વડોદરાના મહારાજા સમરજિતસિંહજી ગાયકવાડના પેલેસમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભવ્ય પધરામણી, જુઓ ફોટા

બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 86 વર્ષની ઉંમરે પણ લોકોમાં ભક્તિભાવનું સિંચન કરવા માટે સતત કાર્યરત રહે છે. તેઓ દેશ વિદેશમાં બનેલા મંદિરોમાં અને અન્ય સ્થળે વિચરણ કરતા રહે છે, અને લોકોને ભક્તિના રંગમાં રંગતા રહે છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા ઠેર ઠેર સભાઓ અને પારાયણો યોજીને લોકોમાં સંસ્કારનું સિંચન કરતી રહે છે.

એવામાં હાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વડોદરાના મહારાજા સમરજિતસિંહજી ગાયકવાડના પેલેસ જેને લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં પધરામણી માટે ગયા હતા. અહીં પારંપરિક રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી તેમણે આ ભવ્ય પેલેસની મુલાકાત લીધી.

તેમણે અહીંના મહારાજની ગાદીને હાર પણ અર્પણ કર્યો. અને તેમણે અહીંના ગાયકવાડ રાજવંશના હાલના ઉત્તરાધિકારી સાથે વાતો કરી, તેમજ તેમણે મહંત સ્વામી મહારાજ મહારાજે ઠાકોરજીની આરતી પણ ઉતારી. તે મહંત સ્વામી મહારાજ મહારાજના આશીર્વાદ મેળવીને ઘણા ખુશ થયા. આવો હવે તમને આ લક્ષ્મી વિલાસ પેલેસ વિષે થોડી જાણકારી પણ આપી દઈએ.

આ પેલેસ એક ભવ્ય મહેલ છે. અને 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં આનું નિર્માણ થયું હતું. અને જયારે તે રાજા જીવતા હતા ત્યારે આખા વડોદરામાં ગાયકવાડ રાજઘરાનાની જ હુકુમત ચાલતી હતી. આ પેલેસ વિષે એવું પણ માનવામાં આવે છે કે, આ બ્રિટિશ રાજપરિવારના મહેલ બકિંગહામ પેલેસ કરતા 3 થી 4 ગણો મોટો અને અદ્યતન મહેલ છે.

જણાવી દઈએ કે, આ શાનદાર પેલેસમાં ગોલ્ફ કોર્સ, બેડમિંટન કોર્ટ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ઇન્ડોર ટેનિસ કોર્ટ અને એક મ્યુઝિયમ પણ છે. અહી સાર્સેનિક શૈલીનું સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું. જોકે ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂરું કર્યું હતું. કહેવાય છે કે 1890 માં 1 લાખ 80 હજાર ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે આ પેલેસ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે. હાલમાં પણ અહી ગાયકવાડના વંશજો રહે છે તેથી મહેલની અંદરનો અડધો ભાગ જ પર્યટકો માટે છે. આ મહેલ અનેકતામાં એકતા સ્થાપિત કરે છે. આની અંદર હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીની એકતાઓ નમુનો જોવા મળે છે.

આ ભવ્ય પેલેસની વિશેષતા એ છે કે ઇમારત ત્રણ માળની છે, અને પેલેસની વિશાળ ખુલ્લી જગ્યામાં બગીચો આવેલો છે. આના બાંધકામમાં વપરાયેલા પથ્થરો સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાથી મંગાવવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે વાદળી પથ્થરો ખાસ પૂનાથી આવેલા. તો કેટલાક પથ્થરો રાજસ્થાનથી પણ આવેલા.

જુઓ ફોટો :