આ મહારાજા પાસે હતું પોતાનું પ્લેન અને 44 રોલ્સ રૉયસ કારો, હિટલરે પણ આપી હતી એક કાર

આઝાદી પહેલા દેશમાં જે ધનિક રજવાડા હતા તેમાં પટિયાલાનો શાહી પરિવાર સૌથી ઉપર હતો. મહારાજા ભૂપિંદર સિંહ દેશના પહેલા વ્યક્તિ હતા, જેમની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન હતું. મહારાજાની લાઈફ સ્ટાઈલ એવી હતી કે અંગ્રેજોને પણ તેમનાથી બળતરા થતી હતી. તે જયારે વિદેશ જતા હતા તો આખી હોટલ ભાડે લઈ લેતા હતા. તેમની પાસે 44 રોલ્સ રૉયસ કારો હતી જેમાંથી 20 રોલ્સ રૉયસની ટુકડી રોજ ફક્ત રાજ્યમાં ફેરો મારવા માટે વપરાતી હતી.

મહારાજા ભૂપિંદર પટિયાલા એવા રાજા રહ્યા હતા, જેમને લઈને ઘણા બધા કિસ્સા રહ્યા છે. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા. જયારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઉભું કરવામાં આવ્યું, તો તેમાં મહારાજાએ મોટી માત્રામાં ધન આપ્યું હતું. તેના સિવાય 40 ના દશક સુધી જયારે પણ ભારતીય ટીમ વિદેશ જતી હતી, તો તેમનો મોટાભાગનો ખર્ચ તે જ ઉપાડતા હતા, આ કારણે તેમને ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવતા હતા.

મહારાજા તે વ્યક્તિ હતા જેમની પાસે દેશનું પહેલું વ્યક્તિગત વિમાન હતું. તેમણે તે વિમાન 1910 માં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું. વિમાન ઉડાવા માટે અને તેની દેખરેખ માટે તેમની પાસે આખો સ્ટાફ હતો. આ વિમાન માટે પટિયાલામાં જ વિમાન પટ્ટી પણ બનાવી હતી. મહારાજા હંમેશા તેમાં બેસી વિદેશ યાત્રા કરતા હતા.

10 રાણીઓ અને 300 કરતા વધારે ઉપરાણીઓ :

દીવાન જર્મની દાસે પોતાના પુસ્તક ‘મહારાજા’ માં પટિયાલાના મહારાજા વિષે વિસ્તારથી લખ્યું છે. લેપિયર કોલિંગની ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ માં પણ મહારાજાના ઝનૂન અને એશો આરામ વાળી જીવન શૈલીનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહારાજા પટિયાલાની ઘણી પત્નીઓ હતી અને દાસી મહિલાઓમાં વિદેશી સુંદરીઓ પણ હતી :

મહારાજાએ દસ વાર લગ્ન કર્યા હતા. તેના સિવાય તેમની 300 કરતા વધારે ઉપરાણીઓ હતી. જેમાં એકથી એક સુંદર મહિલાઓ હતી, જેમાં ઘણી વિદેશી મહિલાઓ પણ હતી. મહારાજાએ 88 બાળકો પેદા કર્યા હતા. તે જયારે પણ વિદેશ હતા હતા તો તેમની સાથે એક મોટું લશ્કર પણ જતું હતું. તે લંડન અથવા પેરિસમાં સૌથી મોંઘી હોટલોમાં ઘણા માળ એકસાથે ભાડા પર લઈ લેતા હતા. તેનો બધો ખર્ચો તે પોતે ઉપાડતા હતા.

44 રોલ્સ રૉયસ કારો, હિટલર પણ હતો મિત્ર :

મહારાજા પાસે એકથી એક ચઢિયાતી કારો હતી, જેમાં 44 તો રોલ્સ રૉયસ હતી. અહીં સુધી કે હિટલરે પણ મહારાજાને એક કાર ગિફ્ટમાં આપી હતી. 1935 માં બર્લિનના પ્રવાસ દરમિયાન ભૂપિંદર સિંહની મુલાકાત હિટલર સાથે થઈ. કહેવામાં આવે છે કે હિટલર આ રાજાથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે, તેમણે પોતાની માય્બૈક કાર રાજાને ગિફ્ટમાં આપી દીધી હતી. હિટલર અને મહારાજાની મીત્રતા લાંબા સમય સુધી રહી.

સૌથી મોંઘો હીરાનો હાર :

વર્ષ 1929 માં રાજાના ઠાઠનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું, જયારે તેમણે કિંમતી નંગ, હીરા અને આભૂષણોથી ભરેલી એક પેટી પેરિસના ઝવેરીને મોકલી. તે પછી લગભગ 3 વર્ષની કારીગરી પછી તેમાંથી તૈયાર થયેલા હારે ખુબ ચર્ચા ભેગી કરી. 25 મિલિયન ડોલરની કિંમત વાળો આ હાર દેશના સૌથી મોંઘા આભૂષણોમાંથી એક છે.

મહારાજાની પોતાની ક્રિકેટ ટીમ પણ હતી :

મહારાજા પટિયાલાએ બીસીસીઆઈના ગઠન સમયે તો મોટું આર્થિક યોગદાન આપ્યું જ હતું, પણ પછી બોર્ડને હંમેશા મદદ પણ કરતા રહ્યા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમનો એક ભાગ તેમના યોગદાનથી બન્યો હતો. તે ન ફક્ત ભારતીય ટીમ તરફથી રમ્યા, પણ મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ એટલે કે એમસીસીની ટીમમાં પણ રહ્યા. તેમણે સૌથી પહેલા બ્રિટિશ ક્રિકેટ કોચોને ભારત બોલાવ્યા. તેમની પાસે પોતાની ક્રિકેટ ટિમ હતી, જે તે સમયે દેશમાં રમાતી ટુર્નામેન્ટમાં રમતી હતી, તેમાં દેશના જાણીતા ખેલાડી રમતા હતા, લાલા અમરનાથ પણ તેમાં શામેલ હતા.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.