૨૫૦૦ વર્ષ જુનું છે આ મંદિર આખા ભારત માં એક જ છે આ માતાજી નું મંદિર

કહેવામાં આવે છે કે માતાજી હંમેશા ઉંચી જગ્યાઓ પર વસે છે. જેમ કે ઉત્તરમાં લોકો માં દુર્ગાના દર્શન કરવા માટે પહાડો પાર કરીને વૈષ્ણોદેવી સુધી પહોંચે છે. આવી જ રીતે મધ્યપ્રદેશ ના સતના જિલ્લામાં પણ 1063 પગથિયાં ચડીને માતાજીના દર્શન કરવા જાય છે.

સતના જિલ્લાના મૈહર તાલુકા પાસે ત્રિકુટ પર્વત પર બિરાજમાન થયેલ આ માતાજીના મંદિરને મૈહરદેવીનું મંદિર કહેવામાં આવે છે, મૈહરનો અર્થ થાય છે માતાજી નો હાર. મેહરનગરીથી 5 કિલોમીટર દૂર ત્રિકુટ ડુંગર ઉપર માતા શારદાદેવીનું સ્થાન છે. ડુંગરની ટોચની વચ્ચે શારદા માતાજીનું મંદિર છે.

આખા ભારતમાં સતનાનું મૈહર મંદિર માતા શારદા નું એકમાત્ર મંદિર છે. આ ડુંગરની ટોચ પર માતાજીની સાથે શ્રી કાલભૈરવી, ભગવાન, હનુમાનજી, દેવી કાલી, દુર્ગા, શ્રી ગૌરી શઁકર, શેષનાગ,ફૂલમતી માતા,બ્રહ્મદેવ અને જલાપા દેવી ની પણ પૂજા કરવામાં આવે છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ અલ્હા વને ઉદલ જેમણે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું, તેઓ પણ શારદા માતાના મોટા ભક્ત કહેવામાં આવતા હતા. આ બન્ને એ સૌથી જંગલો વચ્ચે શારદા દેવીનાં આ મંદિરની શોધ કરી હતી.

ત્યાર પછી આલ્હા એ આ મંદિરમાં 12 વર્ષ તપસ્યા કરી દેવીને પ્રસન્ન કર્યા હતા માતાજીએ તેમને અમરત્વ નાં આશીર્વાદ આપ્યા. આલ્હા માતા ને માઇ કહીને બોલાવતા હતા. ત્યારથી આ મંદિર પણ માતા શારદા માઇ ના નામથી પ્રસિદ્ધ થઇ ગયું.

ભક્તો નું માનવું છે કે સંધ્યા આરતી પછી જ્યારે મંદિર નાં દ્વાર બંદ થાય ત્યાર પછી માતાજી નાં પ્રિય ભક્ત આલ્હા મંદિર માં આવે છે અને પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે એ વખતે બંદ મંદિર માંથી ઘંટડી અને પૂજા કરવાના અવાજ આવે છે.

મંદિરની પાછળ પહાડોની નીચે એક તળાવ છે જેને આલ્હા તળાવ કહેવામાં આવે છે, એટલું જ નહિ , તળાવથી 2 કિલોમીટરથી થોડે આગળ જુવાથી એક અખાડો આવે છે, જેના વિષે કહેવામાં આવે છે કે અહીંયા અલ્હા અને ઉદાલ કુસ્તી લડતા હતા.

પીરામીડ આકાર નાં ત્રીકૂટ પર્વત માં સ્થાપિત આ મંદિર નું નિર્માણ ૨૫૦૦ વર્ષ પહેલા થયેલું છે. 522 ઈસા પૂર્વ નૃપાલ દેવે ચતુર્દર્શી નાં દિવસે અહી સામવેદી ની સ્થાપના કરેલી ત્યારબાદ અહી પૂજા અર્ચના ચાલુ થઇ.
માં શારદા ની પ્રતિમા ની નીચે એક શિલાલેખ છે જે કેટલાય રહસ્યો ને અને પહેલિયો થી ભરેલો છે. આજસુધી કોઈ આ શિલાલેખ ને વાંચી નથી શક્યો.

વિન્ધ્ય પર્વત શ્રેણી નાં મધ્ય માં ત્રીકૂટ પર્વત પર સ્થપાયેલ આ મંદિર વિષે માન્યતા છે કે માં શારદા ની પ્રથમ પૂજા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરાયેલી મૈહર પર્વત નું નામ પ્રાચીન ધર્મગ્રંથ મહેન્દ્ર માં મળે છે. આનો ઉલ્લેખ ભારત ના અન્ય પર્વત ની સાથે પુરાણો માં મળી આવે છે.

મૈહર સ્થિત જનસુચના કેન્દ્ર ના પ્રભારી પંડિત મોહનલાલ કહે છે કે 9મી અને 10 મી સદી ના શિલાલેખ આજે પણ કોઈ વાંચી નથી શકતું આ અત્યાર સુધી નું રહસ્ય બનેલું છે.

મૈહર મંદિર ના પૂજારી નું કહેવું છે કે આજે પણ માં નો પહેલો શૃંગાર આલ્હા જ કરે છે અને જયારે બ્રહ્મ મુહર્ત માં શારદા મંદિર ના દ્વાર ખુલે છે ત્યારે પૂજા અર્ચના ના નિશાન મળે છે.