મહાશિવરાત્રી 2020 : આ દિવસે આવી રહ્યો છે મહાશિવરાત્રીનો પર્વ, જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.

આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ફેબ્રુઆરી મહિનામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેનો અભિષેક કરવામાં આવે છે. એવી માન્યતા છે કે તે દિવસે શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામના પુરી થઇ જાય છે. મહાશિવરાત્રીના સમયે લોકો દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે. હિન્દૂ પંચાંગ મુજબ ફાગણ મહિનામાં વદ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી આવે છે અને આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે.

મહાશિવરાત્રી મનાવવા પાછળ ઘણી બધી કથાઓ જોડાયેલી છે. ઘણા લોકોનું માનવું છે કે આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. જે લોકો અપરણિત હોય છે, જો તે મહાશિવરાત્રીનું વ્રત રાખે છે. તો તેને સાચા જીવન સાથી મળી જાય છે. મહાશિવરાત્રી સાથે જોડાયેલી એક કથા મુજબ એક વખત પાર્વતી માં એ શિવજીના સૌથી શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજા વિશે પૂછ્યું. જેની ઉપર શિવજીનું વ્રત સૌથી શ્રેષ્ઠ વ્રત ગણાય છે અને આ વ્રત રાખવાથી શિવાજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે આ વ્રત પ્રચલિત થઈ ગયું.

મહાશિવરાત્રી 2020

આ વર્ષે મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 21 તારીખે સાંજે 5 વગીને 20 મિનિટથી શરૂ થશે. જે 22 ફેબ્રુઆરીના દિવસે શનિવારની સાંજે સાત વાગીને 2 મિનિટ સુધી રહેશે. અને સાંજે 6 વાગેને 41 મિનિટથી રાતના 12 વાગેને 52 મિનિટે રાત્રી પ્રહરમાં પૂજાનું મુહૂર્ત છે.

મહાશિવરાત્રીની પૂજા વિધિ :-

મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ સવારે સ્નાન કરી તમે મંદિર જાવ અને ત્યાં જઈને શિવલિંગનો અભિષેક કરો.

અભિષેક કરવા માટે સૌથી પહેલા શિવલિંગ ઉપર જળ અર્પણ કરો. ત્યાર પછી ઘી, સાકર, મધ અને દહીંને શિવલિંગ ઉપર નાખો અને તેને સારી રીતે શિવલીંગ ઉપર લગાવો. ત્યાર પછી શિવલીંગ ઉપર દૂધ નાખો અને પછી સારી રીતે શિવલિંગને સાફ કરો.

શિવલિંગને ચંદનનું તિલક લગાવો અને ફૂલ, ફળ, બિલ્લીપત્ર શિવલિંગને અર્પણ કરો. એક ઘીનો દીવો પ્રગટાવી દો અને તેને શિવલીંગની આગળ રાખી દો.

માં પાર્વતીને લાલ રંગની ચૂડી અને સિંદૂર અર્પણ કરો અને તેની પૂજા કરો.

હવે શિવલિંગ સાથે જોડાયેલા મંત્રોના જાપ કરો. જાપ પુરા કર્યા પછી ઉભા થઈને શિવની આરતી ગાવ.

જો તમે આ દિવસે વ્રત રાખો છો, તો શિવની પૂજા કરતી વખતે મનમાં વ્રત રાખવાનો સંકલ્પ લો.

વ્રત દરમિયાન માત્ર દૂધ અને ફળનું જ સેવન કરો.

રાત્રે શિવજીની પૂજા કરો અને તેમના નામના જાપ કરો.

બીજા દિવસે સવારે ઉઠીને સ્નાન કરો . શિવલિંગ ઉપર લાલ જળ અર્પણ કરો. સાથે સાથે ભગવાનના વ્રત દરમિયાન થયેલી કોઈ પણ ભૂલની માફી માંગો.

મહાશિવરાત્રીના વ્રત કરવાથી લાભ :-

મહાશિવરાત્રીનું વ્રત કરવાથી શિવજીની કૃપા જળવાઈ રહે છે.

જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી છે, જો તે આ વ્રત કરે તો તેના લગ્ન વહેલાસર થઈ જાય છે.

કોઈ પણ પ્રકારના રોગ હોય તો મહાશિવરાત્રીનું વ્રત જરૂર કરો. વ્રત કરવાથી રોગ માંથી મુક્તિ મળી જશે અને શરીર એકદમ તંદુરસ્ત થઈ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.