જોક્સ : નવા-નવા લગ્ન થવા પર પપ્પુ પોતાના મિત્રને પૂછે છે, પપ્પુ – યાર પોતાની પત્નીનું દિલ કેવી રીતે…

આજકાલના સ્ટ્રેસ ભરેલા આ જીવનમાં માણસ જાણે કે હસવાનું જ ભૂલી ગયો છે. તે કામમાં એટલો મશગુલ થઈ ગયો છે કે, પોતાના માટે સમય જ કાઢી નથી શકતો. જો તમે આખો દિવસ બીઝી શેડ્યુલમાંથી 15 મિનિટ કાઢીને ઈન્ટરનેટ પર વાયરલ જોક્સ વાંચી લેશો તો તમારો દિવસ આખાનો થાક પણ દૂર થઈ જશે અને મન પણ તાજગી ભર્યું રહેશે. એટલા માટે આજે અમે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચીને હસતા હસતા તમારા પેટમાં દુઃખાવો થઈ જશે.

જોક્સ : 1

તમને ખબર છે કે પોપકોર્નને ગરમ તવા પર મુકવા પર

તે આટલા ઉછળે કેમ છે?

નથી ખબર?

ક્યારેક પોતે બેસીને જોઈ લેજો,

ખબર પડી જશે.

જોક્સ : 2

છગન : જો તારા લગ્ન એક જેવી દેખાતી બે જુડવા બહેનોમાંથી એક સાથે થઈ જાય છે,

તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખશે?

મગન : લે એમાં કઈ મોટી વાત છે!

હું બનેંની ચોટલી ખેંચીસ, જો ગુસ્સે થઈ તો પત્ની અને હસી તો સાળી.

જોક્સ : 3

એક વાર પપ્પુ બેંક મેનેજરને બોલ્યો,

‘મેનેજર સાહેબ મને લોન જોઈએ.’

બેંક મેનેજર – બેંકમાં ખાતું છે?

પપ્પુ – અત્યાર સુધી તો પાનના ગલ્લે જ ખાતું ચાલે છે,

જો તમે લોન આપી દેશો તો એનું ચૂકતે કરીને બેંકમાં પણ ખોલાવી દઈશ.

જોક્સ : 4

પહેલાના જમાનામાં મહિલાઓ પોતાના પતિનું નામ લેતી ન હતી.

બે મહિલાઓ પરસ્પર વાતો કરી રહી હતી,

એમાંથી એકના પતિનું નામ ધનિયા હતું.

પહેલી મહિલા : બહેન આજે ખાવામાં શું બનાવ્યું છે?

બીજી મહિલા : દાળ-ભાત, શાક અને પપ્પુના પપ્પાની ચટણી.

જોક્સ : 5

પપ્પુ એક ઈલેક્ટ્રોનિકની દુકાન પર ગયો અને દુકાનદારને કર્યું,

પપ્પુ : ભાઈ એક કાળો બલ્બ આપજો.

દુકાનદાર ચોંકી ગયો અને પૂછ્યું : કાળો બલ્બ કેમ જોઈએ ભાઈ?

પપ્પુ : મને દિવસે ઊંઘવાની આદત છે, એટલા માટે અંધારું કરવાનું છે.

જોક્સ : 6

પાકિસ્તાની રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન.

પાકિસ્તાની રાષ્ટ્રપતિ : જો યુદ્ધ થયું તો તમે પરમાણુ બૉમ્બ ફોડી દેશું.

એના પર રાજનાથ સિંહે કહ્યું,

રાજનાથ સિંહ : તો અમે કયા નરેન્દ્ર મોદીના લગ્નમાં ફોડવા માટે બચાવીને રાખ્યા છે.

જોક્સ : 7

રામલાલ યુપીના વીજળી વિભાગમાં લાઈનમેનના પદ માટે ઈન્ટરવ્યુ આપવા ગયો.

ત્યાં એને પૂછવામાં આવ્યું, જો આખા શહેરની વીજળી અચાનક જતી રહે,

તો સૌથી પહેલા શું બંધ કરશો?

રામલાલ : પૂછપરછ માટેનો ફોન.

(પછી રામલાલનું સિલેક્શન થઈ ગયું.)

જોક્સ : 8

માસ્ટર : જો પૃથ્વીની અંદર લાવા છે, તો બહાર શું છે?

સંજુ : સાહેબ બહાર ઓપ્પો અને વિવો છે.

આખા ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.

જોક્સ : 9

માણસ : સાહેબ, મારી પત્ની કયાંક ગમ ગુમ થઈ ગઈ છે.

પોસ્ટ માસ્ટર : આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન નથી.

માણસ : ઓહ સોરી, ખુશીને કારણે સમજ નથી પડતી કે ક્યાં જવું?

જોક્સ : 10

માં : તું હંમેશા ટીવી જ કેમ જોયા કરે છે?

બાળક : તો પછી ફ્રીઝ જોઉં મમ્મી?

જોક્સ : 11

ટીચર (સંજુ) : નાલાયક થોડું ભણી પણ છે,

તે કોઈ દિવસ તારી કોઈ બુક ખોલીને જોઈ પણ છે?

સંજુ : હાં, હું રોજ એક બુક ખોલું છું.

ટીચર : કઈ બુક?

સંજુ : ફેસબુક.

જોક્સ : 12

પત્ની : હું ઘર છોડીને જઈ રહી છું.

પતિ : ઠીક છે, હું નિર્મલ બાબા પાસે જઈ રહ્યો છો.

પત્ની : કેમ મને પાછી મેળવવાની દવા માંગવા?

પતિ : ના, એમને જણાવવાનું છે કે કૃપા આવવા લાગી છે.

જોક્સ : 13

એક છોકરી ડોક્ટર પાસે ગઈ.

છોકરી : હું હંમેશા સૂતી રહું છું,

ઘણી વધારે ઊંઘ આવે છે.

ડોક્ટર : મોબાઈલ કયો છે તારી પાસે?

છોકરી : Nokia 1100 છે.

ડોક્ટર : ઓહ સમજી ગયો,

હું એક સ્માર્ટ ફોન લખી આપું છું.

એમાં જિઓનો સિમ નાખીને યુટ્યુબ,ફેસબુક અને વોટ્સઅપ ઈન્સ્ટોલ કરી દેજે.

એકદમ આરામ થઈ જશે.

જોક્સ : 14

ફોટો : નવા-નવા લગ્ન થવા પર પપ્પુ પોતાના મિત્રને પૂછે છે,

પપ્પુ : યાર પોતાની પત્નીનું દિલ કેવી રીતે જીતુ?

મિત્ર : તેની પાસે સિગરેટ લઈને જા અને ધુમાડો કાઢતા જણાવજે

“જો તું કહે તો હું આ આદત હમણાં જ છોડી શકું છું.”

તેણે ઘર જઈને આવું જ કર્યું.

પત્ની : નહિ નહિ, જો ગોલ્ડ ફલૈક છે તો એક સુટ્ટો મારે પણ મારવો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.