સૌથી નીચે વિડીયો છે સાથે મહેર વિષે જાણવા જેવી ખુબ સરસ રસપ્રદ બાબતો પણ વાંચો
મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા.
મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર સમાજ ૧૪ ગૌત્રાંતર વંશોમાં વહેંચાયેલ છે. આમાનો દરેક વંશ (જે શાખા તરીકે પણ ઓળખાય છે) પણ વિવિધ નાના મોટા કુળોમાં વહેંચાયેલ છે, જે ઘણાં જુદાજુદા ગામોમાં ફેલાયેલા છે. આમાંનાં કેટલાક કુળો પોતે જે ગામમાં વસવાટ કરતા તે ગામનાં નામ આધારીત અટકથી પણ ઓળખાવવા લાગ્યા.
આ ૧૪ વંશમાંથી ચાર, પોતાની વધુ વસ્તી, જમીનદારી અને ઔતિહાસિક મહત્વને કારણે, મહેર સમાજમાં આગળપડતું મહત્વ ધરાવે છે. આ ચાર વંશો કેશવાલા, સિસોદીયા, ઓડેદરા (સુમરા), અને રાજશાખા (ખુંટી) છે, જેનાં બાપદાદાઓ પોરબંદર વિસ્તારનાં ઉંચાણવાળા પ્રદેશોનાં ગામોમાં (જે બરડા વિસ્તાર કહેવાય છે) બહોળી સંખ્યામાં વસવાટ પામ્યા હતા.
અન્ય દશ વંશો પરમાર, વાઘેલા, ચુડાસમા, ચૌહાણ, ભટ્ટી, વાળા, જાડેજા, સોલંકી, ચાવડા અને વાઢેર છે. જેઓએ રાણાવાવ, કુતિયાણા વિસ્તારનાં નિચાણવાળા પ્રદેશોમાં (જેમાં ઘેડ વિસ્તાર સામેલ ગણાય) બહોળા પ્રમાણમાં વસવાટ કર્યો.
રાજપૂત મેર વંશો
કેશવાલા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: આંત્રોલિયા, એરડા, રાતડીયા, બુડા, ભેટાણીયા, બગોદરા.
સિસોદીયા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: મોઢવાડીયા, ગોઢાણીયા, ખિસ્તરીયા, રાણાવાયા, કુછડીયા, હાડળીયા, પાસ્તરિયા.
રાજશાખા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: ખુંટી, કારાવદરા, ગોરાણીયા, સુંડાવદરા, બોખીરીયા, સેલોત, સેલાર, જેઠવા, મોડેદરા, સુરીયા, પરીયા.
ઓડેદરા (જેઓ સુમરા તરીકે પણ ઓળખાય છે) (અગ્નિવંશી)
પેટાશાખાઓ: વિસાણા (અન્ય જી, મોખરા, લાલા વગેરે ૧૮ જેટલી પેટાશાખાઓ હવે ઓડેદરા જ લખે છે.)
પરમાર (અગ્નિવંશી)
પેટાશાખાઓ: મહીયારીયા, બળેજા, મંડેરા, પાતા, ગોરસેરા, ચાંડેલા.
જાડેજા (યદુવંશી)
પેટાશાખાઓ: કડછા, તરખાલા, રાતીયા, કડેગીયા.
વાળા (સૂર્યવંશી)
પેટાશાખાઓ: મુળીયાસીયા, આગઠ, બાપોદરા, અમર.
ચૌહાણ (અગ્નિવંશી)
પેટાશાખાઓ: ગરેજા.
વાઢેર (સૂર્યવંશી)
પેટાશાખાઓ: સિંધલ, દાસા, સુત્રેજા, સરમા.
ચાવડા (ચંદ્રવંશી)
પેટાશાખાઓ: કોડવાળા
ચુડાસમા (યદુવંશી)
પેટાશાખાઓ: વાઘ.
સોલંકી (અગ્નિવંશી)
પેટાશાખાઓ: ટીંબા, દિવરાણીયા, સીડા, ભોગેસરા,
વદર (ચંદ્રવંશી)
ભટ્ટી (યદુવંશી)
પેટાશાખાઓ: ભૂતિયા.
પઢિયાર (અગ્નિવંશી)
પેટાશાખાઓ: થાપલીયા
વિડીયો
https://youtu.be/Ku-zwZSlTIg