મહાકાળીના આ મંદિરમાં માં પોતે દીવાર પર લખે છે ભક્તોની સમસ્યાનું સમાધાન.

ઉત્તાખંડને ચમત્કારોની ધરતી અને દેવભૂમિ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઉત્તરાખંડના દરેક મંદિરમાં તમને કોઈને કોઈ નવા ચમત્કાર જોવા મળે છે. અહિયાં મંદિરોમાં એક અલગ જ અલૌકિક શક્તિઓ વાસ કરે છે, માનો કે સાક્ષાત અહિયાં રહેતી હોય. એવું જ એક શક્તિપીઠ છે માં કાળીનું.

જે પોતાના રહસ્ય અને ચમત્કારો માટે દુનિયા આખીમાં પ્રસિદ્ધ છે. અહિયાં દેવી પોતે ભક્તો વચ્ચે આવે છે અને તેમની મનોકામના સાંભળે છે. માં કાળીના આ મંદિરમાં થઇ રહેલા ચમત્કારોને જો તમે તમારી આંખોથી જોશો તો તમે પોતે પણ વિશ્વાસ નહિ કરી શકો.

માં ના આ દરબારમાં સાચા દિલથી મનોકામના લઇને જવા વાળા ક્યારે પણ ખાલી હાથ નથી પાછા ફરતા. મંદિરને લઇને કહેવામાં આવે છે કે અહિયાં માં કાળી પોતે તમારી મનોકામના બતાવે છે. તેની સાથે જ સ્થળ ઉપર જ તમારી મનોકામનાનું સમાધાન પણ કરી દે છે. અહિયાં છે આ અલૌકિક, અદ્દભુત મંદિર અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ દેવી માંનું આ અદભુત મંદિર ટિહરીના બટખેમ ગામમાં આવેલું છે.

માં કાળકાનું મંદિર પોતાના ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આખી દુનિયા માંથી લોકો અહિયાં પોતાના મનોકામના લઇને આવે છે. અહિયાં મંદિરમાં મહાકાળીની ડોલી ભક્તોની મનોકામનાને દીવાલ ઉપર લખે છે. ત્યાર પછી તરત જ માં દ્વારા ભક્તોની સમસ્યાનું સમાધાન પણ તે દીવાલ ઉપર લખવામાં આવે છે. આ માતાનો ચમત્કાર નથી તો શું છે?

માન્યતાઓ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે દેવીનો પછી તમારા હાથ ઉપર સુકા ચોખાને પલાળે છે અને તરત જ હરિયાળીમાં બદલાઈ જાય છે. કહેવામાં આવે છે કે અહિયાં દેવી સાક્ષાત અહિયાં ભક્તોનો અવાજ સાંભળવા આવે છે. આવા ચમત્કાર કદાચ જ ક્યારેય દુનિયામાં જોયા હશે. નિ:સંતાન દંપતીઓને મળે છે સંતાન સુખ. આ મંદિર વિષે એક ખાસ વાત બીજી પણ કહેવામાં આવે છે.

માન્યતા છે કે માતાના દ્વારે આવવા વાળા નિ:સંતાન કુટુંબોને સંતાન સુખ જરૂર મળે છે. નવી ટિહરીથી બડખેમ ગામ બે થી પાંચ કી.મી. દુર રહે છે. આ ગામ 57 કુટુંબો વાળું ગામ છે. આ ગામમાં માં કાલિકાનું ભવ્ય મંદિર છે. દર રવિવારે મંદિર પરિસરમાં એક વિશેષ પૂજા અર્ચના થાય છે. માતાની ડોલીનું આગમન કરવામાં આવે છે. ત્યાર પછી માં પોતે ભક્તને પોતાની પાસે બોલાવે છે અને તેમની સમસ્યાનું સમાધાન કરે છે.

દેશ જ નહિ વિદેશો માંથી પણ આવે છે શ્રદ્ધાળુ :-

આ મંદિરમાં ઉત્તરાખંડના અહિયાં દુર દુરના વિસ્તારો માંથી લોકો પોતાની તકલીફો લઇને આવે છે. માત્ર દેશ જ નહિ પરંતુ વિદેશ માંથી પણ લોકો પોતાની તકલીફોની ઉકેલ મેળવવા આવે છે. મંદિરની ખાસ વાત એ છે કે અહિયાં દિલ્હી, મુંબઈ, રાજસ્થાન માંથી ઘણા ફરીયાદી આવે છે.

માં દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ઉત્તરાખંડનું કોઈ ખાસ કારણ છે અને એ કારણે જ તેને દેવભૂમિ કહેવામાં આવે છે. માં કાલિકાના આ મંદિરમાં વિજ્ઞાન પણ ફેલાઈ ગયું છે. દરેક વખતે અહિયાં એવા એવા ચમત્કાર થાય છે કે પોતે વૈજ્ઞાનિક પણ દંગ થઇ જાય છે. સ્થાનિક લોકો કહે છે કે આજે માતા પાસે આશીર્વાદ લેવા વાળામાં ઘણા વૈજ્ઞાનિક પણ છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.