જોક્સ : પતિએ ઓફિસમાં બેઠા-બેઠા ફેસબુક પર પોસ્ટ કર્યું, “પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં”

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા મજાના જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમારું સંપૂર્ણ ટેન્શન ભૂલી જશો અને પોતાને ટેન્શન ફ્રી અનુભવશો. આવો વાંચીએ એક મજાના જોક્સ.

જોક્સ : લગ્ન વખતે દરેક વરરાજા છોકરીના ઘરવાળાને કહે છે, હું તમારી દીકરીને લગ્ન પછી ઘણી ખુશ રાખીશ.

પરંતુ ક્યારેય સાંભળ્યું છે કોઈ વહુએ આ વાત છોકરા વાળાના ઘરવાળાને કહી હોય?

નહિ જ સાંભળી હોય

કેમ કે મહિલાઓ ખોટુ નથી બોલતી

જોક્સ : પપ્પુ : પપ્પા બુલેટ અપાવી દો.

પિતા : પાડોશની છોકરીને જો બસમાં જાય છે

પપ્પુ : તે જ નથી જોઈ શકાતું

જોક્સ : એક વખત શિક્ષકે વર્ગમાં પપ્પુને એક પ્રશ્ન પૂછ્યો

શિક્ષક : જો તમારા પિતા ૧૦%ના હિસાબે મારી પાસેથી ૫૦,૦૦૦ રૂપિયાની લોન લે છે તો જણાવો એક વર્ષ પછી તે કેટલા રૂપિયા પાછા આપશે?

પપ્પુ એક પણ નહિ

શિક્ષક : તને ગણિતમાં નથી આવડતું શું?

પપ્પુ : સાહેબ, મને તો ગણિત આવડે છે પણ મારા પપ્પાને નથી આવડતું

જોક્સ : એક માસુમ બાળકને કોઈએ પ્રશ્ન પૂછ્યો

બિલાડી પૂંછડી હલાવે છે?

બાળકે ઘણી જ માસુમિયતથી જવાબ આપ્યો

કેમ કે પૂંછડી બિલાડીની છે, તારા બાપની નથી

જોક્સ : ચેતન શાકભાજી લેવા શાક મારકીટ ગયો અને એક દુકાને જઈને શાકભાજી વાળા ને કહ્યું

ચેતન : અરે ભાઈ મારે મારી પત્ની માટે શાકભાજી લઇ જવી છે, તો તું જણાવીશ કે આ શાકભાજી ઉપર કોઈ

રાસાયણિક કે ઝેરીલા પદાર્થનો છંટકાવ તો નથી કરવામાં આવ્યો ને?

શાકભાજી વાળા : નહિ સાહેબ, આ કામ તમારે જાતે જ કરવું પડશે

જોક્સ : પત્ની (ફોન ઉપર) : હું બજારમાં આવી છું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ શું?

પતિ : હા, મને જીવનનો અર્થ જોઈએ, જીવન સાર્થક કેવી રીતે થાય છે તે જોઈએ.. આત્માની શાંતિ જોઈએ, મારે મારું અસ્તિત્વ શોધવું છે

પત્ની (થોડી શાંત રહ્યા પછી) : ઠીક છે, કઈ લાવું? કિંગફિશર કે ફોસ્ટર?

જોક્સ : દુઃખ તો ઘણું થાય છે

તે મિત્રને રોજ સાવારે

દુધની થેલી લાવતા જોઈ

તેના લગ્નમાં અમે કેવા જોરદાર ગીતો ઉપર ડાંસ કર્યા હતા

જોક્સ : પત્ની : હાય હાય હું ક્યાં જાઉં, શું કરું? મારું તો નસીબ જ ફૂટી ગયું છે.

મારી પાસે ન તો લીપસ્ટીક છે ન તો પાવડર

હાથ છે પરંતુ બંગડીઓ નથી, કાન છે પરંતુ તેમાં ઝુમર નથી

પતિ ઊંડા શ્વાસ લઈને બોલ્યા

વ્હાલી અમારી પણ એ હાલત છે, હવે જુવો ને,  આ મારું આટલું મોટું ખિસ્સું છે પરંતુ તેમાં પૈસા નથી

જોક્સ : પત્નીએ સવાર સવારમાં કહ્યું કે, અડધું માથું દુઃખી રહ્યું છે

પતિએ ભૂલમાં બોલી નાખ્યું, જેટલું છે એટલું જ તો દુઃખશે

ત્યારથી પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.

જોક્સ : પપ્પુ : યાર મારા પપ્પા ઘણા બીકણ છે

મિત્ર : કેવી રીતે?

પપ્પુ : જયારે પણ રોડ ક્રોસ કરે છે તો  મારો હાથ પકડી લે છે, અને કહે છે કે છોડતો નહિ.

જોક્સ : પત્ની : હું તમારી સાથે વાત નહિ કરું

પતિ : ઠીક છે

પત્ની : શું કારણ નહિ કેહવા માગો?

પતિ : નહિ હું તારા નિર્ણયનું સન્માન કરું છું.

જોક્સ : બોયફ્રેન્ડ : તું કેમ રડી રહી છે?

ગર્લફ્રેન્ડ : મેં તમારો ફોન એયરોપ્લેન મોડમાં રાખ્યો છે

છતાં પણ તે ઉડી નથી રહ્યો.

જોક્સ : પપ્પુ : લોખંડ લોખંડને કાપે છે,  હીરો હીરાને કાપે છે

ત્યારે પાછળથી આવીને એક કુતરાએ તેને કરડી ગયો

હવે હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

જોક્સ : પતિએ ઓફીસમાં બેઠા બેઠા ફેસબુક ઉપર પોસ્ટ કરી

પતિ : પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં,

ત્યારે પત્નીની મજાની કમેન્ટ આવી

પત્ની : પૃથ્વીને સ્પર્શ કરતા જ શાકભાજી લઇ આવજો તમારા ઘરમાં, નહિ તો વાળ નહિ વધે તમારી દુનિયામાં