હાથની સુંદરતા વધારવા માટે સદીઓથી મહેંદી નો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. કોઈ ખાસ તહેવાર કે લગ્ન દરમિયાન છોકરીઓ પોતાના શૃંગાર માટે મહેંદીનો ફરજીયાત ઉપયોગ કરે છે. આજના સમયમાં લોકો પોતાના સફેદ વાળને છુપાવવા માટે પણ મહેંદીનો ઉપયોગ કરવા લાગ્યા છે. મહેંદી ઠંડી હોય છે, તેને કારણે માથા ઉપર લગાવવાથી ઠંડક મળે છે.
મહેંદી લગાવવા માં ધ્યાન માં રાખવા જેવી બાબતો
મહેંદીને એક વખતમાં પૂરેપૂરી લગાવરાવો. વરંવાર વચ્ચે ઉઠવું નહિ. મહેંદી લગાવરાવ્યા પછી તેને ઓછામાં ઓછું પાંચ કલાક હાથ ઉપર રાખો. તેનાથી ઓછા સમય પહેલા મહેંદીને ન કાઢશો.
ખાસ વાત
* સૌથી પહેલા હાથને સારી રીતે ધુવો.
* મહેંદી ને એક વખતમાં પુરેપુરી લગાવરાવો
* લગાવ્યા પછી પણ 12 કલાક સુધી હાથને સાબુથી કે સોડા થી દુર રાખવા.
લગ્નની સીઝન છે અને દરેક છોકરીની એવી ઈચ્છા હોય છે કે તેની મહેંદી સૌથી ઘાટ્ટી આવે. તેના માટે તે ઘણી બધી ટીપ્સ અને ટ્રીક્સ ને ફોલો કરે છે. મહેંદી આર્ટીસ્ટ ની જણાવેલ દરેક વસ્તુ ને અપનાવે છે. પણ તમે જાતે જ તમારી મહેંદી ઘાટ્ટી કરી શકો છો, તે પણ વગર કોઈ વધુ મહેનત કરીને. આજે અહિયાં તમને એવી 7 સરળ રીત વિષે જણાવી રહ્યા છીએ જેનાથી તમારી મહેંદીના રંગને બધા જોતા જ રહી જશે.
(1) સૌથી પહેલા તમારા હાથને સારી રીતે ધોઈને લૂછો અને પછી મહેંદી લગાવવાનું શરુ કરો.
(2) મહેંદી ને એક વખતમાં પુરેપુરી લગાવરાવો. વારંવાર વચ્ચે ઉઠશો નહી. મહેંદી લગાવરાવ્યા પછી ઓછામાં ઓછું પાંચ કલાક હાથ ઉપર રાખો. તેનાથી ઓછા સમયમાં મહેંદી ન કાઢશો.
(3) મહેંદી સુકાયા પછી હાથ ઉપર લીંબુ ખાંડ નું ઘોળ લગાવતા રહો. સાથે જ એક થી બે વખત સરસીયા નું તેલ પણ લગાવો.
(4) લવિંગનો સેક કરીને મહેંદી ઘાટ્ટી કરો. તેના માટે એક રોટ્લી બનાવવાની તવી કે પૈન માં બે થી ત્રણ લવિંગ નાખો અને પોતાના હાથને નજીક લઇ જઈને સેકો. તેનાથી તમારા ઠંડા હાથ ગરમ પણ થશે અને મહેંદી ઘાટ્ટી પણ થશે.
(5) મહેંદી ને દુર કરવા માટે સરસીયાનું તેલ લગાવો અને હાથને એક બીજા સાથે ઘસો. ક્યારેય પણ પાણીથી મહેંદી ન કાઢશો. પછી 12 કલાક સુધી હાથને સાબુ કે સોડા થી દુર રાખવા.
(6) હાથમાંથી સરસીયા નું તેલ સાફ કરવા માટે થોડો ચૂનો લગાવી લો અને તેને આખી હથેળીઓ ઉપર લગાવો.
(7) મહેંદી લગાવવામાં સૌથી સારી રીત છે કે તેને ગરમ રાખો. તમે જેટલા હાથ ગરમ રાખશો એટલી જ મહેંદી ઘાટ્ટી થશે.
મહેંદી ઘણા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેના વિષે થોડા જ લોકો જાણે છે. પણ તમે મહેંદીના આ ફાયદા વિષે જાણીને મહેંદીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેશો. મહેંદીના ઉપયોગથી ઘણી શારીરિક તકલીફોનો ઉકેલ લાવી શકાય છે. આવો જાણીએ હાથની સુંદરતા વધારવા ઉપરાંત બીજા ક્યા કામમાં આવે છે મહેંદી.
જો તમારા નખની ચમક ઝાંખી પડી ગઈ છે તો નખ ઉપર મહેંદી લગાવો, નખની ચમક વધી જશે.
જો તમે બર્નિંગ ફીટ સિન્ડ્રોમ થી પરેશાન છો તો મહેંદીનો લેપ બનાવીને પગના તળિયા માં લગાવો, તેનાથી થોડા જ દિવસમાં આ તકલીફમાંથી છુટકારો મળી જાશે.
જો તમે માઈગ્રેન ની તકલીફથી લાંબા સમયથી પરેશાન છો તો શાહજીરા અને મહેંદીના બીજમાં સિરકા કે પાણી ભેળવીને સારી રીતે વાટીને લેપ તૈયાર કરી લો. તેને તમારા માથે ઉપર ૨૦ મિનીટ માટે લગાવીને રાખી દો. માઈગ્રેનના દર્દમાં રાહત મળશે.
મહેંદી ની સ્વાસ્થ્ય વર્ધક વધુ જાણકારી માટે ક્લિક કરો >>>> હાથ ની સુંદરતા વધારતી મહેંદી નો ફક્ત એટલો જ ઉપયોગ નથી બીજા પણ ઘણા ઉપયોગ થાય છે