મનુ પંજાબીને ડેટ કરી રહી હતી માહિરા શર્મા, બિગ બોસ શરુ થતા પહેલા કર્યું બ્રેકઅપ

બિગ બોસ 13 ની કંટેસ્ટન્ટ માહિર શર્માએ પોતાના બોયફ્રેન્ડ મનુ પંજાબી સાથે બિગ બોસ શરૂ થવાના 40 દિવસ પહેલા જ બ્રેકઅપ કરી લીધું હતું. તમને એ જાણીને આશ્ચય થશે કે મોડલ-એક્ટ્રેસ માહિરા શર્માનું બિગ બોસ શરૂ થવાના 40 દિવસ પહેલા જ બ્રેકઅપ થઈ ગયું છે.

માહિરા હવે બિગ બોસના ઘરમાં પારસ છાબડાની નજીક જઈ રહી છે. શું તમે જાણો છો? કે માહિરા બિગ બોસ 10 ના કંટેસ્ટન્ટ મનુ પંજાબી સાથે રિલેશનશિપમાં હતી. મનુના બિગ બોસના ઘરની બહાર નીકળ્યા પછી જ બંને એ ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ વાતનું કયારેય રિપોર્ટિંગ નથી થયું, પણ બંનેનું અફેયર હોવાની વાત પણ બહાર આવતી રહી છે. આ પહેલા માહિરા ટીવી કલાકાર અભિષેક શર્માને ડેટ કરી રહી હતી, અને મનુએ પીકુ સાથે સગાઈ કરી લીધી હતી. આ સમાચાર પારસની ગર્લફ્રેન્ડ આકાંક્ષાને સંપૂર્ણ રીતે પરેશાન કરી શકે છે, કારણ કે માહિરા અને પારસ વચ્ચે નિકટતા વધી રહી છે. સ્પોટબોય ડોટ કોમ સાથે વાત કરતા આકાંક્ષાએ આ વિષે પોતાની નારાજગી પણ જાહેર કરી હતી.

માહિરાની માં પણ પારસને તેમની દીકરીને કિસ ન કરવાની સલાહ આપે છે. વિચારવા જેવું છે કે, પારસ અને માહિરનું બિગ બોસના સારું બોન્ડિંગ બની ગયું છે, અને બંને એક બીજીએ સાથે ઉભેલા જોવા મળે છે. તો માહિરાની માં પારસને માહિરાને કિસ ન કરવાની સલાહ આપતા, અને માહિરાને પોતાના નિર્ણય જાતે લેવાની વાત કહેતા જોવા મળી હતી. તેમજ તે આસિમ રિયાઝને પોતાનો દીકરો કહેતા જોવા મળે છે.

જણાવી દઈએ કે, આ અઠવાડિયે બિગ બોસમાં ફેમેલી વીક હોવાને કારણે બધા કંટેસ્ટન્ટના ઘરવાળા બિગબોસના ઘરમાં આવે છે, અને બધા પોતાના ચાહવાવાળાને બહાર બની રહેલી તેમની છબી, અને આગળ કેવી રીતે રમવું આ વાતની શીખ આપતા જોવા મળે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.