ટ્રેન્ડિંગ જોક્સ : છોકરી વાળા પોતાની દીકરી માટે છોકરો જોવા ગયા, પિતા : મહિનાનું કેટલું કમાઇ લે છે?

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

ગર્લફેન્ડ : હું મારું પર્સ ઘરે ભૂલી ગઈ

મારે ૧૦૦૦ રૂપિયાની જરૂર છે

બોયફ્રેન્ડ :લે કરી નાખીને નાની વાત

ગાંડી આલે ૧૦ રૂપિયા

હમણાં રીક્ષા કરીને ઘરે જા

અને પર્સ લઇ આવ

ગર્લફ્રેન્ડ બેભાન.

જોક્સ : 2

કર્મચારી : સાહેબ, તમે ઓફીસમાં પરણિત પુરુષોને જ કેમ રાખો છો?

સાહેબ : કેમ કે તેને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ હોય છે

અને ઘરે જવાની ઉતાવળ પણ નથી હોતી.

જોક્સ : 3

મેં મોટરસાયકલથી મારા ઘરે જતી વખતે એક Black label ની બોટલ ખરીદી

મોટરસંકલ સ્ટાર્ટ કર્યું અને ઘર તરફ નીકળી પડ્યો

પછી મારા મગજે કામ કર્યું

વિચાર્યું જો ક્યાંક રસ્તામાં પડી ગયો તો બોટલ

તૂટી જશે તો ઘરે જઈને શું પીઇશ

એટલા માટે મેં આખી બોટલ ત્યાં જ ગટગટાવી લીધી

તમને વિશ્વાસ નહિ આવે મારો નિર્ણય એકદમ સાચો હતો

હું રસ્તામાં ચાર વખત પડ્યો.

જોક્સ : 4

છોકરો : હેલ્લો પમ્મી ડાર્લિંગ

શું કરી રહી છે?

છોકરી : કેમ?

છોકરો : અરે, હું છું તારી જાન, પમ્મી ડાર્લિંગ

છોકરી : તુ બંટી છે ને ?

છોકરો : હા

છોકરી : તું બંશીલાલનો દીકરો અને રામલાલનો પૌત્ર છે ને?

છોકરો : હા, પણ તું કોણ બોલી રહી છે?

છોકરી : હરામખોર, હું તારી માં બોલી રહું છું

તે પમ્મીને નહિ મમ્મીને ફોન લગાવ્યો છે

નાલાયક તું ઘરે આવ હવે.

જોક્સ : 5

પત્ની બજાર માંથી (ફોન ઉપર) : અરે, હું હવે બજારે આવી છું

ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ શું?

પતિ : હા મારે જીવનનો અર્થ જોઈએ

જીવન સાર્થક કેવી રીતે થાય છે તે જોઈએ

આત્માની શાંતિ જોઈએ

મારે મારું અસ્તિત્વ શોધવું છે

પત્ની અજાણી થઈને (થોડી વાર શાંત રહ્યા પછી) : ઠીક છે ઠીક છે

કઈ લાવું? રોયલ સ્ટેગ કે બ્લેન્ડર્સ પ્રાઈડ?

જોક્સ : 6

વિદેશીઓ દ્વારા કરવામાં આવેલી શોધો : વિમાન, મોબાઈલ ફોન, ફેસબુક, ફ્રીજ, રોકેટ, ઈન્ટરનેટ, પરમાણુ બોમ, પંખા વગેરે

ભારતીયો દ્વારા કરવામાં આવેલી શોધો : ભૂત પ્રેત, રાક્ષસ, ચુડેલ, આત્મા, વશીકરણ, સોતનથી છુટકારો, મનપસંદ પ્રેમ મેળવવાની રીતો વગેરે

જોક્સ : 7

કેટલી વિચિત્ર દુનિયા છે, જ્યાં મહિલાઓ બીજી મહિલાઓની ફરિયાદ કરતા થાકતી નથી

જયારે પુરુષ, બીજી મહિલાઓના વખાણ કરતા નથી થાકતા

પુરુષ ખરેખર મહાન છે.

જોક્સ : 8

ભલે કેટલા પણ સુવિચાર મોકલો

પણ માણસ ફોનની લો બેટરી સિવાય

કોઈ પણ વાત સીરીયસલી લેતા જ નથી.

જોક્સ : 9

યમરાજ : આના કર્મોનો હિસાબ બતાવો

ચિત્રગુપ્ત : સારા કર્મ છે

યમ : સ્વર્ગ મોકલો

ચિત્રગુપ્ત : પરંતુ તેનું આધાર કાર્ડ લીંક નથી થયું

યમ : નર્કમાં મોકલો સાલાને.

જોક્સ : 10

પપ્પા : દીકરા આજે તારી મમ્મી આટલી ચુપ ચુપ કેમ બેઠી છે?

હર્ષ : મારી ભૂલથી

પપ્પા : નાલાયક એવું શું કર્યું તે?

હર્ષ : મમ્મી એ લીપસ્ટીક માગી હતી,

મેં ભૂલથી ફેવીકિક આપી દીધી

પપ્પા : જુગ જુગ જીવો મારા લાલ

ભગવાન આવા દીકરા સૌને આપે.

જોક્સ : 11

બોયફ્રેન્ડ : તારા ઘરે ગયો હતો, મને નથી લાગતું આપણા લગ્ન થશે

ગર્લફ્રેન્ડ : કેમ મારા પપ્પાને મળ્યો શું?

બોયફ્રેન્ડ : નહિ તારી બહેનને.

જોક્સ : 12

પત્ની : હું રોજ પૂજા કરું છું

એજ આશયથી કે એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઇ જાય

પતિ : એક વખત મીરાબાઈ બનીને ઝેર પી લે

પછી જો શ્રીકૃષ્ણ તો શું તને બધા ભગવાન

જોવા મળી જશે.

જોક્સ : 13

છોકરી વાળા પોતાની દીકરી માટે છોકરો જોવા ગયા

પિતા : મહિનામાં કેટલા કમાઈ લો છો?

છોકરો : આ મહીને ૨ કરોડ કમાયો

પિતા : પછી શું થયું?

છોકરો : બસ પછી મોબાઈલમાં તીન પત્તિ હેંગ થઇ

ગઈ અને બધી કમાણી જતી રહી,

પિતા બેભાન.

જોક્સ : 14

એક નવી પરણિત મહિલા કોક પી રહી હતી

અચાનક તેની કોકમાં એક મચ્છર પડી ગયો

મહિલાએ તેણે કાઢ્યો તો મચ્છર બોલ્યો, માં

મહિલા : તે મને માં કેમ કહી?

મચ્છર : હું તારી કોક માંથી નીકળ્યો છું માં.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.