ક્યારે ક્યારે મન ખુશ રાખવાના બહાના શોધીએ છીએ કેમ કે દરેક વખતે માણસ એમ જ કોઈ કારણ વગર ખુશ નથી રહી શકતા અને આજકાલ આ દોડધામ ભરેલા જીવનમાં ખુશ રહેવું ઘણું જરૂરી છે. એટલા માટે આજે અમે તમારા ખુશ રહેવાના કારણ લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે થોડા એવા જોરદાર રમુજ લઈને આવ્યા છીએ. જે વાચતા જ તમારું મન ખુશ થઇ જશે. તો આવો શરુ કરીએ.
1. ગાંડાના હાથમાં પુસ્તક જોઇને ડોકટરે કહ્યું
ડોક્ટર : ભાઈ આ શું છે?
ગાંડો : તે તમને જ બતાવવા લાવ્યો છું.
આ 500 પાનાંનું પુસ્તક મેં લખ્યું છે.
ડોક્ટર : 500 પાનામાં તે લખ્યું શું છે?
ગાંડો : પહેલા પાના ઉપર લખ્યું છે. એક રાજા ઘોડા ઉપર ચડીને જંગલ તરફ ગયો,
અને છેલ્લા પાના ઉપર લખ્યું છે તે જંગલમાં પહોચી ગયો.
ડોક્ટર : સારું વચ્ચેના પાના ઉપર શું લખ્યું ?
ગાંડો : તબડક.. તબડક… તબડક… તબડક… તબડક… તબડક…
તબડક.. તબડક… તબડક… તબડક… તબડક… તબડક…
2. કાગડાએ માટલાને પૂછ્યું : તને આગમાં પકાવીને બનાવવામાં આવે છે,
તેમ છતાં પણ આટલી ગરમીમાં તું અંદર પાણીને કેવી રીતે ઠંડુ રાખી શકો છો?
માટલા એ ખુબ જ સરસ જવાબ આપ્યો…
તું પાણી પી લે ચુપચાપ મોટો વકીલ ન બન.
3. એ તો ભગવાનનો આભાર છે કે પતિ હંમેશા સુંદર જ હોય છે.
નહિ તો બે… બે… લોકોને બ્યુટી પાર્લર જવું કેટલું ભારે પડત.
4. એક રીક્ષા વાળાના લગ્ન થઇ રહ્યા હતા.
જયારે તેની વહુ ફેરા વખતે તેની પાસે બેઠી તો તે બોલ્યો.
રીક્ષા વાળો : થોડા પાસે બેસો, હજુ એક બે બેસી શકે છે.
પછી શું થયું, મંડપમાં જ દે ચપ્પલ દે ચપ્પલ
5. મુન્ના : હવે સર્કીટ, જો માં ને ઈંગ્લીશ માં મોમ કહે છે,
તો માં ની મોટી બહેન અને નાની બહેનને શું કહીશું.
સર્કીટ : સિમ્પલ છે ભાઈ મેક્સીમમ એન્ડ મીનીમમ
6. અધ્યાપક એ વિષયમાં પૂછ્યું
અધ્યાપક : સીનીયર અને જુનીયરમાં શું અંતર છે?
માત્ર પપ્પુ એ હાથ ઉપર કર્યો
શિક્ષક : શાબાશ દીકરા, બતાવ
પપ્પુ : જે દરિયા કાંઠા પાસે રહે છે તે સી નીયર (see-near),
અને જે ચીડિયાઘર પાસે રહે છે તે જુ નિયર (zoo-near)!
7. પીન્કી : આ તને શું સુજ્યું કે તે કુતરો પાળી લીધો?
પાડોશણ : જેથી લોકોને ખબર ન પડી શકે કે કોણ ભસી રહ્યું છે.
8. સંજુ : આજે હું શાકભાજી વાળા પાસેથી ૫ રૂપિયામાં ૩ ડુંગળી લઈને આવ્યો છું.
રાહુલ : કેવી રીતે ?
સંજુ : શાકભાજી વાળા એ ૫ રૂપિયાની એક ડુંગળી આપી દીધી હતી.
એક હું ઢગલામાંથી ઉપાડીને ભાગી ગયો અને બીજી તેણે ફેંકીને મારી
9. એક પત્ની પોતાના વકીલ પતિને કહે છે
પત્ની : તમે ઘરમાં નવું ટીવી, એસી અને ફ્રીજ ક્યારે લાવશો?
વકીલ : હમણાં કોર્ટમાં છુટાછેડાના કેસ ચાલી રહ્યા છે.
જેવા જ છૂટાછેડા થશે ટીવી, એસી, ફ્રીજ બધું જ આવી જશે.
10. ડાકુ : આવો, હિસાબ તો લગાવો કે
આજની લુટમાં શું પાલે પડ્યું છે
સાથી : અરે યાર, હવે હેરાન ન કર, હું ઘણો થાકી ગયો છું.
કાલે સવારે છાપામાં એમ જ ખબર પડી જશે
11. પ્રેમી પોતાની પ્રેમિકા પાસે માફી માંગતા કહે છે.
પ્રેમી : મેં આજ સુધી તારાથી એક વાત છુપાવી છે,
પ્રેમિકા : શી વાત છે?
પ્રેમી : એ છે હું પરણિત છું.
પ્રેમિકા : ઓ હું તો ખોટી રીતે ડરી ગઈ હતી.
મને લાગ્યું કે કાર કોઈ બીજાની છે.