મહાલક્ષ્મી આ મંદિરમાં બદલે છે પોતાનું રૂપ, દર્શન માત્રથી ભક્તોની ભરાઈ જાય છે ખુશીઓની ઝોળી

એવું કહેવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા માત્રથી વ્યક્તિની તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જાય છે. જેમ કે તમે લોકો જાણો છો કે લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે, અને તેમની કૃપા કોઈ વ્યક્તિ ઉપર પડી જાય છે, તો તે વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી નહિ થાય. તે ઉપરાંત માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય છે.

આમ તો જોવામાં આવે તો દેશ આખામાં માતા લક્ષ્મીજીના ઘણા બધા મંદિરો આવેલા છે અને આ મંદિરોમાં ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે. પરંતુ આજે અમે તમને માતા લક્ષ્મીજીના એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આખા દેશમાં પોતાની વિશેષતા માટે પ્રસિદ્ધ છે, આ મંદિરની અંદર માતા લક્ષ્મીજીની મૂર્તિ પોતાનો રંગ બદલે છે.

અમે તમને માતા લક્ષ્મીજીના જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ તે મંદિર મધ્ય પ્રદેશના જબલપુરમાં આવેલું છે. આ મંદિરને પંચમઠા મંદિરના નામથી લોકો ઓળખે છે. આ મંદિર પોતાની રીતે ઘણી જ અનોખું છે. આમ તો આ મંદિરમાં ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ રહેલી છે અને આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહિયાં માતા લક્ષ્મીજીની એક ઘણી જ જૂની મૂર્તિ સ્થાપિત છે, જેના વિષે ઘણી બધી વાર્તાઓ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે, માતા લક્ષ્મીજીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.

માતા લક્ષ્મીજીના આ મંદિરમાં જે પણ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે, તેમનું એવું કહેવું છે કે સવારના સમયે માતા લક્ષ્મીજીની મૂર્તિ સફેદ હોય છે, બપોરના સમયે આ મૂર્તિનો રંગ પીળો થઇ જાય છે અને સાંજના સમયે માતા લક્ષ્મીજીની મૂર્તિનો રંગ વાદળી થઇ જાય છે.

આ મંદિરના નિર્માણ વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિરને ગોંડવાના શાસનમાં રાણી દુર્ગાવતીના ખાસ સેવાપતિ રહેલા દીવાન આધાર સિંહના નામ ઉપરથી બનેલા આધારતાલ તળાવના પાસે બનાવરાવવામાં આવ્યું હતું, આ મંદિરમાં અમાસની રાત્રે ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે.

માતા લક્ષ્મીજીનું આ મંદિર પોતાની રીતે ઘણું ન અનોખું છે, અને આ મંદિર દુનિયાભરમાં પોતાના ચમત્કાર માટે પ્રસિદ્ધ છે. આ મંદિર તાંત્રિકોની સાધનાનું વિશેષ કેન્દ્ર બનેલું રહેતું હતું. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરની ચારે તરફ શ્રી યંત્રની વિશેષ રચના છે. આ મંદિર ૧૧૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેની અંદરના ભાગમાં શ્રી યંત્રની અનોખી રચના કરવામાં આવી હતી, અને સૌથી મોટી વિશેષતા આ મંદિરની એ છે કે, સૂર્યનું પહેલુ કિરણ માતા લક્ષ્મીજીની મૂર્તિના ચરણો ઉપર જ પડે છે.

માતા લક્ષ્મીજીના આ મંદિરમાં આમ તો રોજના હજારો ભક્તોનું આવવા જવાનું ચાલુ રહે છે, પરંતુ શુક્રવારના દિવસે આ મંદિરમાં ભક્તોની ઘણી ભીડ રહે છે. જેમ કે તમે લોકો જાણો છો શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે, તે કારણે જ ભક્ત આ મંદીરમાં શુક્રવારના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉપસ્થિતિ રહે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ૭ શુક્રવાર અહિયાં આવીને માતા લક્ષ્મીજીના દર્શન કરે છે, તો તેની તમામ ઇચ્છાઓ માતા રાની પૂરી કરી દે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.