જાણો મહિલાઓના પગમાં વિંછીયા પહેરવા પાછળ શું છે કારણ

વિંછીયા પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે. તે પરણિત મહિલાઓના સુહાગની નિશાની હોય છે. જો વિંછીયા સાથે જોડાયેલા થોડા વૈજ્ઞાનિક તથ્ય પણ છે. જે કહે છે કે વિંછીયા પહેરવાથી માત્ર પતિ જ નહિ પરંતુ મહિલાઓની પણ ઉંમર વધી જાય છે. ખાસ કરીને વિંછીયા પહેરવાથી મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી ઘણી તકલીફો દુર થઇ જાય છે. તો જાણીએ કે વિંછીયા પહેરવાથી શું શું ફાયદા થઇ શકે છે?

પ્રેગ્નેટ થવામાં થાય છે મદદરૂપ :-

આજકાલની જીવનશૈલી એવી થઇ ગઈ છે કે દરેક વ્યસ્ત છે ખાસ કરીને મહિલાઓ બેવડી જવાબદારીઓ નિભાવી રહી છે. તેને ઘરના અને ઓફીસના બન્ને જગ્યાના કામ કરવા પડે છે. તેને કારણે જ લગતા થાક અને આરોગ્યનું ધ્યાન ન આપી શકવાથી ગર્ભ ધારણ કરતી વખતે તેને ઘણી તકલીફો સામે ઝઝૂમવું પડે છે.

પરંતુ વિંછીયા પહેરવાથી આ સમસ્યાથી તમે બચી શકો છો. ખાસ કરીને વૈજ્ઞાનિક તથ્ય કહે છે કે જે આંગળીમાં વિંછીયા પહેરવામાં આવે છે, તે આંગળીની નસનું ગર્ભાશય સાથે જોડાણ હોય છે. વિંછીયા પહેરવાથી તે નસ દબાય છે. જેથી ગર્ભાશય નિયંત્રણમાં રહે છે.

નિયમિત રહે છે પીરીયડસ :-

ઘણી મહિલાઓના લગ્ન પછી અનિયમિત પીરીયડસની તકલીફ થઇ જાય છે. પણ જો તે મહિલાઓ વિંછીયા પહેરે છે તેની સાથે આ તકલીફ થતી નથી. વૈજ્ઞાનિક તથ્યો મુજબ વિંછીયાથી જે નસ દબાય છે. તે મહિલાઓના તમામ પ્રજનન અંગો સાથે જોડાયેલી હોય છે. પીરીયડસ પણ તેનો એક ભાગ છે, એટલા માટે તે નસના દબાવાથી પીરીયડસ પણ નિયમિત રહે છે.

નકારાત્મક અસરથી દુર રહે છે :-

હિંદુ ધર્મમાં માન્યતા છે કે લગ્ન પછી ઘણી નકારાત્મક અસર મહિલાઓને ઘેરી લે છે. પરંતુ ચાંદીના વિંછીયા પહેરવાથી આ નકારાત્મક અસર મહિલાઓથી દુર રહે છે. કેમ કે વિંછીયા એક ગુડ કંડકટર હોય છે. પૃથ્વીના સંપર્કમાં આવીને તે નકારાત્મક અસરને ઓછી કરી દે છે.

વિંછીયા એક્યુપ્રેશરનું પણ કામ કરે છે :-

વિંછીયા એક્યુપ્રેશરનું પણ કામ કરે છે. કહે છે કે વિંછીયા આંગળીના જે પોઈન્ટ ને દબાવે છે. તેનાથી યુટેરસ, બ્લેન્ડર અને આંતરડા સુધી લોહીના પ્રવાહને સારી રીતે થવા લાગે છે. તેની સાથે જ વિંછીયા પહેરવાથી તળિયાથી લઇને નાભીની તમામ નાડીઓ અને પેશીઓ વ્યવસ્થિત થાય છે.

રોચક વાતો :-

પ્રાચીનકાળમાં મહિલાઓને વિંછીયા અને પાયલ એટલા માટે પહેરાવવામાં આવતી હતી. જેથી તેના અવાજથી તેના આવવાની જાણ થઇ જાય અને ઘરના પુરુષ પોતાને વ્યવસ્થિત કરી શકે.

વાસ્તુ મુજબ, પાયલ અને વિંછીયાના અવાજથી ઘરમાં નકારાત્મક શક્તિઓની અસર ઓછી થઇ જાય છે. તે ઉપરાંત દૈવીય શક્તિઓ વધુ સક્રિય થઇ જાય છે.

તે ઉપરાંત પાયલની ધાતુ હંમેશા પગ સાથે ઘસાતી રહે છે. જે સ્ત્રીઓના હાડકાઓ માટે ઘણું ફાયદાકારક છે. તેનાથી તેમના પગના હાડકાને મજબુતી મળે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.