ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત તીર્થધામ મહુડી જેવી સુખડી ધરે બનાવવાની રીત

અમે તમને અહી સૌ પ્રથમ મહુડીની સુખડી વિશે જણાવીશું પછી સુખડી બનવાની રીત જણાવીશું અને સૌથી છેલ્લે વીડીઓમાં સુખડી કેવી રીતે બનાવવી તે પણ બતાવીશું.

ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાં જ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે.  ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

મહુડીમાંથી સુખડી બહાર કેમ લઈ નથી જવાતી?

જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનાર દિલીપભાઈ કોઠારીને પુછવામાં આવેલ સવાલ મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં. પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી. નોંધનીય છે કે મહુડી જેવું વધુ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ છે આગલોડ. ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી. આજે પણ ત્યાં પરંપરા ચાલતી આવે છે.શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.

ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાને આપીને પૂરી કરવાની હોય છે. લોકવાયકા અનુસાર અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષધ છે. લોકવાયિકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળો કોઈ સફળ થઈ શક્યાં નથી.

જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.

આ મંદિરની અંદર આવેલી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિની આંખોમાં માત્ર બે મિનિટ સુધી એકીટશે જોઈ રહેવાથી ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તેવું અનુભવાય છે.

હવે આપણે સુખડી કેવી રીતે બનાવીશું તે જોઈએ.

વપરાતી સામગ્રી ની યોગ્ય માત્રા અને લોટ શેકવાની પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખશો તો સુખડી પરફેક્ટ બનશે.

વપરાતી સામગ્રી:-

૧) ૩કપ થીજેલું ઘી

૨) ૩ કપ સમારેલો ગોળ

૩) ૧ કપ રોટલી માટેનો ઘઉંનો લોટ

બનવાની રીત :-

૧) એલ્યુમીનીયમ ની જાડા તળિયા વાળી કાડાઈ કે નોનસ્ટીક પહેલા ગરમ કરવા મુકવી.

૨) ઘી ઉમેરો

૩) લોટ ઉમેરો

૪) ગેસ નહિ ધીમો કે નહિ માધ્યમ રાખી લોટ શેકવો. લોટ શેકવામાં ઉતાવળ ના કારવી કારણકે સુખડીનો ટેસ્ટ પૂરો આ શેકવાની મેથડ પર આધારિત છે.લોટને સતત હલાવતા રહેવું. લોટ શેકાસે ત્યારે તેની સુગંધ આવશે અને કલર પણ બદલાયો લાગશે.

5) કલર ડાર્ક થાય ત્યારે ગેસ ધીમો કરવો અને ગોળ ઉમેરીશું.હવે પછી ગેસને ધીમો જ રાખવાનો છે.

૬) ગોળ પુરેપુરો મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે.

૭) ઘી,ગોળ અને લોટ પુરેપુરો મિક્સ થાય ત્યારે એક સ્ટીલની થાળીમાં એને પાથરી દઈશું.

૮) ગરમ હોય ત્યારે જ તેને કટ કરવું.

વિડીઓ