ પછી કૌરવો તરફથી ૩ અને પાંડવો તરફથી ૧૫ એટલે કુલ ૧૮ યોદ્ધા જ જીવતા રહ્યા હતા. પ્રશ્ન એ થાય છે કે બધુ જ ૧૮ ની સંખ્યામાં જ કેમ થઇ ગયું? શું એ સંયોગ છે? કે તેમાં કોઈ રહસ્ય છુપાયેલું છે? જો આ રહસ્ય કોઈ ખુલ્લું પાડી શકે તો મહાભારત અને અદ્દભુત ગ્રંથ બની જશે.