વાયરલ ફોટોઝ પર મહિમા એ જણાવ્યું પોતાનું દર્દ, જણાવ્યું “મને અફસોસ છે કે મારી ઉંમરની એક્ટ્રેસ હવે…

બોલીવુડમાં શાહરૂખ ખાન સાથે ‘પરદેશ’ ફિલ્મમાં ડેબ્યુ કરનારી હિરોઈન મહિમા ચૌધરી ને હાલમાં જ મુંબઈના જુહુ ઉપર જોવા મળેલ તે દરમિયાન મહિમા ના થોડા ફોટા વાયરલ થઇ ગયા.

લોકોએ આનંદથી મહિમાના વધેલા વજન માટે નિશાન બનાવી. પણ હવે મહિમાએ પોતાનું મૌન તોડી દીધું છે. જણાવી આપીએ કે પોતાના વાયરલ ફોટાને લઈને મહિમાએ કહ્યું કે તેને ઘણો અફસોસ છે કે બોલીવુડમાં તેમની ઉંમરની હિરોઈન માટે પાત્ર નથી લખવામાં આવતું.

સિંગલ મધર છે મહિમા

પોતાના વાયરલ ફોટાને લઈને મહિમાએ કહ્યું કે તેને ઘણો અફસોસ છે કે બોલીવુડમાં તેની ઉંમરની હિરોઈનો માટે પાત્ર નથી લખવામાં આવતું. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે તે એક સિંગલ મધર હતી અને સિંગલ મધર માટે પોતાના બાળકને ઉછેરવું થોડું મુશ્કેલ બની જાય છે. તેમણે કહ્યું મારે પૈસા કમાવા હતા અને દીકરી ઘણી નાની હતી તેથી તેને છોડીને શુટિંગ ઉપર પણ નહોતી જઈ શકતી હતી.

તેથી મેં મારું સંપૂર્ણ ધ્યાન મારી દીકરી તરફ લગાવી દીધું અને ફિલ્મોથી દુર રહેલ. તેથી મેં થોડા શોખ ને પુરા કરવા, કાર્યક્રમોમાં જવું અને રીબીન કાપવાનું શરુ કરી દીધું. તે મારા માટે સરળ હતું. તે મને ઝડપથી અને સારા પૈસા પુરા પાડતું હતું. હવે જ્યારે હું પાછું વળીને જોઉં છું તો મને લાગે છે કે આ અનુભવે હિરોઈન તરીકે મને ખરાબ બનાવી નાખેલ છે.

બોબી મુખર્જી સાથે કર્યા લગ્ન

જણાવી આપીએ કે મહિમાએ ૨૦૦૬ માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પણ તેના લગ્ન વધુ દિવસો સુધી ન ટકી શક્યા. વર્ષ ૨૦૧૩ માં બન્નેએ જુદા થવાનો નિર્ણય લીધો અને હવે મહિમા મુંબઈમાં જ પોતાની દીકરી સાથે રહે છે. મહિમા વીજે રહી ચૂકેલ છે અને તેમણે ઘણા એડવર્ટાઇઝમેંટ માં પણ કામ કરેલ છે. મહિમા ટેનીસ ખેલાડી લિએંડર પેસને પણ ડેટ કરી ચુકી છે. સમાચારો જુવો તો બન્નેનો ૬ વર્ષ સુધી અફેયર ચાલ્યો હતો. પણ લિએંડરે મહિમાને દગો આપીને રિયા પીલ્લઈ ને જીવન સાથી તરીકે પસંદ કરી લીધી.

 

૪૪ વર્ષની છે મહિમા

૧૩ સપ્ટેમ્બર ના રોજ મહિમાએ પોતાનો ૪૪ મો જન્મ દિવસ મનાવેલ હતો. હાલમાં જ તે મુંબઈ જુહુ વિસ્તારમાં જોવા મળેલ હતી. તે દરમિયાન મહિમાના થોડા ફોટા પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈને સામે આવેલ. ફોટામાં મહિમાનું વજન ઘણું વધી ગયેલું લાગી રહેલ હતી અને તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. ફોટામાં મહિમાએ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તે ક્યાંક જતી જોવા મળતી હતી.