મહાન યુદ્ધોઓનું એક ‘સરાગઢીનું યુદ્ધ’ જેમાં લગભગ 21 શીખ સૈનિકોએ હજારો દુશ્મનોને હરાવી દીધા.

અમુક ઘટનાઓ એવી હોય છે કે તેના લખાયેલા ઈતિહાસના પાનામા પણ અનુભવી શકાય છે. એવી જ એક ઘટના છે સરાગઢીનું યુદ્ધ, આ યુદ્ધની કુરબાની અને વીરતાનો એક નવો ઈતિહાસ લખ્યો હતો. દેશભક્તિ, અંનત શોર્ય અને ઉત્સાહ સાથે જોડાયેલા ૨૧ શીખોએ પોતાની બહાદુરીની એવી કહાની લખી કે ‘યુનેસ્કો’ એ આ યુદ્ધને વિશ્વના શ્રેષ્ઠ આઠ યુદ્ધોમાં ગણતરી કરી છે.

ભલે યુદ્ધ હોય કે સેવા, સીખો એ દુનિયાને બતાવ્યું છે કે હકીકતમાં સાચું યુદ્ધ કેવી રીતે લડી શકાય છે અને સાચી સેવા કેવી રીતે કરી શકાય છે? તેના માટે તમારા કર્તવ્ય પહેલા કાંઈ પણ નથી આવતું, તે જીત હોય કે મૃત્યુ ઉપરાંત તમારી પાસે કોઈ ત્રીજો વિકલ્પ રહેતો જ નથી. દેશ માટે બધું જ કુરબાન કરવામાં આવી શકે છે અને કેટલી હદ સુધી દુશ્મનોને હરાવી શકાય છે, તેનો દાખલો છે.

‘સરાગઢીનું યુદ્ધ’ આવો જાણીએ કે ખરેખર શું થયું હતું આ યુદ્ધમાં કે માત્ર ૨૧ સીખ હજારો દુશ્મનો ઉપર ભારે પડી ગયા અને અશક્યને શક્ય કરી બતાવ્યું. આ યુદ્ધને જાણવું એટલા માટે જરૂરી છે, જેથી આપણે ‘રાષ્ટ્ર રક્ષક’ શીખોના પરાક્રમ ઉપર ગર્વ અનુભવી શકીએ અને એમનો અભાર પ્રગટ કરી શકીએ.

‘સરાગઢી પશ્ચિમ તરફની સરહદ (હવે પાકિસ્તાન) માં આવેલા હિંદુકુશ પર્વતમાળા જેવી શ્રંખલા ઉપર આવેલા એક નાનું ગામ છે. લગભગ ૧૧૯ વર્ષ પહેલા થયેલા યુદ્ધમાં શીખ સૈનિકો એ શોર્ય અને સાહસ એ આ ગામને દુનિયાના નકશામાં મહત્વનું સ્થાન તરીકે ઉમેરો કર્યો છે.

બ્રિટીશ શાસન :-

કાળમાં વીરતાનો પર્યાય માનવામાં આવતી ૩૬ સીખ રેજીમેંટ સરગઢી ચોકી ઉપર હાજર હતી, આ ચોકી રણનીતિક રીતે ઘણી મહત્વપૂર્ણ ગુલીસ્તાન અને લાકહાર્ટના કિલ્લાની વચ્ચે આવેલી હતી. આ ચોકી તે દિવસોમાં કિલ્લાની વચ્ચે એક કમ્યુનિકેશન નેટવર્કનું કામ કરતી હતી.

સપ્ટેમ્બર ૧૮૯૭ માં અફઘાનોની સેના એ બ્રિટીશ રાજ્ય વિરુદ્ધ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી ૧૧ સપ્ટેમ્બર વચ્ચે અસંગઠિત રીતે કિલ્લા ઉપર ડઝનો હુમલા કર્યા, પરંતુ અંગ્રેજો તરફથી દેશ માટે લડી રહેલા શીખ વીરો એ તેમના બધા હુમલાને નિષ્ફળ કરી દીધા.

૧૨ સપ્ટેમ્બર ૧૮૯૭ ની એ સવાર :-

તે સવારે લગભગ ૧૨ થી ૧૫ હજાર દુશ્મનો એ લોકહાર્ટના કિલ્લાને ચારે તરફથી ઘેરી લીધો. હુમલાની શરુઆત થતા જ સિગ્નલ ઇન્ચાર્જ ગુરુમુખ સિંહ એ લેફટીનેંટ કર્નલ જોન હોફ્ટનને હેલોગ્રાફ ઉપર જરૂરી જાણકારી આપી, પરંતુ કિલ્લા સુધી તરત સહાયતા પહોચાડવી ઘણી મુશ્કેલ હતી, મદદની આશા લગભગ તૂટી ગઈ હતી, પરંતુ શીખ વીરોએ આત્મસમર્પણ કરવાનું પસંદ ન કર્યું.

સ્થિતિની ગંભીરતાને જોતા લાંસનાયક લાભ સિંહ અને ભગવાન સિંહ એ પોતાની રાયફલ ઉપાડી લીધી અને એકલા જ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો. દુશ્મનોને ગોળીથી મારતા આગળ વધતા રહ્યા ભગવાન સિંહ શહીદ થઇ ગયા.

અહિયાં શીખોના ઉત્સાહથી, દુશ્મનોના કેમ્પમાં હડબડાટ મચી ગયો હતો, તેમને એવું લાગી રહ્યું હતું કે કોઈ મોટી સેના હજુ પણ કિલ્લાની અંદર છે. તેમણે કિલ્લા ઉપર કબજો કરવા માટે દીવાલ તોડવાના નિષ્ફળ બે પ્રયાસ કર્યા. હવાલદાર ઈશ્વર સિંહ એ નેતૃત્વ સંભાળતા પોતાની ટુકડી સાથે ‘જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ ના સુત્રોચાર કર્યા અને દુશ્મનો ઉપર તૂટી પડ્યા. હાથોહાથમાં ૨૦ થી વધુ દુશ્મનોને મારી નાખ્યા.

ગુરુમુખ સિંહએ અંગ્રેજ અધિકારીને કહ્યું અમે ભલે સંખ્યામાં ઓછા હોઈએ, હવે અમારા હાથમાં ૨-૨ બંધુકો થઇ ગઈ છે. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું, એટલું કહીને તે પણ યુદ્ધમાં કુદી પડ્યા, લડતા લડતા સવારથી રાત થઇ ગઈ અને છેવટે તમામ ૨૧ રણયોદ્ધા શહીદ થઇ ગયા.

આ યુદ્ધમાં તે ૨૧ વીરો એ લગભગ ૫૦૦ થી ૬૦૦ લોકોનો શિકાર કર્યો. દુશ્મન એકદમ થાકી ગયા અને નક્કી કરેલ રણનીતિથી ભટકી ગયા, જેણે કારણે બ્રિટીશ આર્મી દ્વારા આવતા બે દિવસમાં જ હારી ગયા. પણ આ બધું એ ૨૧ સીખ યોદ્ધાઓના બલીદાનના પરિણામ સ્વરૂપે જ થઇ શક્યું.

આ મહાન અને અશક્ય લાગવા વાળા યુદ્ધની ચર્ચા આખા વિશ્વમાં થઇ. લંડન આવેલા ‘હાઉસ ઓફ કોમર્સ’ એ એક સુરથી આ સિપાહીઓ પ્રત્યે કૃતજ્ઞતા રજુ કરી. યુનેસ્કોએ તેને વિશ્વના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ યુદ્ધોમાં જોડી દીધું છે.

મરણોપરાંત ૩૬ રેજીમેંટના તમામ ૨૧ શહીદ જવાનોને પરમવીર ચક્રની સમકક્ષ વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા. બ્રિટેનમાં આજે પણ ‘સરાગઢીનું યુદ્ધ’ ને સન્માન સાથે યાદ કરવામાં આવે છે.

ભારતીય સેનાની આધુનિક શીખ રેજીમેંટ ૧૨ સપ્ટેમ્બર ના રોજ ડર વર્ષે ‘સરાગઢી દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસ ઉત્સવનો હોય છે. જેમાં એ મહાન વીરોના પરાક્રમ અને બલીદાનના સન્માનમાં ઉત્સવ મનાવવામાં આવે છે.

ભારત અને બ્રિટેનની સેના એ ૨૦૧૦ માં ‘સરાગઢી નું યુદ્ધ’ ના સ્મરણમાં એક ‘સરાગઢી ચેલેન્જ કપ’ નામની ‘પોલો સ્પર્ધા’ શરુ કરી. ત્યાર પછીથી તેને દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.

સરાગઢીનું યુદ્ધ યદયપી શીખ યોદ્ધા બ્રિટીશ સેના તરફથી લડી રહ્યા હતા. પરંતુ તેમની અંદર માત્ર પોતાના રાષ્ટ્રનું રક્ષણનું ઝનુન હતું. ક્યારેક પાકિસ્તાન ક્યારેક મુગલ તો ક્યારેક અફઘાની, ભારત વર્ષની ગરિમા અને સંપ્રભુતા ઉપર પ્રહાર કરવા વાળા દરેક દુશ્મનને શીખોએ ધૂળમાં ભેળવી દીધા.

લોંગેવાલા, સરાગઢી કારગીલ અને ન જાને કેટલાય એવા યુદ્ધના મેદાન છે, જ્યાંની માટી શીખ સૈનિકોની વીરતા અને બલીદાનના ગીતો ગાય છે. પોતાના શોર્ય અને બલીદાનથી જ શીખો એ હંમેશા ભારતવર્ષની અખંડિતતાનું રક્ષણ કર્યું, દેશ માટે મરી છૂટવા માટે જન્મ લેવા વાળા વીરો, દેશ તમારો આભારી છે, તમને નત મસ્તક પ્રણામ…