મહાકાલની શાહી સવારી 2020 : આજે મહાકાલની શાહી સવારી, 54 વર્ષ પછી બદલાયો રસ્તો

આજે નીકળશે મહાકાલની શાહી સવારી, આ કારણથી 54 વર્ષ પછી બદલાયો પાલખીનો શાહીમાર્ગ

ઉજ્જૈન. શ્રાવણ ભાદરવા મહિનામાં નીકળતી ભગવાન મહાકાલની સવારીઓના ક્રમમાં સોમવારે શાહી સવારી કાઢવામાં આવશે. કોરોના સંક્રમણને જોતા 54 વર્ષ પછી શાહી સવારી બદલાયેલા માર્ગ પરથી નીકળી રહી છે. આ પહેલા વર્ષ 1966 માં તે સમયના કલેક્ટરે નવા માર્ગ પરથી સવારી કાઢવાનો નિર્ણય લીધો હતો.

વરિષ્ઠજન જણાવે છે કે, તે સમયે તોપખાના પાસેથી થઈને સવારી રાત્રે લગભગ 2 વાગ્યે મહાકાલ મંદિર પહોંચી હતી. છેલ્લા 3 દશકમાં શાહી સવારીમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે. જોકે ભગવાનના મુખારવિંદના દર્શન કરાવવાની પરંપરા આ જમાનામાં પણ ચાલી રહી છે.

જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શ્રાવણ-ભાદરવા મહિનામાં ભગવાન મહાકાલની સવારી કાઢવાની પરંપરા લગભગ 300 વર્ષ જૂની છે. સિંધિયા રાજવંશે ભગવાન મહાકાલની સવારી કાઢવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી રહી છે. જોકે આ દરમિયાન ઘણા પરિવર્તન જોવા મળ્યા છે. પંચાંગકર્તા અને જ્યોતિષી પંડિત આનંદશંકર વ્યાસ અનુસાર 1966 માં તે સમયના કલેકટરે શ્રાવણ-ભાદરવા મહિનાની શાહી સવારીને નવા માર્ગ પરથી કાઢી હતી.

મહાકાલ મંદિરના પંડિત મહેશ પૂજારીએ જણાવ્યું કે, 1966 માં શાહી સવારી માટે જે માર્ગની પસંદગી કરવામાં આવી હતી, તે માર્ગથી સવારી મોડેથી મંદિરમાં પહોંચી હતી. મંદિર પરંપરા અનુસાર રાત્રે 11 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જાય છે. પાલખીને નિર્ધારિત સમય પર મંદિરે પહોંચાડવા માટે માર્ગમાં પરિવર્તન કરવામાં આવ્યો. ગયા વર્ષ સુધી સવારી કંઠાલથી સતીગેટ, છત્રીચોક, ગોપાલ મંદિર થઈને રાત્રે 10 વાગ્યે મંદિરમાં પહોંચી જતી હતી.

ભગવાન મહાકાલની શાહી સવારીના અવસર પર જિલ્લા પ્રશાસન દ્વારા પહેલા જાહેર કરેલ 17 ઓગસ્ટની સરકારી રજા રદ્દ કરી દેવામાં આવી છે. કલેકટર આશીષ સિંહે સુધારેલ હુકમ જાહેર કરતા કહ્યું કે ઉજ્જૈન, ઘટ્ટિયા અને તરાના તાલુકામાં સોમવારે રજા નહિ રહે. આ સ્થાનિક રજાને હવે આવનારા કોઈ પર્વ પર જાહેર કરવામાં આવશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.