હાથ ની સુંદરતા વધારતી મહેંદી નો ફક્ત એટલો જ ઉપયોગ નથી બીજા પણ ઘણા ઉપયોગ થાય છે

હાથની સુંદરતા વધારવા માટે સદીઓથી મહેંદી નો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. કોઈ ખાસ તહેવાર કે લગ્ન દરમિયાન છોકરીઓ પોતાના શૃંગાર માટે મહેંદીનો ફરજીયાત ઉપયોગ કરે છે. આજના સમયમાં લોકો પોતાના સફેદ વાળને છુપાવવા માટે પણ મહેંદીનો ઉપયોગ કરવા લાગ્યા છે. મહેંદી ઠંડી હોય છે, તેને કારણે માથા ઉપર લગાવવાથી ઠંડક મળે છે.

મહેંદી કરી શકે છે શારીરિક તકલીફોનો ઉકેલ :

તે ઉપરાંત મહેંદી ઘણા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેના વિષે થોડા જ લોકો જાણે છે. પણ તમે મહેંદીના આ ફાયદા વિષે જાણીને મહેંદીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેશો. મહેંદીના ઉપયોગથી ઘણી શારીરિક તકલીફોનો ઉકેલ લાવી શકાય છે. આવો જાણીએ હાથની સુંદરતા વધારવા ઉપરાંત બીજા ક્યા કામમાં આવે છે મહેંદી.

આ કામમાં પણ ઉપયોગ થાય છે મહેંદી :

જો તમારા નખની ચમક ઝાંખી પડી ગઈ છે તો નખ ઉપર મહેંદી લગાવો, નખની ચમક વધી જશે.

જો તમે બર્નિંગ ફીટ સિન્ડ્રોમ થી પરેશાન છો તો મહેંદીનો લેપ બનાવીને પગના તળિયા માં લગાવો, તેનાથી થોડા જ દિવસમાં આ તકલીફમાંથી છુટકારો મળી જાશે.

જો તમે માઈગ્રેન ની તકલીફથી લાંબા સમયથી પરેશાન છો તો શાહજીરા અને મહેંદીના બીજમાં સિરકા કે પાણી ભેળવીને સારી રીતે વાટીને લેપ તૈયાર કરી લો. તેને તમારા માથે ઉપર ૨૦ મિનીટ માટે લગાવીને રાખી દો. માઈગ્રેનના દર્દમાં રાહત મળશે.

વાળની સુંદરતા વધારવા માટે મહેંદીનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. તે વાળમાં લગાવવાથી ખરતા વાળની તકલીફ માંથી પણ છુટકારો મળે છે.

જો કબાટમાં જીવાત લાગી ગઈ છે તો ત્યાં મહેંદીના થોડા સુકા પાંદડા મૂકી દો, જીવાત લાગવાનું બંધ થઇ જશે.

ઘરમાં પાળેલા જનાવરને જો મળ સાથે લોહી નીકળે છે તો મહેંદીના પાંદડા ખવરાવો. થોડા જ સમયમાં આરામ મળશે.

જો તમે હાઈ બ્લડપ્રેશર ની તકલીફ થી પીડિત છો તો મહેંદીના પાંદડાને સારી રીતે વાટીને તેનો લેપ હથેળી અને પગના તળિયા ઉપર લગાવો, તરત જ આરામ મળશે.

કમળાથી પરેશાન લોકો સાંજના સમયે ૨૦૦ ગ્રામ પાણીમાં ૧૦૦ ગ્રામ મહેંદીના પાંદડા તોડીને પલાળી લો. સવારે ઉઠીને આ પાણીનું સેવન કરો. આ ઉપાય સતત એક અઠવાડિયા સુધી કરવાથી કમળાના રોગમાંથી મુક્તિ મળે છે.

મહેંદીના ઝાડની છાલની રાબ બનાવીને તેનું સેવન કરવાથી સ્કીન સબંધી તમામ રોગોમાંથી મુક્તિ મળી જાય છે.