મજાક મજાકમા પોતાના દોસ્તારના પેટમાં ભરી નાખી હવા, થઇ ગઈ આવી હાલત.

ફ્રેન્ડ સાથે મજાક કરવો પડ્યો ભારે, મિત્રને સીધો લઇ જવો પડ્યો ICUમાં અને પછી… મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક વ્યક્તિએ પોતાના મિત્ર સાથે મજાક કરવો ભારે પડી ગયો. જેના કારણે તેને ના તો ફક્ત જેલ જવું પડ્યું પણ તેના મિત્રને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. પોલીસે આ ઘટનાના આરોપી વિરુદ્ધ ઘણી ધારાઓ સાથે કેસ નોંધી લીધો છે.

આ છે સંપૂર્ણ મામલો : જાણકારી અનુસાર મધ્યપ્રદેશના કટનીમાં માધવ નગર પોલીસ સ્ટેશન અંતર્ગત એક દાણ મિલ છે. ત્યાં સુખરામ યાદવ અને તેનો મિત્ર વિનોદ ઠાકુર કામ કરતો હતો. કામ દરમિયાન વિનોદ ઠાકુરે સુખરામની સાથે એવો મજાક કર્યો, જેના કારણે તેને જેલ જવું પડ્યું.

ભારે પડ્યો મિત્ર સાથે મજાક : જણાવવામાં આવી રહ્યું છે કે કામ પૂર્ણ કર્યા પછી બંને મિત્રો કપડાં બદલી રહ્યા હતા. તે દરમિયાન વિનોદ ઠાકુરે દાણ સુકાવવા માટેનું કંપ્રેશન નોઝલ સુખરામના પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દીધું અને તેના પેટમાં હવા ભરી દીધી. જેના કારણે સુખરામનું પેટ ખરાબ રીતે ફૂલી ગયું અને તેની હાલત બગડી ગઈ. પોલીસ અનુસાર સુખરામને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો અને તેને આઈસીયુમાં પણ રાખવામાં આવ્યો પણ ડોક્ટર તેનો જીવ બચાવી શક્યા નહિ.

પોલીસે આરોપીની કરી ધરપકડ : માધવ નગર પોલીસ અનુસાર, મિત્ર વિનોદ ઠાકુરે મજાકમાં સુખરામ યાદવના પેટમાં હવા જતી રહી. જેનાથી તેના આંતરિક અંગોમાં સમસ્યા થઇ. આરોપી યુવક વિનોદ ઠાકુર વિરુદ્ધ મામલો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

લોકો કરી રહ્યા છે ચર્ચા : જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના પછી કટનીના લોકો ખુબ ચકિત થઇ ગયા છે. તેમનું કહેવાનું છે કે મજાક તે હદ સુધી યોગ્ય છે, જ્યારે સુધી કે કોઈને પણ કોઈ નુકશાન ના થાય, પરંતુ વિનોદ ઠાકુરે પોતાના મિત્રનો જીવ જ લઇ લીધો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.