માઈકલ જેક્શનની જેમ ડાંસ કરે છે આ છોકરો, બીગ બી એ શેર કર્યો આ વિડીયો તો રેમોએ ઓફર કરી દીધી ફિલ્મ

બોલીવુડમાં ઘણા એવા ડાંસર્સ રહેલા છે, જેની પ્રસંશા આખી દુનિયા કરે છે. પ્રભુ દેવા, ઋત્વિક રોશન, રેમો ડીસુઝા, ટાઈગર શ્રોફ એવા જ ઘણા ડાંસર્સ છે. જેની ડાંસ કરામતથી આખી દુનિયા માહિતગાર છે. હાલના દિવસોમાં ટીક ટોકનો જાદુ લોકો ઉપર ઘણો ચડેલો છે. પહેલા તો લોકો માત્ર બોલીવુડ અને ક્રિકેટ સ્ટાર જ થતા હતા.

પરંતુ આજકાલ ઘણા લોકો ટીક ટોક સ્ટાર પણ બની ગયા છે. ટીક ટોક એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાનો વિડીયો અપલોડ કરે છે અને જો તેનો વિડીયો વાયરલ થઇ ગયો, તો સારી એવી કમાણી પણ થઇ જાય છે. ટીક ટોક હાલના દિવસોમાં કમાણીનું પણ માધ્યમ બની ગયું છે.

તમે પણ ફેસબુક કે ઈંસ્ટાગ્રામ ઉપર લોકોના ટીક ટોક વિડીયો જોતા હશો. તેમાંથી અમુક વિડીયો તો એવા હોય છે કે જે જોતા જ તમને હસવું આવી જાય છે. અને ઘણા વિડીયો એવા પણ હોય છે. જેની પ્રસંશા ન માત્ર સામાન્ય લોકો પરંતુ બોલીવુડ કલાકારો પણ કરે છે. તેવામાં એક ટીક ટોક સ્ટાર હાલના દિવસોમાં પોતાના સુંદર ડાંસને કારણે જ સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે અને તેના ડાંસની પ્રસંશા બોલીવુડ જગતના બે મોટા વિદ્વાનોએ કરી છે.

ટીક ટોક ઉપર ફેમસ થયા યુવરાજ

હાલના દિવસોમાં ટીક ટોક ઉપર યુવરાજ સિંહ નામનો એક છોકરો ઘણો ફેમસ થઇ રહ્યો છે, જે પોતાના સુંદર ડાંસથી લોકોના દિલ જીતી રહ્યો છે. યુવરાજનો ડાંસ જોઇને તમને ડાંસના નિષ્ણાંત માઈકલ જેક્શનની યાદ આવી જશે. યુવરાજને ટીક ટોક ઉપર એક મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. પરંતુ હવે તેના ફેંસના લીસ્ટમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને ડાંસના ગુરુ રેમો ડીસુઝાનું નામ આવી ગયું છે. યુવરાજે પોતાના ડાંસથી બંનેના દિલ જીતી લીધા છે.

બીગ બી એ કરી પ્રસંશા :-

જયારે અમિતાભ બચ્ચને યુવરાજનો ડાંસ જોયો, તો તે પોતે જ તેની પ્રસંશા કરવા લાગ્યા. અમિતાભે પોતે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર યુવરાજના ડાંસનો વિડીયો શેર કર્યો અને ‘wow’ કેપ્શન આપ્યું. અમિતાભની આ પોસ્ટ ઉપર યુઝર્સની ઘણી કમેન્ટ્સ આવી રહી છે અને તે યુવરાજની જોરદાર પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ તે બીગ બી નો આભાર વ્યક્ત કરી રહ્યા છે. જેમણે યુવરાજની આ કળાને ઓળખી અને તેની પ્રસંશા કરી.

રેમો પણ થયા ઈમ્પ્રેસ :-

આ વિડીયોમાં ઋત્વિક રોશન અને પ્રભુ દેવાને પણ ટેગ કરવામાં આવ્યા છે. સાથે જ લખ્યું છે કે છેલ્લે સુધી જુવો. છેલ્લા વિડીયોએ મને તેને કમ્પાઈલ કરવા માટે મજબુર કરી દીધો, પ્લીઝ તેને ફેમસ કરી દો. માત્ર અમિતાભે જ નહિ આ વિડીયોને ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ પણ શેર કર્યો અને રેમો ડીસુઝાને ટેગ કરતા પૂછ્યું, જોયું શું? ત્યાર પછી રેમોએ પણ યુવરાજનો ડાંસ જોયો અને પોતે ખુશ થઇ ગયા. રેમોએ તેને રીટ્વીટ કરતા લખ્યું, ભૈયા અગલી ફિલ્મ.

રેમોની આ કમેટથી તો એવું લાગે છે કે તે યુવરાજને પોતાની આગામી ફિલ્મમાં તક આપવા માટે તૈયાર થઇ ગયા છે. રેમોની આ ઉદારતા જોઈ ફેંસ પણ તેની જોરદાર પ્રસંશા કરી રહ્યા છે. જો રેમોના એ ટ્વીટનો અર્થ એ છે તો તે છોકરાનું નસીબ સમજો કે ચમકી ગયું. તે દિવસો દુર નથી જયારે માઈકલ જેક્શનની જેમ ડાંસ કરવા વાળો આ છોકરો ઘરે ઘરે જાણીતો થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.