મહિલા દિવસ : પતિના શહીદ થયા બાદ સિપાઈ બની શશિ, કરી રહી છે દેશસેવા, વાંચો વીર મહિલાઓની સંધર્ષ ગાથા

“તુફાનો સે આંખ મિલાઓ, સૈલાબો પે વાર કરો, મલ્લાહો કે ચક્કર છોડો, તૈર કે દરિયા પાર કરો.” ડૉ. રાહત ઇંદૌરીની આ પંક્તિ કહે છે કે તુફાનો સામે આંક મેળવો, પાણી પર પ્રહાર કરો, નાવિકોના ચક્કર છોડો, તરીને દરિયો પાર કરો. સીધા શબ્દોમાં કહીએ તો બીજાની સહાયતા વિના હિમ્મતથી મુશ્કેલીનો સામનો કરો અને વિજય મેળવો.

અને આ પંક્તિને હકીકતમાં બદલતા જોવી હોય તો મથુરાની રહેવા વાળી વીર મહીલા શશિદેવીના સંઘર્ષની ગાથા વાંચો, જે પતિ શહીદ થયા પછી સૈનિક બનીને દેશની સેવા કરી રહી છે. જિલ્લામાં શશિદેવી જેવી ઘણી મહિલાઓ છે, જેમના પતિ દેશની સેવામાં શહીદ થઇ ગયા છે. પતિના મૃત્યુ પછી આ વીર મહિલાઓ પોતાના આવેશ અને ઝનૂન સાથે જીવન સાથે જંગ લડીને ઉદાહરણ પૂરું પાડી રહી છે.

રાયાના ગામ નગલા ભીમના નિવાસી મુકેશ ચંદ્ર શર્મા બીએસએફમાં હતા. 19 સપ્ટેમ્બર 2009 ના રોજ જમ્મુના બારામુલામાં થયેલા આતંકી હુમલામાં તે શહીદ થઇ ગયા હતા. એમના શહીદ થયા પછી એમની પત્ની શશિદેવી પર બધી જવાબદારી આવી ગઈ. શશિદેવીએ પણ થોડા દિવસ પછી બીએસએફ જોઈન કરી લીધું.

વર્તમાન સમયમાં એમની પોસ્ટિંગ પંજાબમાં છે. તે પોતાના 10 વર્ષના દીકરા આર્યનની પણ સાળ-સંભાળ રાખી રહી છે. શશિદેવીનું કહેવું છે કે તે પોતાના દીકરાને પણ સેનામાં મોકલશે. અને એના માટે અત્યારથી જ એને તૈયાર કરી રહી છે. શશિદેવીનું કહેવું છે કે પતિના શહીદ થયા પછી એમની સામે ઘણા પડકારો આવ્યા, પરંતુ એમણે બધાનો સામનો કર્યો.

બલદેવના ગામ બલ્ટીગઢી નિવાસી લોકેંદ્ર સિંહ 7 જાન્યુઆરી 2006 ના રોજ કશ્મીરમાં શહીદ થયા હતા. લોકેંદ્રના શહીદ થયા પછી બાળકોની જવાબદારી પરિવાર પર આવી ગઈ હતી. એમની પત્ની અંજુ પોતાના બાળકોની સાળ-સંભાળ રાખી રહી છે. વીર નારી અંજુ ગામમાં પતિનું સ્મારક બનાવવા માટે લડી રહી છે.

હકીકતમાં પ્રશાસને એમનું સ્મારક બનાવવા માટે જમીન આપવાની ઘોષણા કરી હતી. પરંતુ આજ સુધી જમીનની ફાળવણી નથી થઇ શકી. અંજુ ઘણી વાર અધિકારીઓને મળી ચુકી છે. 13 વર્ષ થઈ ગયા સંઘર્ષ કરતા કરતા, પરંતુ આજ સુધી પ્રશાસન સ્મારક બનાવવા માટે જમીન ફાળવી શકી નથી.

સૌંખ ક્ષેત્રના ગામ નગલા ખુટિયાના નિવાસી પુષ્પેન્દ્ર સિંહ આર્મીમાં હતા. એમની પોસ્ટિંગ શ્રીનગરના તંગધાર સેક્ટરમાં હતી. 13 ઓગસ્ટ 2018 ના રોજ આતંકવાદીઓ સામે લડતા લડતા પુષ્પેન્દ્ર શહીદ થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે એ બહાદુર પુષ્પેન્દ્રએ આતંકવાદીઓને પણ મારી નાખ્યા હતા.

પુષ્પેન્દ્રની માં મહાવીરી દેવી અને પત્ની સુધા સિંહે શહીદ પુષ્પેન્દ્રનું સપનું પૂરું કરવાનો સંકલ્પ લીધો છે. સુધા સિંહનું કહેવું છે કે એમના પતિ ઇચ્છતા હતા કે એમનો દીકરો સેનામાં જાય. સુધા એમના દીકરા સિદ્ધાર્થને સેનામાં ઓફિસર બનાવશે. તે પણ ઈચ્છે છે કે એમનો દીકરો મોટો થઈને દેશની સેવા કરે. આપણા દેશની સીમાઓનો રક્ષક બને.

છાતાના ગામ લાડપુરના નિવાસી વિક્રમ સિંહ 27 માર્ચ 2018 ના રોજ કશ્મીરમાં શહીદ થયા હતા. શહીદ વિક્રમ સિંહના બે દીકરા છે. શહીદની પત્ની રચનાનું કહેવું છે કે તે પોતાના બંને દીકરાને સૈનિક બનાવશે. વિક્રમ સિંહ પણ એ જ ઇચ્છતા હતા કે એમના દીકરા પણ દેશની સેવા કરે.

રચના પોતાના બંને દીકરાની સારી રીતે સાળ-સંભાળ રાખી રહી છે. એમના સિવાય જિલ્લામાં ઘણી વીર મહિલાઓ છે જે પોતાના પતિના શહીદ થયા પછી પોતાના બાળકોની સાળ-સંભાળ રાખી રહી છે અને એમને સેનામાં મોકલવાની તૈયારી કરાવી રહી છે.