મજાના જોક્સ : એક છોકરો ચાઈનીઝ સાથે લગ્ન કરી તેને ઘરે લાવ્યો, જેવો પોતાની માં પાસે પહોચ્યો. માં ડરીને બોલી…

આમ તો આ વાત વ્યાજબી છે કે જેટલું જરૂરી એક માણસના શરીર માટે ખાવા પીવાનું હોય છે એટલું જ જરૂરી તેમના માટે હસવા બોલવા અને સમય સમયે આરામ કરવાનું પણ હોય છે, પરંતુ આજકાલના દોડધામ ભરેલા જીવનના હિસાબે એવું બની ગયું છે કે આપણે માત્રને માત્ર પોતાના કામમાં જ વ્યસ્ત રહીએ છીએ. ઘરથી ઓફીસ અને ઓફીસથી ઘર બસ એક માણસનું જીવન ત્યાં સુધી સીમિત થઈને રહી ગયું છે. તેનું પરિણામ એ આવ્યું કે આપણેને આપણા માટે પણ સમય નથી મળી શકતો, પરંતુ તમારી આ સમસ્યાને દુર કરવા માટે અને તમારા દિવસની સારી શરૂઆત માટે થોડા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચીને તમારો પણ દિવસ સુધરી જશે.

1. સંતા બેંકમાં મેનેજર બની ગયો. અચાનક બેંકમાં ડાકુ આવી ગયા.

ડાકુ (સંતા ને) : પેંટ ઉતાર,

સંતા : મારીશ નહિ, ઉતારું છું.

ડાકુ : હવે હાથ ઉઠાવ, સંતાએ ડાકુને ૪ થપ્પડ લગાવી દીધી,

ડાકુ : અરે સાલા મારી કેમ રહ્યો છે?

સંતા (ડરતા ડરતા) : ભાઈ તે તો કહ્યું, હાથ ઉપાડ.

2. કેટલી પણ ઠંડી પડે, પરંતુ રોજ હું સ્નાન કરું છું.

અરે હું પણ ઠંડીમાં બે વખત સ્નાન કરું છું,

વાહ તું તો ઘણો ચોખ્ખો છે.

નહિ રે ગાંડી, હું બે વખત સ્નાન જરૂર કરું છું, પરંતુ મહિનામાં

3. મારા વાળી iPhone 12 ની ડિમાન્ડ નથી કરતી કેમ કે તેને ખબર છે,

જે વ્યક્તિ પોતે 2 વર્ષથી તૂટેલી Screen વાળો

Mi નો Mobile લઈને ફરી રહ્યો છે,

તો શું રાખ અપાવશે.

4. પત્ની : તું દિવસ આખો બીજી મહિલાઓને જોતો રહે છે હે,

પતિ : અરે ભાગ્યવાન, એવું નથી,

પત્ની : જાણે છે ગધેડા કદી પોતાની વાળી સિવાય બીજી તરફ નથી જોતા

પતિ : ત્યારે તો તે નાલાયકને ગધેડા કહે છે.

5. પ્રેમિકા (પ્રેમ ભરેલા શબ્દોમાં તેની પ્રેમિને કહે છે) : હું તો માનું છું કે લગ્ન એક લોટરી છે?

પ્રેમી : (ગેસ્સે થી ભડકી ને) : તારે માનવું હોય તો માન હું તે નથી માનતો.

પ્રેમિકા : કેમ? એવું કેમ?

પ્રેમી : કેમ કે લોટરીમાં બીજી વખત નસીબ અજમાવવાની તક મળે છે, પરંતુ પ્રેમમાં શું થાય છે? તે મારાથી વધુ કોઈ જ નથી જાણી શકતું.

6. પત્ની પતિ સાથે ફરવા ગઈ હતી

પત્ની (રસ્તામાં) : જુવો ને, આ માણસ કેવો મને સતત ધારીને જોઈ રહ્યો છે.

પતિ : ડાર્લિંગ, એ તો ભંગાર વાળો છે, નકામી વસ્તુ ઉપર ધ્યાન રાખવું તેની ટેવ છે.

ત્યાર પછી પતિને કાંઈ દેખાતું નથી.

7. પપ્પુ : (છોકરીને પ્રપોઝ કરતા) : મારી સાથે પ્રેમ કરીશ..

છોકરી : મોઢું જોયું છે પોતાનું, તારી સાથે પ્રેમ કરવા કરતા તો સારું છે. હું આત્મહત્યા કરી લઉં.

પપ્પુ : મરી જઈશ પરંતુ કોઈના કામમાં નહિ આવું.

8. પરણિત માણસને લોટરી પણ લાગી જાય તો એટલો ખુશ નથી થતો જેટલું.

પત્નીના ફેંકેલી ચમચી અને વેલણ પાછુ તેને જ લાગવાથી થાય છે.

9. પતિ (પોતાની પત્ની ને) : ચાલો ડાર્લિંગ, આજે હોટલમાં જઈને ચા પીશું.

પત્ની ખુશ થઈને બોલી : હાય તું મારી કેટલી કાળજી લે છે. તને કેવી રીએ ખબર પડી કે હું ચા બનાવી બનાવીને થાકી ગઈ છું?

પતિ : અરે તારું શું રાખ ધ્યાન રાખું. ખરેખર વાત તો એ છે કે હું કપ રકાબી ધોઈ ધોઈને થાકી ગયો છું.

11. એક છોકરો ચાઇનીસ છોકરી સાથે લગ્ન કરીને લઇ આવ્યો, જેવો પોતાની માં પાસે પહોચ્યો.

માં ડરી ને બોલી : અરે દીકરા આ શું લઇ આવ્યો?

દીકરો આનદથી ઉછળીને બોલ્યો “ માં તમે જ તો કહ્યું હતું કે ઘરે આવતી વખતે ચીની લઇ આવજે.

12. બે આઘેડ કોર્ટમાં છુટાછેડા માટે ગયા.

જજ એ પૂછ્યું : આ ઉંમરમાં છુટાછેડા કેમ લેવા માગો છો તમે ?

મહિલા બોલી : જજ સાહેબ, મારા પતિ મારા ઉપર માનસિક અત્યા ચા ર કરી રહ્યા છે,

જજ એ પૂછ્યું : તે કેવી રીતે ?

મહિલા બોલી : તેને જયારે ઈચ્છા થાય ત્યારે મને જેમ તેમ સંભળાવી દે છે અને જયારે હું બોલવાનું શરુ કરું છું. તો તેના કાનમાંથી મશીન કાઢી નાખે છે.