આ ભારત વર્ષનો મહાભારત સમયનો નકશો છે, જે ખુબ જ સ્પષ્ટ અને સાચો છે જેને દુનિયા પણ મને છે

પ્રાચીન ભારતીય ઇતિહાસ જેટલો વિશાળ અને રોચક છે, કદાચ કોઈ અન્ય દેશોનો ઇતિહાસ તેની પાસે હોય. મહાભારતના લેખક વૈદવ્યાસ ના પ્રમાણે મહારાજ દુષ્યંત ના પુત્ર સમ્રાટ ભારત ના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું હતું. એતરેક બ્રાહ્મણ મુજબ,ભારત એક ચક્રવર્તિ રાજા હતા, જેમને ચાર દિશાઓ સુધીની જમીનને જીતીને એક વિશાળ સામ્રાજ્ય મેળવ્યું હતું .અસલમાં તેમને જ ભારતવર્ષને એક સૂત્રમાં બાંધ્યું હતું. તેની પુષ્ટિ અમેરિકા ની લાયબ્રેરી ઓફ કોંગ્રેસ પણ કરી રહી છે.

સાબિતી માટે ઉપર નાં ફોટા માં સ્ક્રીન શોટ પણ મુક્યો છે. તે એની વેબસાઈટ પર પણ જોઈ શકો છો.

ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે આ લાયબ્રેરીના અધિકૃત રૂપે મહાભારતકાળના ભારતવર્ષનું માનચિત્ર બહાર પાડ્યું છે. આ માનચિત્ર મુજબ એક સમયે એકીકૃત ભારત કંધાર થી લઈને કામ્બોજ સુધી ગણાય છે.
મહાભારતકાલીન ભારત નો ફેલાવો અત્યધિક વિશાળ માનવામાં આવેલ છે અને આ જ કારણ છે કે આ દેશને બૃહત્તર ભારત પણ કહેવામાં આવે છે.

ઘણા અજ્ઞાની ભણેલા લોકો ને મહાભારત,રામાયણ, જેવા ભારત નો ઈતિહાસ દર્શાવતા ગ્રંથો ને કલ્પિત કેતા હોય છે જયારે મહાભારત રામાયણ માં જેજે સ્થાનો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે દરેક સ્થાનો ની તીર્થયાત્રા પણ વર્ષો થી થતી આવી છે.

આ માનચિત્રને 20 વિસ સદીના પૂર્વાર્ધ માં પુના (પુણે) માં બનાવવામાં આવેલ છે. વર્ષો થી એક ચિત્ર માંથી બીજું એમાંથી ત્રીજું એમ બનતા આવ્યા છે કારણ કે કાગળ ની પણ એકસપાઇરી ડેટ હોય છે. આમાં આ બધા શહેરો અને રાજ્યોની રાજધાનીઓની જાણકારી સંસ્કૃતમાં આપવા માં આવી છે, જે મહાભારતકાળમાં સામેલ છે .માનચિત્રમાં તમે જોઈ શકો છોકે તેનાથી પશ્ચિમોત્તરમાં ગંધાર (અફઘાનિસ્તાન)નો ઉલ્લેખ આવ્યો છે,તે ભારતની હૃદયસ્થલી પાર પંચાલ ઉલ્લિખિત છે .

અત્યારના કર્ણાટકને તે સમયે કિષ્કિન્ધા ના નામથી ઓળખવામાં આવતું હતું. આ માનચિત્રને ખૂબ જ સટીક બનાવવા માં આવ્યો છે, એટલે તેને અમેરિકાના ઇતિહાસ વિભાગે પણ જગ્યા આપી હતી, આમ તો આ વાત વિષે ક્યાંય ચર્ચા કરી નથી કે આ માનચિત્ર ને કોણે બનાવ્યું હતું.

મહાભારત કાળ નાં જાણીતા પાત્રો

અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતિ પામ્યો.

અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી.

અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન, ધૃતરાષ્ટ્રની માતા.

અંબાલિકા: વિચિત્રવીર્યની પત્ની, અંબિકા અને અંબાની બહેન, પાંડુરાજાની માતા.

અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર.

બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું.

ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાનો પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મનાં નામે ઓળખાયા.

દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવોની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે.

દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા.

દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં.

દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો.

દુઃશાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને વાળથી પકડીને લાવ્યો હતો.

એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન (પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો.

ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય.

ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધ્રુતરાષ્ટ્રની પત્ની.

જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો.

કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કર્ણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રનાં નામે પણ ઓળખાયો.

કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન ‘કૃપિ’નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં.

કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો.

કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે.

પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ.

પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી કરી હતી.

શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા.

ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની.

મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો

ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પિતા તથા મહાભારતનાં યુદ્ધ સમયે હસ્તીનાપુરનાં રાજા.

કુંતી/પૃથા: પાંડવોની માતા.

ઘટોત્કચ ભીમ અને હીડિમ્બાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું, તે બાણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો.

બર્બરીક ઘટોત્કચનો પુત્ર.

આ માહિતી ટોપયપર્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)