આજના સમયમાં હસવા માટે પણ લોકો પાસે સમય નથી હોતો, માટે અમે તમારા માટે એવા જોક્સ લઈને આવ્યા છીએ જે વાંચીને તમારું હસવાનું બંધ જ નહિ થાય. તો આવો વાંચીએ આજના મજાના જોક્સ.
જોક્સ ૧ : પપ્પુનો પાડોશી મરી ગયો. તે તેના ઘેર ગયો અને ત્યાં ઉભેલા સંબંધિઓને પૂછવા લાગ્યો,
બોડી આવી ગઈ શું?
એટલામાં એમ્બ્યુલન્સ બોડી લઈને આવી ગઈ.
પપ્પુ ખુશ થઇને જોરથી બોલ્યો : લો બતાવો હમણાં યાદ કર્યો અને બોડી આવી ગઈ,
કેટલું લાંબુ આયુષ્ય છે સાલાનું.
જોક્સ ૨ : જેવી રીતે આપણે વર્ષના છેલ્લા મહિના ડીસેમ્બરમાં આવી ગયા છીએ,
એવી જ રીતે મહિનો પસાર થઇને, આ વર્ષ પણ પસાર થઇ જશે.
તો જાણે અજાણે મેં તમારું ૨૦૧૮ માં દિલ દુભાવ્યું હોય અને કોઈ તકલીફ આપી હોય,
તો ૨૦૧૯ માં પણ તૈયાર રહેજો. કેમ કે માત્ર કેલેન્ડર બદલાઈ ગયું છે, અમે નહિ.
જોક્સ ૩ : એક છોકરાના નવા નવા લગ્ન થયા.
થોડા દિવસો પછી તેની સાસુ તેને મળવા તેના ઘેર આવી.
છોકરાએ સાસુની ઘણી સેવા કરી, સાંજે જયારે છોકરો ખાવા બેઠો તો,
એણે પત્નીને કહ્યું : આજે ખાવાનું સાસુમાએ બનાવ્યું છે શું?
છોકરી : હા તમને કેવી રીતે ખબર પડી?
છોકરો (ગુસ્સામાં) : પહેલા ખાવામાં કાળા વાળ નીકળતા હતા, આજે સફેદ નીકળી રહ્યા છે.
જોક્સ ૪ : પતિ : તારા બાપાની દાઝ્યા ઉપર મીઠું ભભરાવવાની ટેવ ગઈ નહિ.
પત્ની : કેમ, શું થયું?
પતિ : આજે ફરીથી પૂછી રહ્યા હતા કે મારી દીકરી સાથે લગ્ન કરીને ખુશ તો છો ને?
જોક્સ ૫ : પતિ પત્ની રાત્રે એક રોમાન્ટિક ફિલ્મ જોઈ રહ્યા હતા.
જેમાં હીરો હિરોઈનને પ્રેમ કરી રહ્યો હતો.
પત્ની : જુવો, જી, આ લોકો કેટલો પ્રેમ કરે છે.
પતિ : તો હું શું કરું?
પત્ની : તમે તો નથી કરતા પ્રેમ આટલો પ્રેમ.
પતિ : આ હીરોની પત્ની નથી
તું પણ તારી બહેનને પૂછી જો, હું તેની સાથે કેટલો પ્રેમ કરું છું.
જોક્સ ૬ : એક વાત યાદ રાખજો.
ભોજન કરતા પહેલા હાથ ભલે ન ધુવો,
પરંતુ ખાધા પછી જરૂર હાથ ધોઈ લેવા.
કેમ કે મોબાઈલ ઉપર ડાઘ પડી શકે છે ભાઈ.
જોક્સ ૭ : એક વ્યક્તિ : બાબા ક્યારે ક્યારે રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય છે.
જો જોઉં છું કે પત્નીનો ચહેરો પ્રકાશ જેવો ચમકી રહ્યો છે.
પ્રકાશ એટલો હોય છે કે ચાદર ઉપરથી કિરણો દેખાય છે.
આ કેવો પ્રકાશ છે બાબાજી ?
બાબા : અરે ડફોળ તારા મોબાઈલમાં પાસવર્ડ નાખીને રાખ, ફોન ચેક કરે છે તારો.
જોક્સ ૮ : પત્ની : કાલે જે ભિખારી આવ્યો હતો ઘણો નાલાયક હતો.
પતિ : કેમ?
પત્ની : કાલે તેને ખાવાનું આપ્યું હતું,
આજે મને પુસ્તક આપીને ગયો
જેનું નામ હતું ખાવાનું બનાવતા શીખો.
અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.