મહાદેવે જણાવ્યા છે શું છે મૃત્યુના સંકેત, આ સંકેતોથી ખબર પડે છે કે મૃત્યુ કેટલુ નજીક છે

મહાદેવને મહાકાલ કહેવામાં આવ્યા છે. મહાકાલ અર્થાત મૃત્યુ જેમને આધીન હોય. સૃષ્ટિની રચના કરવા વાળા બ્રહ્મા છે, તો એનો સંહાર કરવા વાળા ભગવાન શિવ. ભગવાન શિવને ઘણા ધર્મ ગ્રંથોમાં અનાદિ જણાવવામાં આવ્યા છે. એમનો ન તો જન્મ થયો છે અને ન તો મૃત્યુ થશે. પણ શિવપુરાણને એ બધા ધર્મ ગ્રંથોમાં સૌથી વધારે પ્રમાણિત માનવામાં આવે છે.

શિવપુરાણમાં ભગવાન શિવ સાથે સંબંધિત ઘણા રહસ્યો વિષે જણાવવામાં આવ્યું છે. આ શિવપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુના સંબંધમાં થોડા વિશેષ સંકેત જણાવ્યા છે. આ સંકેતોને સમજીને તમે જાણી શકો છો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ કેટલા સમયમાં થઇ શકે છે.

શિવપુરાણમાં છે મૃત્યુના સંકેત :

શિવપુરાણમાં ભગવાન શિવ માતા પાર્વતીને જણાવે છે કે, જે મનુષ્યના માથા પર કાગડો, ગીધ અથવા કબૂતર આવીને બેસી જાય, તો સમજી જવું કે એનું મૃત્યુ 1 મહિનાની અંદર જ થઇ જાય છે. શિવ પુરાણમાં એનો ઉલ્લેખ મળે છે.

મહાદેવે જણાવ્યું છે કે, અચાનક જે વ્યક્તિને વાદળી માખીઓ આવીને ઘેરી લે અને એની આસપાસ ભટક્યા કરે, તો સમજી જવું જોઈએ કે એ વ્યક્તિનું આયુષ્ય એક મહિના કરતા વધારે નથી બચ્યું.

શિવપુરાણ ધર્મ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે, જે પણ મનુષ્યને ગ્રહોના દર્શન થવા પર પણ એને દિશાનું જ્ઞાન નહિ હોય, અને મનમાં હંમેશા બેચેની બની રહે, તો એનું મૃત્યુ 6 મહિનાની અંદર થઇ જાય છે.

ભગવાન શિવે જણાવ્યું છે કે, જે પણ વ્યક્તિને ચંદ્ર અને સૂર્યની આસપાસ ચમકદાર કાળો અથવા લાલ ઘેરો દેખાવા લાગે, તો એ વ્યક્તિનું મૃત્યુ 15 દિવસની અંદર થઇ જાય છે. જે વ્યક્તિને તારા અથવા ચંદ્ર દેખાય જ નહિ અથવા બીજા તારાઓ દેખાય નહિ, તો એવા લોકો 1 મહિનાની અંદર જ મરી જાય છે.

મહાદેવે પાર્વતી માતાને જણાવ્યા છે સંકેત :

શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો પાણી, તેલ, ઘી અથવા અરીસામાં પણ ન દેખાય, તો સમજી જવું જોઈએ કે 6 મહિનાની અંદર અંદર એ વ્યક્તિનું મૃત્યુ થઇ જશે. જયારે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પોતાનાથી દૂર જોય, અથવા એને એવો અનુભવ થાય કે એનો પડછાયો હવે એનો નથી રહ્યો, અથવા જયારે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને માથા રહિત જોઈ લે, તો એવો વ્યક્તિ 1 મહિના કરતા વધારે જીવી નથી શકતો.

મહાદેવે માતા પાર્વતીએ જણાવ્યું છે કે જે વ્યક્તિને ત્રિદોષ થઇ જાય છે, એટલે કે વાત, પિત્ત અને કફ જેના નાક માંથી વહેવા લાગે છે, એનું જીવન 15 થી વધારે નહિ રહે. જો કોઈ વ્યક્તિનું મોં અચાનક વારંવાર સુકાવા લાગે, તો એ સમજી લેવું જોઈએ કે એ વ્યક્તિનું આયુષ્ય 6 મહિનાની અંદર ખતમ થઇ જશે.

શિવપુરાણ અનુસાર જે પણ વ્યક્તિ અચાનક સૂર્ય અને ચંદ્રને રાહુથી ગ્રસ્ત જુવે છે. અર્થાત જે વ્યક્તિને ચંદ્ર અને સૂર્ય કાળા દેખાવા લાગે છે, ઉપરાંત જેને બધી દિશાઓ ફરતી દેખાવા લાગે, તો એવા વ્યક્તિનું 6 મહિનાની અંદર મૃત્યુ થઇ જાય છે.

જે વ્યક્તિને અગ્નિનો પ્રકાશ સારી રીતે દેખાય નહિ અને અગ્નિની ચારેય તરફ કાળું અંધારું દેખાવા લાગે, તો સમજી જવું જોઈએ છે 6 મહિનાની અંદર તે વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત થઇ જાય છે.