ભીષ્મને મૃત્યુની પથારી પર જોઈને શા માટે હસવા લાગી દ્રૌપદી? ત્યાં ઉભેલા દરેક ને આવ્યો ગુસ્સો

મહાભારતની વાર્તા ઘણી રોચક છે, આના જેટલા પાના ખોલતા જાઓ તેટલું જ વધારે રહસ્યમય દેખાય છે.

કૌરવો અને પાંડવોની વચ્ચે દુસ્મનાવટના પરિણામ સ્વરૂપે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું, જેમાં કૌરવ સેનાને હરાવીને પાંડવોએ પોતાની વિજયગાથાનો ઝંડો લહેરાવ્યો.

મહાભારતની વાર્તામાં ઘણી અંનંદદાયક અને રસપ્રદ ઘટનાઓ આવે છે. જેવી કે દ્રૌપદીના પાંચ ભાઈઓ સાથેના વિવાહ, આ વિવાહની શર્તો અને નિયમોં, તેના સિવાય અર્જુન અને કૃષ્ણના સંબંધ, જીવનભર વિવાહ ન કરવાની પ્રતિજ્ઞા લીધા બાદ દેવવ્રતને ભીષ્મની પદવી મળવી, પાંચાલીનું ચીરહરણ વગેરે.

આ બધા સિવાય મહાભારતમાં કેટલીક એવી ઘટનાઓ ઘટિત થઇ છે જે આનંદદાયકથી વધારે રહસ્યથી પૂર્ણ છે. જેવી કે શકુનિનો બદલો, ભીષ્મને મળેલ ઇચ્છામૃત્યુનું વરદાન, શાંતનુનો ગંગા સાથેનો વિવાહ, અંબાનો શ્રાપ અને શિખંડીનું જીવન.

જે લોકોએ મહાભારતની વાર્તા સાંભળી કે વાંચી છે તે ખુબ હદ સુધી આ રહસ્યો જાણતા હશે પરંતુ આજે જે વાર્તા અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ તેનાથી વધારે લોકો પરિચિત નહિ હોય.

મહાભારતનું યુદ્ધ પોતાના અંતિમ ચરણ પર હતું. પૂર્વ જન્મ ની અંબા ની તે પ્રતિજ્ઞા પુરી થઇ ગઈ હતી જેના મુજબ તે ભીષ્મના મૃત્યુનું કારણ બનવા ઇચ્છતી હતી. શિખંડીના રૂપમાં પોતાના પૂનર્જન્મમાં તેને આ પ્રતિજ્ઞા પુરી કરી લીધીં.

અર્જુનના બાણોએ ભીષ્મ પિતામહના શરીરને ગરણી જેવું કરી દીધું, પરંતુ ભીષ્મપિતામહને પ્રાપ્ત થયેલ ઈચ્છા મૃત્યુ વરદાનના કારણે પોતે યમરાજ પણ આવીને તેમના પ્રાણ છીનવી ન શકે, તે અત્યારે પણ જીવિત છે.

તેઓ બાણોની પથારી પર સુતા સુતા મહાભારતના યુદ્ધના પરિણામની રાહ જોતા હતા.

યુદ્ધના નિયમો મુજબ સૂર્યાસ્તની પહેલા યુદ્ધ રોકી દેવાતું અને આવા સમયમાં બધા લોકો ભીષ્મની બાણ સૈયા પાસે ભેગા થતા.

ભીષ્મ કેટલાક દિવસ વધારે મહાભારતનું યુદ્ધ જોવા માંગતા હતા, તેથી તે અત્યારે પણ જીવિત છે. સૂર્યાસ્ત થતા જ બધા પરિજનો અને શુભચિંતકો ભીષ્મ પાસે આવતા અને ભીષ્મ તેમને પ્રવચન કરતા

આવી જ રીતે એક વખત સાંજે ભીષ્મ પ્રવચન આપતા હતા અને બધા તેમને ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પરંતુ શાંત અને ગંભીર વાતાવરણની વચ્ચે દ્રૌપદી અચાનક હસવા લાગી.

દ્રૌપદીને હસતા જોઈને ભીષ્મ અત્યંત ક્રોધિત થઇ ગયા, સાથે જ બાજુમાં લોકો પણ દ્રૌપદીને ક્રોધ અને સ્તબ્ધતાથી જોઈ રહ્યા હતા કે અચાનક દ્દ્રૌપદીનો જોર જોરથી હસવાનું શું કારણ છે.

ભીષ્મએ ગુસ્સામાં આવીને દ્રૌપદીને કહ્યું ” તું પંચાલ નરેશની પુત્રી અને હસ્તિનાપુરની વધુ છે, તું સન્માનનીય પરિવારથી સંબંધ રાખે છે, આવી રીતે હસવું તને શોભા નથી દેતું. ”

ભીષ્મના ક્રોધથી ભરેલા વચનો સાંભળીને દ્રૌપદીએ કહ્યું ” તમે મારા હસવાનું કારણ ન પૂછ્યું? ” ત્યાર બાદ ભીષ્મએ તેને કારણ પૂછ્યું.

ભીષ્મના આ પ્રશ્નનો જે ઉત્તર દ્રૌપદીએ દીધો તે ખુબ જ સંવેદનશીલ અને ચોંકાવી દે તેવું હતુ.

દ્રૌપદીએ ભીષ્મને તે સમય યાદ દેવડાયો જયારે ભરેલી સભામાં કૌરવો દ્વારા તેનું ચીરહરણ થયું હતું. તે મદદ માટે બૂમ પડતી રહી, એ સભામાં પરિવારના બધા પુરુષ સદસ્ય હાજર હતા, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહ બંને એ ઘટનાના સાક્ષી હતા પરંતુ કોઈએ પણ તેનો વિરોધ ના કર્યો.

દ્રૌપદીનો તે ક્રોધ, વ્યંગાત્મક હસીનાં રૂપને લઈને બહાર આવી ગયું જયારે મૃત્યુની પથારી પર સુતેલા હોવા છતાં ભીષ્મ પ્રવચન આપતા હતા.

તેમણે ભીષ્મને કહ્યું ” જયારે મારુ ચીરહરણ થઇ રહ્યું હતું, ત્યારે તો તમારા મુખેથી એક શબ્દ પણ નીકળતો ન હતો, આજે તમે પીડામાં હોવા છતાં પણ પ્રવચન દઈ રહ્યા છો. ”

ભીષ્મને પોતાની ભૂલની અનુભૂતિ થઇ, તેમણે દ્રૌપદીથી ક્ષમા માંગતા મૌન ન તોડવાનું કારણ પણ કહ્યું.
20. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન

ભીષ્મએ કહ્યું ” એ સમયમાં કૌરવોએ દીધેલું અન્ન ખાઈ રહ્યો હતો અને જેનું અન્ન ખાતા હોય તેનો વિરોધ કરવો યોગ્ય નથી. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જેવા અધર્મી લોકોના અન્નએ મારી જીભને બાંધી લીધી હતી, તેથી હું વિરોધ કરવામાં અસમર્થ હતો. ”

ભીષ્મએ કહ્યું કે ક્યારેય કોઈ અપરાધી, પાપી કે અધર્મીનો સાથ ન દેવો જોઈએ, આવા લોકોની સંગત સ્વયં તમારા ચારિત્રનો પણ નાશ કરે છે.

ભીષ્મના આ કહેવાથી દ્રૌપદીએ તેમની માફી માંગી અને ભીષ્મએ તેને માફ પણ કરી દીધા.