મહાભારતના યુદ્ધ પછી, કેમ ભસ્મ થઇ ગયો હતો મહારથી અર્જુનનો રથ?

આમ તો મહાભારત વિષે આખી દુનિયા જાણે જ છે. તે માત્ર યુદ્ધ ન હતું, પરંતુ એક સંપૂર્ણ કહાની હતી. જેમાં ઘણા પ્રકારના રહસ્યો એ જન્મ લીધો અને તમામને આશ્ચર્યચકિત પણ કર્યા. આપણે જયારે પણ મહાભારત વાંચીએ છીએ, આપણેને ક્યાંકને ક્યાંકએ આભાસ જરૂર થાય છે કે આ ઘટના પાછળ જરૂર કોઈને કોઈ કારણ જરૂર હશે, અને તે જાણવાની આપણી ઈચ્છા પણ વધવા લાગે છે.

તો એવી જ એક ઘટના વિષે અમે અહિયાં ચર્ચા કરીશું કે ખરેખર મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુનનો રથ ભસ્મ થઇ ગયો હતો?

એ તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં વીર અર્જુનના મોટા મોટા પરાક્રમો અને શુરવીર રજાઓનો સામનો કર્યો અને તેને હરાવ્યા પણ હતા. આ યુદ્ધમાં ન જાણે કેટલાય લોકોના જીવ જ નથી ગયા, પરંતુ અસંખ્ય શસ્ત્ર અસ્ત્ર પણ ચાલ્યા. એ બધા અસ્ત્ર સામાન્ય ન હતા પરંતુ દિવ્ય શક્તિઓથી સજ્જ હતા, જેણે યુદ્ધમાં આવેલા યોદ્ધાઓ એ પોતાના બળ અને પૌરૂષથી પ્રાપ્ત કર્યા હતા.

સ્વયં અર્જુનએ પણ આ યુદ્ધ માટે દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિ માટે સ્વર્ગ જવું ઉચિત સમજ્યું અને કૃષ્ણની આજ્ઞા માનીને તમામ મોટા દેવતાઓની સ્તુતિ કરી તેમની પાસેથી દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા.

તે ઉપરાંત યુદ્ધની શરુઆતમાં જ અર્જુનના રથ ઉપર કૃષ્ણની કૃપા મુજબ શ્રી હનુમાન બિરાજમાન થયા તેમણે અર્જુનના રથનું યુદ્ધમાં સંપૂર્ણ રક્ષણ કર્યું. સ્વયં કૃષ્ણ તો સારથી તરીકે અર્જુનના રથનું રક્ષણ કરતા જ હતા, પણ હનુમાનજી દ્વારાના તેની ધજા ક્યારે પણ નીચે ન થયા અને એ કારણ હતું કે તેમની શક્તિના બળ ઉપર અર્જુનના રથને કોઈ નુકશાન ન થયું અને યુદ્ધમાં પાંડવોનો વિજય પણ થયો.

યુદ્ધ પૂરું થયા પછી જયારે અર્જુનએ કૃષ્ણને પ્રણામ કર્યા, તો તેમણે તે રથથી સૌથી પહેલા અર્જુનને ઉતરવાનું કહ્યું અને સ્વયં પાછળથી ઉતર્યા અને થોડા સમયમાં જ રથ અચાનક ભસ્મ થઇ ગયો અને ત્યાં કશું જ ન રહ્યું. અર્જુન એ જયારે કૃષ્ણને તેનું રહસ્ય પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હકીકતમાં તો આ રથ અસંખ્ય દીવ્યાસ્ત્રો દ્વારા નાશ જ થઇ ગયો હતો પણ હનુમાનજીની કૃપા અને મારા બિરાજમાન હોવાને કારણે તે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી રહ્યો અને જયારે હનુમાનજી અને હું યુદ્ધ પછી હવે આ રથ માંથી પ્રસ્થાન કરી ચુક્યા છીએ તો તેનો નાશ થવો કોઈ સંયોગ કે આશ્ચર્ય નથી.

ભગવાનની લીલા અપરંપાર હોય છે કોઈ સામાન્ય નાસ્તિક જીવ એ ક્યારેય સમજી શકતો નથી, અને સમજવાની ક્ષમતા પણ ધરાવતો નથી, વેદો અને ઉપનીષદો પણ એમના ગુણ ગાતા થાક્યા નથી.