મહિલા પોલીસ ઓફિસરે કાપી નાખ્યા પોતાના માથાના બધા વાળ, કારણ જાણીને થશે ગર્વ.

કેરળના થિસસૂર જિલ્લામાં મહિલા પોલીસ ઓફિસરના પદ ઉપર કાર્યરત અપર્ણાના લવકુમાર આ દિવસો દરમિયાન સોસીયલ મીડિયાની સ્ટાર બનેલી છે, કારણ એ છે કે એમને એક એવું ખાસ કામ કર્યું છે, જે કેટલાય લાખ્ખો લોકોની પ્રેણના બની ગયો છે. ખરેખર તો 46 વર્ષની અપર્ણાએ પોતાના માથાના બધા વાળ કાપી નાખ્યા છે. એવું તેમને કેન્સરના રોગીઓની મદદ માટે કર્યું છે.

તમને ખબર હશે કે કેન્સરના ઈલાજ માટે કીમો થેરાપી હોય છે, જેના લીધે તમારા બધા વાળા ખુબ ઝડપી ખરી જાય છે. એનું રોગીના મનમાં પણ અસર થાય છે. એવામાં અપર્ણા પોતાના વાળને કેન્સરના રોગીની વિગ બનાવવા દાન કરવા માંગતી હતી. અપર્ણાના વાળ ખુબ લાંબા હતા, જે તેમને એક સારા કામ માટે કાપીને દાનમાં આપી દીધા. હવે આ કારણથી તેમની આખા દેશમાં વખાણ થાય છે.

બોલોવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ અપર્ણાના આ કામથી બહુ ઇમ્પ્રેશ થઈ છે, તેમને અપર્ણાના ફોટા સાથે સ્ટોરી શેયર કરી અને તમને સલામ કર્યા. રિપોર્ટ પ્રમાણે અપર્ણાએ ગયા મંગળવારે પોતાના વાળ કપાવ્યા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં એમને જણાવ્યું કે આવા નાના મોટા કર્યો માટે હું મારી જાતને વખાણને લાયક નથી સમજાતી.

મેં જે કાઈ પણ કર્યું એને હું મોટી વાત નથી માનતી. મારા વાળ 2 વર્ષમાં પાછા આવી જશે. મારા મત પ્રમાણે અસલી હીરો તો તે છે, જે પોતાના અંગ દાન કરે છે. વાળથી ફક્ત દેખાવ બદલાય છે. દેખાવમાં કાઈ નથી રાખ્યું. તમારા કામો વધુ મહત્વ ધરાવે છે.

જણાવી દઈએ કે આ કોઈ પહેલી વાર નથી કે જયારે અપર્ણાએ સમાજસેવા સાથે જોડાયેલ કાર્ય કર્યું હોય. આ પહેલા એ 10 વર્ષ પહેલા ચર્ચાનો વિષય બની હતી. ત્યારે એક ગરીબ પરિવાર પાસે હોસ્પિટલ માંથી મૃતદેહ પાછો લઇ જવા માટેના પૈસા ના હતા. એવામાં અપર્ણાએ પોતાની સોનાની વસ્તુ દાન કરી દીધી હતી. જયારે તેમને પૂછવામાં આવ્યું કે તમને વાળ કાપવાનો વિચાર કેવી રીતે આવ્યો?

તો તેમણે કહ્યું હું હંમેશા પોતાના વાળ થોડા થોડા દાન કરતી રહુ છું, પરંતુ આ વખતે મેં બધા વાળ દાન કરીને માથું મૂંડાવી લીધું. ખરેખર તો મેં એક પાંચમા ધોરણમાં કેન્સરથી પીડાતા બાળકને જોયો હતો. તેના બધા વાળ ખરી ગયા હતા. હું તેનું દુઃખ અનુભવી શકતી હતી, બસ ત્યારે જ મેં મારા જિલ્લાના પોલીસ ચીફ આઇપીએસ એન.વિજયકુમાર પાસે વાળ કાપવાની પરવાનગી લઇ લીધી અને તેમને પરવાનગી આપી પીધી.

જણાવી દઈએકે સામાન્ય રીતે કેરળ પોલીસના મેન્યુઅલમાં પોલીસના યુનિફોર્મ માટે કેટલાક નિયમો છે. તેમાં પુરુષોને પોતાની દાઢી વધારવાના અને માથું મૂંડાવવાની અનુમતિ નથી. આ નિયમ મહિલાઓ માટે પણ લાગુ પડે છે. પરંતુ અપર્ણાએ આઇપીએસ એન.વિજયકુમારને માથું મૂંડવાનું કારણ જણાવ્યું, તો તેઓ ખુશ થઇ ગયા અને પરવાનગી આપી દીધી, તેમને જણાવ્યું કે તેમને આ માટે પરવાનગી આપવા માટે ખુબ આનંદ થયો. એમાંતો આ આખી બાબત હાઈલાઈટ ત્યારે થઇ એક સ્થાનિક પાર્લરે અપર્ણાના વાળ કપાવાની સ્ટોરી સોસીયલ મીડિયા ઉપર શેયર કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.