જોક્સ : આજકાલના છોકરાઓ લગ્ન માટે છોકરી જોવા પોતે જતા નથી, માતા-પિતાને મોકલે છે કારણ કે….

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે ત્યારે તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 01

શિક્ષક : શું ભણાવું આજે?

પપ્પુ : સાહેબ, આજે નિકાહ પઢાવી દો

રોલ નંબર ૨૩ સાથે

પછી પપ્પુ ઉપર ચપ્પલોનો વરસાદ

જોક્સ : 02

પપ્પુ : યાર પરમદિવસે મારો દોસ્ત કુવામાં પડી ગયો હતો

ઘણી ઈજા થઇ, બિચારો ઘણી બુમો પાડી રહ્યો હતો

ગપ્પું : સારું હવે કેમ છે તે?

પપ્પુ : ભગવાનની મહેરબાનીથી હવે ઠીક છે

કાલથી કુવા માંથી અવાજ નથી આવ્યો

જોક્સ : 03

પતિ : આ કેવી દાળ બનાવી છે? ન મીઠું છે, ન મરચું છે,

એકદમ ફિક્કી છે, તું આખો દિવસ મોબાઈલમાં લાગી રહે છે

કાંઈ ખબર નથી પડતી શું નાખવાનું છે શું નહિ?

પત્ની : (વેલણ દેખાડતા) : પહેલા તમે મોબાઈલ બાજુમાં મુકીને ખાવ

પાણીમાં ડુબાડીને રોટલી ખાઈ રહ્યા છો

જોક્સ : 04

પપ્પા : શું થયું દીકરા?

દીકરો : તાવ છે પપ્પા

પપ્પા : અરે તને તો બીમારી પણ ગરીબોવાળી થાય છે

પાડોશીના દીકરાને જો, કેન્સર છે કેન્સર

દીકરો બેભાન

જોક્સ : 05

જીવનમાં કાંઈ નહિ તો એક સાચો મિત્ર હંમેશા તમારી પાસે રાખો

જેથી તમારે ત્યાં તુરિયા, કારેલા, કે દુધીનું શાક બને તે દિવસે તેના ઘરે જઈને ખાઈ શકો

જોક્સ : 06

છોકરી : મારા પપ્પાએ મને નવો મોબાઈલ ખરીદી આપ્યો

છોકરો : અરે વાહ, કઈ કંપનીનો છે?

છોકરી : લાવારીસ

છોકરો : અરે અક્કલની ઓથમીર તે લાવારીસ નથી LAVA IRIS છે

જોક્સ : 07

શિક્ષક : રહીમનો કોઈપણ એક દોહો સંભળાવ

પપ્પુ : સાહેબ મને નથી આવડતું

શિક્ષક : તને જેટલું આવડે છે એટલું જ સંભળાવી દે

પપ્પુ : ક્યારેય તરસ્યાને પાણી પીવરાવ્યું નથી,

પાછળથી ક્વાટર પીવડાવવાથી શું ફાયદો

શિક્ષક : બેસી જા ફરજના સમયે મન ભટકી રહ્યું છે

જોક્સ : 08

પડોશણ : તમારા વાસણ ઘણા ચમકી રહ્યા છે

ધોવા માટે શેનો ઉપયોગ કરો છો

પત્ની : પતિનો

જોક્સ : 09

શિક્ષક : કોઈ એવો વેપાર ધંધો બતાવો જે કોઈપણ જગ્યાએ ચાલી શકે છે?

વિધાર્થી : દારુનું પીઠું સ્મશાનની અદંર ખોલી દો, ત્યાં પણ ચાલશે

જોક્સ : 010

પહેલા મારા દોસ્તને ચમચી ધોતા પણ આવડતું ન હતું
પછી મેં સલાહ આપી કે લગ્ન કરી લે
વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો હવે તે વાસણ અને કપડા બંને ધોઈ લે છે

જોક્સ : 011

પત્ની : જો મારા લગ્ન કોઈ રાક્ષસ સાથે પણ થઇ જાત તો

હું એટલી દુઃખી ન હોત જેટલી તમારી સાથે છું

પતિ : ગાંડી લોહીના સંબંધોમાં લગ્ન ક્યા થાય છે?

જોક્સ : 012

પપ્પુ : ભાઈ કાલે હું છોકરી જોવા જઈ રહ્યો છું

ગપ્પુ : આજકાલ છોકરા લગ્ન માટે છોકરી જોવા પોતે નથી જતા

માતા પિતાને મોકલે છે

પપ્પુ : કેમ ?

ગપ્પું : તે ડરે છે કે ક્યાંક છોકરી એવું ન કહી દે કે આ તો મારી સહેલીનો બોયફ્રેન્ડ છે.