મહાભારતમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું, મનુષ્યએ રાતના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ.

મહાભારતમાં એ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન થતું નથી હોતું. પતિ કે પુરુષ સભ્યો દ્વારા તેને અપમાનિત કરવામાં આવે છે તે ઘરનું જ નહિ પરંતુ કુળનો પણ સર્વનાશ થઇ જાય છે. એટલા માટે ઘરમાં સુખ શાંતિ અને વૈભવ માટે મહિલાઓનું સન્માન થવું જોઈએ.

હિંદુ ધર્મમાં મહિલાઓને ગૃહિણી પણ કહેવામાં આવે છે. ગૃહિણી ઘરની લક્ષ્મી પણ કહેવામાં આવે છે. એટલા માટે મહિલાઓને ઘરની સુખ શાંતિ માટે થોડા એવા કામ પણ છે. જે તેમણે રાતના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ. મહિલાઓને રાત્રે એટલે સૂર્ય આથમ્યા પછી દૂધ કે દહીં કોઈને પણ ન આપવા જોઈએ. એવું કહેવામાં આવે છે. જો રાતના સમયે કોઈ પણ વ્યક્તિ દૂધ કે દહીં માંગે છે અને જો તમે આપી દો છો. તો તેનાથી તમે અજાણતામાં તમારા ઘરની સુખ શાંતિ ઉપર હુમલો કરો છો. એટલા માટે સુરજ ઢળ્યા પછી કે રાત્રે ભૂલથી પણ કોઈના પણ માગવાથી દૂધ કે દહીં ન આપવું જોઈએ. એમ કરવાથી ઘરની લક્ષ્મી નારાજ થઇને જતી રહે છે.

રાત્રે બીજી વસ્તુ જે મહિલાઓએ ન કરવી જોઈએ તે છે આ બાબતો :-

રસોડામાં એઠા વાસણ મૂકીને સુવું. રસોડું સાફ રહેવાથી ઘરમાં લક્ષ્મી જળવાયેલી રહે છે. ઘરમાં વૈભવ અને સુખ શાંતિનો પ્રવાહ નિરંતર થતો રહે છે. પરંતુ ગંદા વાસણને રસોડામાં મૂકીને રાત્રે સુવાથી લક્ષ્મી નારાજ થઇ જાય છે. એ પણ કહેવામાં આવે છે કે રાત્રે રસોડામાં એઠા વાસણ મુકવાથી અશાંતિને પણ આમંત્રણ આપીએ છીએ અને તેનાથી આરોગ્ય પણ ખરાબ થાય છે. એટલા માટે દરરોજ રાત્રે રસોડાના એઠા વાસણ ધોઈને સુવું જોઈએ, એઠા વાસણ ન રાખવા જોઈએ. રસોડું સાફ રહેવાથી ઘરમાં શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ જો આખી રાત એઠા રહેલા વાસણોમાં બેક્ટેરિયા થાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

ત્રીજી વસ્તુ જે મહિલાઓ એ રાત્રે ન કરવી જોઈએ તે છે આ બાબત :-

માથાના વાળ ખોલીને સુવું. ઘણી મહિલાઓ રાત્રે અનુકુળતા કે પછી આરામને ધ્યાનમાં રાખી વાળ ખુલ્લા કરીને સુવે છે. એમ કરવું ખોટું છે. જાણકારોના જણાવ્યા મુજબ એમ કરવાથી ઘરમાં નેગેટીવ એનર્જી ઉભી થાય છે. જેની સીધી અસર પરિવારના લોકો ઉપર થાય છે. એમ કરવાથી ન માત્ર પરિવારના લોકોનું આરોગ્ય પ્રભાવિત થાય છે પરંતુ ઘરની સુખ શાંતિ ઉપર પણ અસર પડે છે. એટલા માટે મહિલાઓ રાત્રે વાળ ખોલીને બિલકુલ પણ ન સુવું.

ચોથી વસ્તુ જે મહિલાઓ એ ન કરવી જોઈએ. તે છે ઘરમાં રાખેલા મીઠાનું જાણે અજાણે અવગણવું. અઠવાડિયામાં એક વખત સિંધા મીઠું એક કાગળ ઉપર રાખીને તેને રાત્રે દરેક રૂમમાં મૂકી દેવું જોઈએ. સવારે ઉઠીને આ મીઠાને કોઈ ગંદા નાળામાં ફેંકી દેવું જોઈએ. એમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવાહ દુર થઇ જાય છે અને લક્ષ્મીનો હંમેશા માટે વાસ થાય છે.

પંચમી વસ્તુ સાવરણી અને પાણી સાથે જોડાયેલી છે. રાતના સમયે ન માત્ર તમારે રસોડાના વાસણ ધોવા જોઈએ પરંતુ ઘરની સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખીને સુવું જોઈએ. હિંદુ ધર્મમાં એવી પૌરાણીક માન્યતા છે કે ઘરમાં રાખેલી સાવરણીમાં પણ લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે સાવરણી દક્ષીણ દિશામાં રાખીને સુવું જોઈએ. એમ કરવાથી લક્ષ્મીની કૃપા ઘરમાં જળવાયેલી રહે છે. સાથે જ જયારે તમે રાત્રે ઊંઘો છો. તો પાણીનો ગ્લાસ કે બોટલને તમારા માથા તરફ ક્યારે પણ ન રાખો. પાણીનો ગ્લાસ કે બોટલ તમારી સામે રાખો શકો છો પરંતુ પથારીના માથા તરફ ભૂલથી પણ ન રાખવું જોઈએ. એમ કરવાથી ઘરમાં બીમારીઓનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરની સુખ શાંતિને અસર કરે છે.

આ બાબતો પાછળ ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાતો પણ હોય છે. પણ અત્યારનું શિક્ષણ મેળવેલ પેઢી તેને અંધશ્રદ્ધા કે જુનવાણી વિચારોમાં ખપાવી દેતા હોય છે અને પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારી બેસે છે. આ બાબત સાથે તમે સહમત હો તો કોમેન્ટમાં જણાવશો. લાઇક અને શેયર કરવાનું ચુકતા નહિ. ૨૬મી જાન્યુઆરીની શુભકામનાઓ. જય હિન્દ…