મહિમા ચૌધરીની દીકરીની સુંદરતાના દીવાના થયા ફેન્સ, બોલ્યા : માં ની કાર્બન કોપી છે, તે ઘણી વધારે સુંદર અને…

માં ની કાર્બન કોપી છે મહિમા ચૌધરીની દીકરી એરિયાના, માં ની સુંદરતાને આપે છે ટક્કર, જુઓ ફોટા.

90 ના દશકની લોકપ્રિય અભિનેત્રી અને મોડલ મહિમા ચોધરી હાલમાં જ પોતાની દીકરી એરીયાના સાથે મુંબઈના એક કલીનીકની બહાર જોવા મળી. તેના કેટલાક ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ ફોટામાં મહિમાએ બ્લેક ડ્રેસ, કેપ અને વ્હાઈટ સનીકર્સ પહેર્યું છે. અને તેની દીકરી એરીયાના સફેદ ટી-શર્ટ, કાર્ગો અને સફેદ સ્નિકર્સમાં જોવા મળી રહી છે.

બંને માં-દીકરી ફોટામાં ઘણી સુંદર દેખાઈ રહી છે. પ્રસંશકો પણ બંનેના આ સુંદર ફોટા અને વિડીયો ઉપર જોરદાર રીએક્શન આપી રહ્યા છે. બધા ફેન્સ મહિમા ચોધરીની દીકરી એરીયાનાની સુંદરતાની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે તેની પ્રશંસા લખ્યું, “માં ની કાર્બન કોપી, વેરી પ્રિન્ટી એંડ ક્યુટ.” તો બીજાએ લખ્યું, “કેટલી ક્યુટ છે તે.” અન્ય એક યુઝરે લખ્યું, “સુપર ક્યુટ એંડ ઈનોસેંટ ચાઈલ્ડ.”

2007 માં થયો હતો એરીયાનાનો જન્મ : મહિમા ચોધરીએ વર્ષ 2006 માં આર્કીટેક્ટ અને બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, અને 2013 માં બંને અલગ પણ થઇ ગયા હતા. એરીયાનાનો જન્મ 2007 માં થયો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં મહિમાએ પોતાની 2 કસુવાવડ અને પોતાના લગ્ન સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિષે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, તમે તમારા માતા પિતા કે મિત્રોને કાંઈ નથી જણાવતા. તમે વિચારો છો કે, અરે આ તો એક મુશ્કેલી છે, તેના વિષે કોઈને હું જણાવવું? અને પછી તમે પાછા પડી જાવ છો. પછી વધુ એક મુશ્કેલી ઉભી થઇ જાય છે. તેમણે આગળ જણાવ્યું કે, હું એક બીજું બાળક ઈચ્છી રહી હતી, પણ મને કસુવાવડ થઇ ગઈ અને ત્યાર પછી વધુ એક કસુવાવડ થઈ ગઈ. તે બધું એટલા માટે થયું કેમ કે હું તે લગ્નથી ખુશ ન હતી.

મહિમાએ જણાવ્યું કે, પતિ સાથે ઘણી બાબતને લઈને માથાકૂટ થઇ જતી હતી. આ લગ્નથી હું ખુશ ન હતી. મહિમાએ એ પણ જણાવ્યું કે, મુશ્કેલ દિવસોમાં તેના પતિએ તેનો સાથ નહોતો આપ્યો. મહિમાએ જણાવ્યું કે, મારા મુશ્કેલ સમયમાં મારી માં અને બહેને મને સાથ આપ્યો. જયારે હું બહાર જતી હતી, તો દીકરીને માં ના ઘરે મુકીને જતી હતી. તેઓ તેની ઘણી કાળજી રાખતા હતા.

મારી માં ને પાર્કીસન હતું. એક દિવસ મારા ભાઈએ મને જણાવ્યું કે, માં પાસે માત્ર એક જ વર્ષ છે. તે સમય દરમિયાન હું ડી પ્રે સનમાંથી પણ પસાર થઈ. હું નાની નાની વાતો ઉપર રડવા લાગતી હતી અને ત્યાર પછી તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો.

મહિમાએ ‘પરદેસ’ થી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યુ : મહિના ચોધરી છેલ્લી વખત 2016 માં આવેલી બંગાળી થ્રીલર ફિલ્મ ‘ડાર્ક ચોકલેટ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના સિવાય રિયા સેન પણ મુખ્ય પાત્રમાં હતી. મહિમાએ 1997 માં આવેલી ફિલ્મ ‘પરદેસ’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. પછી તેમણે દિલ ક્યા કરે, લજ્જા, ધડકન, દીવાને, દિલ હૈ તુમ્હારા, ઓમ જય જગદીશ જેવી ઘણી ફિલ્મો કરી હતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.