એકલી મહિલા, ઇજ્જત અને અધૂરપની આ ત્રણ સ્ટોરીઓ જે તમારી મહિલાને જોવાની દ્રષ્ટિ બદલી નાખશે

આ ત્રણ નાનકડી સ્ટોરીથી સમજો મહિલાના જીવનમાં એકલતા, ઈજ્જત અને અધુરાપણું શું હોય છે.

આબરૂ – સંગીતા શર્મા :

રીમા તે છોકરો કોણ છે, જેની બાઈક ઉપર બેસીને તુ આ રીતે જાહેરમાં આબરૂ ઘટાડી રહી હતી. ઘરમાં પગ મુકતા જ રીમાએ રોહિતનો કર્કશ અવાજ સંભળાયો, કોલેજ ભણવા જાય છે કે રંગરલીયા મનાવવા? તને માં-બાપની આબરૂની જરા પણ પરવા છે કે નથી?

બસ ભાઈ, રીમા બોલી, તમે માં-બાપની આબરૂની વાત ન કરો, તો જ સારું છે. કેમ ન કરું? તારો મોટો ભાઈ છું. ઘરની આબરૂનું ધ્યાન રાખવું મારી જવાબદારી છે. રોહિત બોલ્યો, ખબરદાર જો ફરી તે છોકરા સાથે જોવા મળી.

શું આબરૂ છોકરીઓથી ખરાબ થાય છે છોકરાઓથી નહિ? જે છોકરીને લઈને તમે ફરો છો તે પણ તો કોઈની બહેન-દીકરી છે. તમે તેના ઘરની આબરૂનો વિચાર કેમ નથી કરતા? છોકરાઓને તેની આબરૂનો ખ્યાલ કેમ રહે છે? બીજાની આબરૂનો કેમ નહિ? રીમા બોલી. રોહિતને એવું લાગ્યું, જેમ કે કોઈએ તેના ગાલ ઉપર તમાચો મારી દીધો હોય.

અધૂરાપણું – કાંતા રોય :

પોતાનો ચહેરો જોઉં કે જીવન, મને એક અધૂરાપણાનો જ અહેસાસ થાય છે. કદાચ હું તેને કેવી રીતે પૂરી કરી શકીશ. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી રહી હતી. ક્યાંક કોઈ સંબંધની વાત ચલાવી દે અને માં મારી પાછળ જ પડી જતી. હું ગોરી કાયાને મેળવી શકું, એટલા માટે સ્નાન પહેલા ઉબટન લગાવતી હતી. કોઈ કેવી રીતે સમજાવે મારી ભોળી માં ને ઉબટન લગાવીને સ્નાન કરવાથી ગોરા નહી થઇ જવાતું. હવે તો ત્રીસ પાર પણ થઇ ગયા છે. માં ને પણ કદાચ લાગવા લાગ્યું છે કે હવે મુશ્કેલ છે મારા લગ્ન. હું ગુનાના બોધથી ઘેરાઈ રહું છું.

ઘણી વખત ઈશ્વર સાથે પણ મનમાંને મનમાં લડી લઉં છું. માં ને દીકરી વિદાય કરવાની એટલી ચિંતા હતી કે પાઈ પાઈ જોડવાની ગડમથલમાં મારા ભણવા ઉપર પણ ખર્ચ ન કર્યા. આજે એકઠા કરેલા પૈસા પણ કામ ન આવ્યા. કોઈ પસંદ જ નથી કરતા મને. જે જોવા આવે છે, મોઢું ચડાવીને જતા રહે છે.

તે ગડમથલમાં હવે બત્રીસ વર્ષની થઇ ગઈ છું. લોકો કહે છે કે હું જાડી થઇ રહી છું. તેમાં હું શું કરું? ઉંમરની અસર રોકવી કોઈના વશમાં છે. ક્યારે ક્યારે વિચારું છું કે લગ્ન માટે પૈસા બચાવવાને બદલે મને ભણાવી હોત તો, કેટલું સારું હોત.

જમુની અમ્મા – છાયા સક્સેના :

નવી વસેલી કોલોનીની પાછળ ઝુપડીમાં જમુની બાઈ રહેતી હતી. બધા તેને જમીની અમ્મા કહીને બોલાવતા. તે સવારે 7 વાગે કામ ઉપર નીકળતી અને સાંજે 5 વાગે ઘરે પાછી આવતી, તે તેમની રોજની દિનચર્યા હતી.

દિવાળીની રાત્રે જમીની તેની ઝુપડી સામે ઉદાસ બેઠી હતી. નંદુ તેના ધાબા ઉપર દીવો રાખવા ગયો તો તેણે ત્યાં થી જમુની અમ્મા જોઈ, તેની ઝુપડીની આસપાસ શાંતિ છવાયેલી હતી, નંદુ જલ્દી ધાબા ઉપરથી ઉતરીને તેના મિત્રો પાસે ગયો, બધાને ભેગા કરી જમીની અમ્મા પાસે પહોચી ગયા, ત્યાં તેમને મીઠાઈ ખવરાવીને ઝુપડી સામે દીવા પ્રગટાવીને રાખી દીધા પછી મિત્રોએ મળીને ઘણી ફૂલઝર અને દાડમ સળગાવ્યા.

ખુશીના આંસુ વહાવીને રૂંધાયેલા ગળાથી જમુનીએ કહ્યું દીકરા તમે બધાએ મને અનાથને જે પ્રેમ અને ખુશી આપી છે તે હું ક્યારેય નથી ભૂલી શકતી, ભગવાન તમારું ભલું કરે, તમે ઘણા પ્રગતી કરો.

આ માહિતી નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.