સાડી પહેરીને વિશ્વની પહેલી નાગરિકતા ધરાવતી રોબોટ થઇ IIT બોમ્બે માં રજુ, હિન્દીમાં આપી સ્પીચ

IIT બોમ્બેમાં હાલના દિવસોમાં એશિયાના સૌથી મોટા પ્રોધોગિકી મહોત્સવ ચાલી રહેલ છે. શનિવારે ટેકફેસ્ટ નામથી ચાલી રહેલ આ મહોત્સવનો બીજો દિવસ હતો અને તેનો બીજો દિવસ ખુબ જ મહત્વનો રહ્યો, કેમ કે ટેકફેસ્ટમાં શનિવારે સાઉદી આરબની મહિલા રોબોટ સોફિયાને બધાની સામે રજુ કરવામાં આવેલ.

ખાસ વાત એ છે કે સાઉદીમાં કાયદેસર સોફિયાને ત્યાનું નાગરિત્વ આપવામાં આવેલ છે. લોકો માટે ચોંકાવનારી વાત એ છે કે મહિલા રોબોટ સોફિયાને મંચ ઉપર સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ થી શણગારીને સાડી પહેરાવીને લોકો સામે રજુ કરવામાં આવેલ હતી. સોફિયાનું સ્વાગત હોલમાં રહેલ લોકોએ જોરદાર તાળીઓ પાડીને કર્યું.

૧૫ મીનીટનું ભાષણ હિન્દીમાં હતું

લોકોએ સોફિયાનું જોરદાર રીતે ન માત્ર સ્વાગત કર્યું, પણ જ્યાં સુધી સોફિયા મંચ ઉપર રહી ત્યાં સુધી લોકો એ વચ્ચે વચ્ચે તાળીઓ પાડી. તે ઉપરાંત સોફિયા એ મંચ ઉપર લગભગ ૧૫ મિનીટ સુધી ભાષણ આપ્યું, જે પણ સંપૂર્ણ ભાષણ હિન્દીમાં હતું. મહિલા રોબોટ સોફિયાએ ‘નમસ્તે ઇન્ડિયા, મેં સોફિયા’ કહીને લોકોનું અભિવાદન કર્યું. તે દરમિયાન હોલમાં બેઠેલા અમુકે તાળીઓનો ગડગડાટ થી તો અમુકે ઉભા થઈને સોફીયાનું અભિવાદન સ્વીકાર કર્યું અને પ્રોત્સાહન આપ્યું.

૩૦૦૦ લોકોએ સાંભળ્યા સોફિયાને

હોલમાં સોફિયાને સાંભળવા માટે લગભગ ૩૦૦૦ લોકો હાજર હતા. તે દરમિયાન સોફિયાએ ઘણા હ્યુમન ઈશ્યુજ ઉપર લોકો સાથે વાત કરેલ. આમ તો થોડા સમય માટે કોઈ ટેકનીકલી સમસ્યા ને કારણે સોફિયા મંચ ઉપર ચુપ થઇ ગઈ. આમ તો પછી આયોજકોએ તકલીફ દુર કરી અને ત્યાર પછી સોફિયાએ ફરી બોલવાનું શરુ કર્યું. એવું નથી કે માત્ર સોફિયાની સ્પીચ દરમિયાન જ તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની, પણ તેમની સ્પીચ પછી પણ સોફિયાને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી.

વિશ્વની પહેલી એવી રોબોટ મહિલા જેને મળેલ છે નાગરિત્વ

તમને જણાવી આપીએ કે રોબોટ સોફિયા વિશ્વની પહેલી એવી મહિલા છે, જેમને દેશનું નાગરિત્વ આપવામાં આવેલ છે. ત્યાર પછી વિશ્વ આખામાં વિજ્ઞાન અને પ્રોધોગિકી વિસ્તારના વિદ્યાર્થીમાં ચર્ચાનો વિષય બનેલ છે. નારંગી અને સફેદ રંગની સાડી પહેરેલ સોફિયાએ ટેકફેસ્ટ ચર્ચા સત્રમાં ભારતના જુદા જુદા વિષયો ઉપર પ્રકાશ પાડેલ. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા જ તેની ઓળખ છે. અહિયાંના શહેર, બિલ્ડીંગ અને જુદા જુદા વિસ્તારોની પ્રગતી ઉલ્લેખનીય છે. તેમણે કહ્યું કે કોણ કેવી રીતે જુવે છે, તેની ઉપર વિચાર કરવાને બદલે પોતાની ઓળખ બનાવવી જોઈએ.

ભારત યાત્રાને લઈને સોફિયાએ આપ્યો આ જવાબ

હોલમાં રહેલ શ્રોતા જ્યારે સોફિયા સાથે તેમની ભારત યાત્રા ને લઈને સવાલ કર્યા તો સોફિયાએ જવાબ આપ્યો “હું હમેશા ભારતની યાત્રા કરવા માગું છું મેં પરંપરા અને સંસ્કૃતિના આ જીવંત દેશ વિષે ઘણું બધું સાંભળેલ છે. ભારતીયો એ સીલીકોન વેલી માં યોગદાન આપેલ છે હું હમેશા અંતરીક્ષ પ્રોધોગિકી માં ભારતમાં રોકાણ બાબતમાં ઘણી ઉત્સાહિત છું.”

વિડીયો